________________
અભિવાદન ગ્રંથ ]
[ ૩૭૧ ક ધર્મગુરુ વીરગણિને મોટા ઉત્સવથી આચાર્યપદ અપાવ્યું. ચામુંડરાયનો બીજો પુત્ર દુર્લભરાજ સં. ૧૦૬૬માં ગાદીએ આવ્યો. દુર્લભરાજ આ. જિનેશ્વરસૂરિને બહુ માનતો. આચાર્યશ્રી પ્રકાંડ વિદ્વાન અને પરમસંવેગી હતા. પાટણમાં ચૈત્યવાસી સિવાય સંવેગી_સુવિહિત સાધુઓને ઉતરવા–રહેવાનું સ્થાન ન મળતું. રાજાએ ચૈત્યવાસીઓને સમજાવી, તેમની સંમતિથી સંવેગી સાધુઓ પાટણમાં રહી શકે તેવી વ્યવસ્થા કરી. દુર્લભરાજ પછી તેના લઘુબંધુ નાગરાજનો પુત્ર ભીમદેવ (પહેલો) સં. ૧૦૭૮માં ગુજરાતની ગાદીએ આવ્યો. ભીમદેવની રાજસભામાં આ. દ્રોણાચાર્ય, આ. સૂરાચાર્ય, આ. ગોવિંદ, આ. વર્ધમાનસૂરિ વગેરે અવારનવાર પધારતા અને ઉપદેશ આપતા. રાજા ભીમદેવ તેઓનો પરમ ભક્ત હતો. આ. દ્રોણાચાર્ય સૂરાચાર્યના કાકા અને ભીમદેવના મામા થતા. આ સમયે રાજકુટુંબોમાં અને ગુજરાતમાં જૈનધર્મનું સ્થાન અદકેરું હતું. ઘણા ક્ષત્રિયોએ જૈનધર્મ સ્વીકાર્યો હતો. ભીમદેવ પછી તેનો પુત્ર કર્ણદેવ વિ. સં. ૧૧૨૦માં ગાદીએ આવ્યો. તેણે સાબરમતીના કિનારે કર્ણાવતી નગર વસાવ્યું. કર્ણદેવ પછી તેનો પુત્ર જયસિંહ સં. ૧૧૫૦માં ગુજરાતની ગાદીએ આવ્યો.
રાજા સિદ્ધરાજ જયસિંહ શૈવધર્મી હતો છતાં તેના દિલમાં જૈનધર્મ પ્રત્યે ઘણો પ્રેમ હતો. તેના પર અહિંસા, ત્યાગ, તપ, પરોપકાર અને સરસ્વતીની મૂર્તિ સમા જૈનાચાર્યોનો સાત્વિક પ્રભાવ તથા જૈનોની રાજવફાદારીની સબળ અસર હતી. સિદ્ધરાજે જેમ સરસ્વતીના કિનારે રૂદ્રમહાલય બંધાવ્યો તેમ ભ. મહાવીરનું દેરાસર પણ બંધાવ્યું. સોરઠમાં મંત્રી સર્જનની દંડનાયક તરીકે નિમણુંક કરવામાં આવી. તેણે ગિરનાર પર ભ. નેમિનાથનો “પૃથ્વીજયપ્રાસાદ' બંધાવ્યો. સિદ્ધરાજે તેના ખર્ચની રકમ ખજાનામાંથી આપવાનું કબૂલ કર્યું અને તેના નિભાવ માટે ૧૨ ગામ આપ્યાં. સિદ્ધરાજે શ્રી શત્રુંજય તીર્થની પણ યાત્રા કરી, ભ. ઋષભદેવની પૂજા કરી અને તેની પૂજા માટે ૧૨ ગામ બક્ષીસ કર્યો. મહામંત્રસિદ્ધ આ. વીરસૂરિને આગ્રહ કરી પાટણ રાખ્યા અને તેમને સાંખ્યમતના વાદીભસિંહને જીતવા બદલ રાજા સિદ્ધરાજે જયપત્ર આપ્યું. રાંતેજના જિનમંદિરના બલાનકમાં ધ્વજ ચડાવી ચૈત્યનું ગૌરવ વધાર્યું. કાલિકાલસર્વજ્ઞ શ્રી હેમચંદ્રને સૂરિપદ અપાવ્યું. આ. હેમચંદ્રસૂરિને વિનંતી કરીને તેમની પાસે સર્વાંગસુંદર નાની-મોટી ટીકાઓ અને અનુશાસનોથી સંપૂર્ણ “સિદ્ધહેમચંદ્ર-શબ્દાનુશાસન' તૈયાર કરાવ્યું. એ વ્યાકરણને હાથીના હોદ્દા ઉપર મુકી સન્માન કરીને ભંડારમાં સ્થાપન કર્યું. ૩00 લહિયા રોકી મોટો રાજકીય જ્ઞાનભંડાર વસાવ્યો. વ્યાકરણના અજોડ વિદ્વાન કકલ કાયસ્થની અધ્યક્ષતામાં તેનું પઠન-પાઠન શરૂ કરાવ્યું અને તે દ્વારા ગુજરાતનું ગૌરવ સ્થાપ્યું. તેમ જ ચૌલુક્યવંશ, રાજા સિદ્ધરાજ તથા આ. હેમચંદ્રસૂરિના નામ અમર બનાવ્યા. માલધારી આ. હેમચંદ્રસૂરિના ઉપદેશથી ગુજરાતમાં પર્યુષણાપર્વ, અગિયારસ તથા મોટા દિવસોની અમારિ પ્રવર્તાવી અને તેના ઉપદેશથી પ્રસન્ન થઈને તેઓને દર સાલ ૮૦ દિવસોનું અમારિશાસન લખી આપ્યું. જિનાલયો પર સોનાના કળશ ચડાવ્યા. જિનમંદિરોના નિભાવ માટેના લાગા ચાલુ કરાવ્યા. ધંધુકા અને સાંચોર વગેરેમાં વરઘોડાની છૂટ આપી. રાજગચ્છના આ. ધર્મઘોષ તથા આ. સમુદ્રઘોષનું ભારે સન્માન કર્યું. દિગમ્બરાચાર્ય કુમુદચંદ્રને જીતવા બદલ આ. વાદિદેવસૂરિને જયપત્ર આપ્યું અને તેમના ચરણોમાં સોનામહોરોની થેલી ધરી, જેને આચાર્યશ્રીએ લીધી નહીં. તેથી તે રકમથી પાટણમાં “રાજવિહાર' નામે જૈન મંદિર બંધાવ્યું. તેમાં સં. ૧૧૮૩માં ચાર ગચ્છના ચાર આચાર્યોના હાથે ભ. ઋષભદેવની પ્રતિષ્ઠા કરાવી. જયસિંહ સિદ્ધરાજ પછી સં. ૧૧૯૯માં ગુજરાતની ગાદીએ કુમારપાળ આવ્યો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org