SearchBrowseAboutContactDonate
Page Preview
Page 418
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૩૬૯ શાકંભરીનો મહામાત્ય ધનદેવ આ. ધર્મઘોષસૂરિનો પરમ ભક્ત હતો. તેમના પુત્ર કવિ યશશ્ચંદ્ર મુદ્રિતકુમુદચંદ્રનાટક' વગેરે ચાર નાટકોની રચના કરી છે. ઉપાસકો અને ઉપાસનાનાં સત્કાર્યો – તીર્થનાં જૈન મંદિરોને સં. ૧૩૬૮માં અલ્લાઉદ્દીન ખીલજીએ તોડી નાખતા, મંડોવરના શેઠ ગોસલ તથા શેઠ મહણસિંહના પુત્રો શા. વીજડ અને લાલિગ વગેરેએ આ. જ્ઞાનચંદ્રસૂરિના ઉપદેશથી વિમલવસહીની ઘણી દેરીઓનો જીર્ણોદ્ધાર કરાવ્યો અને તેમાં આચાર્યશ્રીના હાથે સં. ૧૩૭રમાં જિનપ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી. આબુ પર્વતની નીચે કાસલંદ નામે ગામ છે. અહીં ટીલા ઉપર ચોવીસ દહેરીવાળું વિશાળ જિનાલય છે. સં. ૧૮૯૧માં અહીં ભિન્નમાલથી આવેલ ધનાઢ્ય વેપારી શેઠ વામદેવ પોરવાડે ભ. આદિનાથનું સર્વ રીતે મનોહર મંદિર બંધાવ્યું. પ્રાયઃ બે સૈકા બાદ શેઠ ધનદાકે ભ. આદિનાથની નવી મૂર્તિ ભરાવી એ જ મંદિરમાં મૂળનાયક તરીકે પધરાવી. મોઢવંશીય શ્રાવક આસદેવના પુત્ર પામ્હણે જાલ્યોદ્ધારગચ્છના આ. ગુણભદ્રસૂરિના ઉપદેશથી સં. ૧૨૨૬માં “નંદી દુર્ગપદ વ્યાખ્યા'ની પ્રતિ લખાવી. શેઠ પાજાની પુત્રવધુ રત્નદેવીએ ભ. નેમિનાથની સપરિકર પ્રતિમા ભરાવી, તેની પ્રતિષ્ઠા વઢવાણ શહેરમાં પાજાવસહી જિનાલયમાં ભટ્ટારક વિબુધપ્રભસૂરિ પાસે કરાવી. માણવક ઓસવાલે ભરાવેલ ભ. સુમતિનાથની અને છાજેડ લખમણે ભરાવેલ ભ. શાંતિનાથની પ્રતિમાની પ્રતિષ્ઠા અનુક્રમે સં. ૧૪૫૮ અને સં. ૧૮૬૨માં પલ્લીવાલગચ્છના ભટ્ટારક શ્રી શાંતિસૂરિના હાથે કરાવી. પલ્લીવાલ જ્ઞાતિ – - પ્રાચીન ગુજરાતનું પાટનગર શ્રીમાલ (ભિન્નમાલ) સં. ૧૦૭૧માં ભાંગ્યું, ત્યારે ત્યાંના બ્રાહ્મણો, મહાજનો વગેરે પાલીમાં આવી વસ્યા. આથી પાલી વિશેષ આબાદ થયું અને વેપારનું કેન્દ્ર બન્યું. પાલીના વ્યાપારીઓ અને વતનીઓ જ્યાં જ્યાં જાય ત્યાં પોતાને પલ્લીવાલ કે પાલીવાલ તરીકે ઓળખાવતા હતા. જેમ ઉપકેશનગરથી ઉપકેશગચ્છ અને ઉપકેશજ્ઞાતિ નીકળ્યાં તેમ પાલીનગરથી પલ્લીવાલગચ્છ અને પલ્લીવાલ જ્ઞાતિ નીકળ્યાં. અહીં પ્રાચીનકાળમાં પૂર્ણભદ્ર મહાવીરનું પ્રસિદ્ધ જૈનતીર્થ હતું. જ્યારે નાકોડાજી અને મહાવીરજી એ પલ્લીવાલગચ્છના પ્રસિદ્ધ જૈન તીર્થો છે. પલ્લીવાલો માટે માંડલિક, ઠક્કર (ઠ), સાહુ, સંઘપતિ વગેરે વિશેષણો વપરાય છે. એકંદરે પલ્લીવાલો ધની, સુખી, મોભાવાળા, રાજમાન્ય અને શ્વેતામ્બર જૈનો હતા. આ પલ્લીવાલ જૈનોએ ઘણા ધાર્મિક કાર્યો કર્યા છે : (૧) પાલીના પ્રદ્યોતનગચ્છના લખમણના પુત્ર દેશલે સં. ૧૧૫૧માં પૂર્ણભદ્ર મહાવીરના જિનચૈત્યની દેરીમાં ભ. ઋષભદેવની પ્રતિમા પધરાવી. (૨) દાનવીર શેઠ લાખણ પલ્લીવાલે સં. ૧૨૯૯માં રાજગચ્છના આ. રત્નપ્રભસૂરિના ઉપદેશથી ‘સમરાઈચકહાની પ્રતિ લખાવી, તેમની પાસે વ્યાખ્યાન કરાવ્યું. (૩) વરહડિયા નેસડ પલ્લીવાલના વંશજોએ શત્રુંજય, ગિરનાર, આબૂ (દલવાડા) વગેરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy