________________
૩૬૮ ]
[ જૈન પ્રતિભાદર્શન
શેઠ કડવા ધાકડે આ. દેવપ્રભસૂરિના ઉપદેશથી સં. ૧૩૦૮માં “ઉત્તરસૂઝયણસૂત્ત'ની પ્રતિ લખાવી. તેમણે આ. રત્નાકરસૂરિનો પદ મહોત્સવ કર્યો.
મહાકવિ આસડ આ. અભયદેવસૂરિના ઉપદેશથી જૈનધર્મી બન્યો. તેણે વિવેક મંજરી', ઉપદેશકંદલી” વગેરે ગ્રંથો રચ્યા છે.
શેઠ ધનચંદ્રના પૌત્રો અને વાહડના પુત્રો ભુવનચંદ્ર અને પાચંદ્ર આ. જિનચંદ્રસૂરિના શિષ્ય આ. ભુવનચંદ્રસૂરિના હાથે ભ. અજિતનાથના બે કાઉસગ્ગિયા પ્રતિમાઓની અંજનશલાકા તથા પ્રતિષ્ઠા અનુક્રમે સં. ૧૩૦૪ તથા સં. ૧૩૦૫માં તારંગા તીર્થમાં કરાવી. આ પ્રતિમાઓ આજે એક તારંગા તીર્થમાં અને એક પાલનપુરના મોટા દેરાસરમાં બિરાજમાન છે.
ઠાકોર દેદાના પુત્ર સાધુ પેથડે ભ. અભિનંદન સ્વામીની પ્રતિમા ભરાવી, તેની અંજનશલાકા આ. રત્નાકરસૂરિના હાથે સં. ૧૩૪૩માં કરાવી. આ પ્રતિમાજી આજે શત્રુંજય તીર્થ પર નવા આદીશ્વર ભગવાનના દેરાસરમાં રંગમંડપમાં ડાબી તરફ ખગ્રાસને બિરાજમાન છે. અજમેરના જૈનધર્મી રાજાઓ : અઢાઈ દિન કા ઝોંપડા :–
અજમેરના રાજા વિગ્રહરાજે (વીસલદેવે) આ. ધર્મઘોષસૂરિના ઉપદેશથી પ્રતિબોધ પામી જૈનધર્મ સ્વીકાર્યો, પોતાના રાજ્યમાં અગિયારસ વગેરે તિથિઓમાં અમારિ પ્રર્વતાવી અને અજમેરમાં મોટો રાજવિહાર બંધાવી તેમાં ભ. શાંતિનાથના વિશાલ બિંબની પ્રતિષ્ઠા કરાવી. આ સ્થાન-રાજવિહારનો મુસલમાનોએ નાશ કર્યો, જે સ્થાન અત્યારે “અઢાઈ દિન કા ઝોંપડા” નામથી ઓળખાય છે. વિગ્રહરાજની માતા સુવદેવીએ સબાહુપુર વગેરે ૧૦૫ સ્થાનોમાં ભ. પાર્શ્વનાથજી વગેરેનાં જિનાલયો બનાવ્યાં હતાં. શાકંભરીનો રાજા અભયરાજ જેણે અજમેર વસાવ્યું; રાજા અર્ણોરાજ જેણે પોતાની પુત્રી જલ્પણા (ચંદ્રલેખા) ગૂર્જરેશ્વર કુમારપાળને પરણાવી; નાગોરનો રાજા આલ્પણ વગેરે રાજાઓ આ. ધર્મઘોષસૂરિને ગુરુદેવ તરીકે માનતા હતા. આ ધર્મઘોષસૂરિના ઉપદેશથી બનેલાં નવાં જેનો અને ગોત્રો :– - આચાર્યશ્રીએ બ્રાહ્મણ, માહેશ્વરી વૈશ્ય અને ક્ષત્રિયોને ઉપદેશ આપી જૈન બનાવ્યા હતા. વહીવંચાની વહીઓમાં લખ્યું છે કે, સં. ૧૧૨માં તેમણે મુદિયાડના બ્રાહ્મણોને જૈન બનાવી નારાના પરિવારનું નહાર ગોત્ર સ્થાપ્યું હતું. સં. ૧૧૩૨માં વણથલીના ચૌહાણ રાજા પૃથ્વીપાલ વગેરેને જૈન બનાવ્યા. તેના સાતમ પુત્ર મુકુંદનો પુત્ર સાહારણ, જે વહાણવટુ ખેડતો હતો. તેના પરિવારનું ભાણવટુ ગોત્ર સ્થાપ્યું. સં. ૧૧૩૨માં અજયનગર પાસે જયેષ્ઠા નગરના પંવાર રાવ, સુર અને તેના નાનાભાઈ સાંકલાને જૈન બનાવ્યા; અને તેમના પરિવારનું સુરાણાગોત્ર તથા સાંખલાગોત્ર સ્થાપ્યું, જેમનો “સુરાણાગચ્છ” બન્યો. એ જ રીતે આચાર્યશ્રીએ નવા નવા જૈનો બનાવી તેમના મીઠડિયા, સોની, ઉસતવાલ, ખટોર વગેરે ગોત્રોની સ્થાપના કરી હતી. એકંદરે આ. ધર્મઘોષસૂરિના ઉપદેશથી ઓસવાલોમાં ૧૦૫ અને શ્રીમાલીમાં ૩૫ નવાં જૈન ગોત્ર બન્યાં. તે બધા ધર્મઘોષગચ્છના શ્રાવકો હતા. આ0 ધર્મઘોષસૂરિની ગાદીએ તપાગચ્છના શ્રીપૂજોનું બેસણું છે, એટલે ધર્મઘોષગચ્છના દરેક ગોત્રો તપાગચ્છને માને છે. અજમેરમાં મહેતાઓએ બંધાવેલું તપાગચ્છનું ભ. પાર્શ્વનાથનું જિનાલય છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org