________________
૩૭૦ ]
[ જેને પ્રતિભાદર્શન
-
==
=
4
તીર્થો અને મોટા નગરોમાં દેરાસર, દેરીઓ, જિનપ્રતિમાઓ, પરિકરો અને પ્રભુપ્રતિષ્ઠા કરાવી હતી. વરડિયા નેસડના પૌત્ર જિનચંદ્ર સં. ૧૨૯૨ અને સં. ૧૨૯૬માં વીજાપુરમાં તપાગચ્છના આચાર્યોને પધરાવી ચાતુર્માસ કરાવ્યાં તેમ જ જૈન શાસ્ત્રો લખાવ્યાં. તેના પુત્રો વીરધવલ અને ભીમદેવ દીક્ષા લઈને તપાગચ્છના આ. વિદ્યાનંદસૂરિ અને દાદા ધર્મઘોષસૂરિ બન્યા, જેઓ મોટા જ્ઞાની, ત્યાગી અને તપસ્વી હતા. (૪) આહડના પુત્ર શ્રીપાલે સં. ૧૩૦૩માં ભરૂચમાં આ. કમલપ્રભસૂરિના ઉપદેશથી “અજિતનાથ ચરિત્ર' લખાવ્યું. (૫) સહજિગપુરના ઠ. દેહ પલ્લીવાલના પૌત્રો રતનપાલ અને વિજયપાલે ભ. મલ્લિનાથની દેરી તથા પ્રતિમા કરાવી, તેની ચંદ્રગચ્છના આ. યશોભદ્રસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી. (૬) સાહુ ઈશ્વરના પુત્ર કુમારસિંહે નાસિકમાં ભ. ચંદ્રપ્રભસ્વામીના જિનાલયનો પૂરો જીર્ણોદ્ધાર કરાવ્યો. (૭) વીરપુરના દેદાધરના પત્ની રાસલદેવીએ “ગણધર સાર્ધશતક'ની ટીકા લખાવી. (૮) ઠ. વિક્રમસિંહે સં. ૧૩૭૭માં ભ. મહાવીરસ્વામીની પ્રતિમા ભરાવી, તેની આ. માણેકચંદ્રસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી. (૯) મંત્રી આભૂ પલ્લીવાલના વંશજોમાં ભીમાના પત્ની કપૂરાદેવીએ સં. ૧૩૨૭માં “શતપદી-દીપીકા લખાવી, સિંહાકે સં. ૧૪૨૦માં પાટણમાં તપાગચ્છના આ. જયાનંદસૂરિ તથા આ. દેવસુંદરસૂરિનો આચાર્યપદ મહોત્સવ કર્યો, સિંહાક અને ધનરાજે સં. ૧૪૪૧માં ખંભાતમાં “પંચાશક-વૃત્તિ' તાડપત્ર પર લખાવી. (૧૦) સાહુ પદ્માનાં પત્ની તેજલે કુલગુરુની આજ્ઞાથી ભ. મુનિસુવ્રતસ્વામીની દેરી કરાવી. (૧૧) ભીમ પલ્લીવાલના પુત્ર સેલ અને તેને સં. ૧૩૯૬માં ભ. શાંતિનાથની પ્રતિમા ભરાવી, તેની રાજગચ્છના આ. હંસરાજસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી. (૧૨) ઠ. છાડાના પત્ની નાયિકીદેવીએ સં. ૧૩૯૩માં ભ. મહાવીરસ્વામીના પ્રતિમા ભરાવી, તેની ધર્મઘોષગચ્છના આ. હંસરાજસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી. આ ધાતુપ્રતિમા મહેસાણાના દેરાસરમાં વિદ્યમાન છે. (૧૩) મંડલિક લાલાક પલ્લીવાલે સં. ૧૫૧૦માં ભ. ચંદ્રપ્રભુની પ્રતિમા ભરાવી, તેની અંચલગચ્છના આ. જયકેશરીસૂરિ પાસે પ્રતિષ્ઠા કરાવી.
ચૌલુકય અર્થાત્ સોલંકી રાજવંશ અને જૈનધર્મનો પ્રભાવ ચૌલુકય એ કનોજના પ્રતિહાર વંશની એક શાખા છે. પ્રતિહારવંશ મૌર્યવંશમાંથી ઉતરી આવ્યો. એ રીતે ચૌલુક્યો પણ મૌર્ય ચંદ્રગુપ્તના વંશજો હતા. ચૌલુક્ય વંશના રાજાઓ મોટાભાગે દક્ષિણમાં અને ગુજરાતમાં થયા છે. દક્ષિણમાં ચૌલુક્ય વિજયાદિત્યના વંશજોએ અને ગુજરાતમાં ચૌલુકય સામંત રાજિના વંશજોએ રાજ્ય ભોગવ્યું હતું. ગુજરાતના ચૌલુક્ય રાજવીઓ જૈનધર્મ અને શૈવધર્મને સમાન ભાવે માનતા હતા. આ રાજવીઓમાં જયસિંહ સિદ્ધરાજ અને કુમારપાળના સમયમાં જૈનધર્મનો પ્રચાર-પ્રસાર અને પ્રભાવ સર્વ રીતે વિસ્તર્યો હતો. તેમાં એ સમયના જૈન મહામંત્રીઓ, દંડનાયકો, શ્રેષ્ઠીઓ વગેરેનો પણ નોંધપાત્ર ફાળો રહ્યો હતો.
ગુજરાતનું રાજય સ્થાપનાર વનરાજ ચાવડાના વંશજ સામંતસિંહ ચાવડા પછી ચૌલુક્ય સામત રાજિનો પુત્ર મૂળરાજ સં. ૯૯૮માં ગુજરાતની ગાદીએ આવ્યો. તેણે પાટણમાં મૂળરાજવસતિ નામે જિનમંદિર બંધાવ્યું. મૂળરાજ પછી તેનો પુત્ર ચામુંડરાય ગાદીએ આવ્યો. તેણે આ. વીરગણિના ઉપદેશથી થરાના વલહીનાથના મંદિરમાં કોઈ હિંસા ન કરે તેવું તાપ્રશાસન કરી આપ્યું અને સં. ૧૦૩૩માં વડસમાના જિનાલયના નિભાવખર્ચ માટે ખેતર આપી તેનું પણ તામ્રશાસન લખી આપ્યું. તેણે પોતાના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org