________________
અભિવાદન ગ્રંથ ]
[ ૧૧૨૩
શ્રી શશીકાંતભાઈ એલ. ઝવેરી
શ્રી શશીકાંતભાઈ પુરૂષાર્થના બળે લક્ષમીના લાડીલા બન્યા અને | સમાજમાં પ્રતિષ્ઠાભર્યું સ્થાન પામ્યા. છેલ્લાં કેટલાક વર્ષથી તેઓએ કેમિકલ્સ અને કચ્છના અગ્રગણ્ય અને સાહસિક વેપારી તરીકે નામના પ્રાપ્ત કરેલ છે.
તેઓશ્રી ધાર્મિક-શૈક્ષણિક-સાંસ્કૃતિક--સમાજિક અને માનવરાહત તથા સમાજ કલ્યાણ વગેરે અનેક સંસ્થાઓ સાથે સક્રિય રીતે સંકળાયેલ છે; અને રક્તદાન તેમ જ ચક્ષુદાનની પ્રવૃત્તિઓમાં પણ ખૂબ જ ઊંડો રસ લઈ રહ્યા છે.
“માનવ કલ્યાણ કેન્દ્ર” મુંબઈના તેઓ સ્થાપક છે અને છેલ્લાં ચારપાંચ વર્ષમાં આ કેન્દ્ર દ્વારા ગુજરાત અને સૌરાષ્ટ્રના ગામડાઓમાં તેમ જ સ્કૂલોમાં, પાઠશાળાઓમાં વિગેરે જરૂરિયાત સ્થળોએ તેમ જ રેલ રાહત અને અનાવૃષ્ટિમાં પોતે જાતે જઈ નિરીક્ષણ કરીને બધી જ સગવડતા પૂરી પાડી રહેલ છે; અને આ કાર્યમાં બહોળા મિત્રસમુદાયને પણ તેઓએ સાથે જોડેલ છે.
શ્રી ગોધારી જૈન મિત્ર મંડળના તેઓ મંત્રી ઉપરાંત શ્રી તારદેવ જૈન મિત્ર મંડળના ખજાનચી અને સંજીવની ટ્રસ્ટી મુંબઈના તેઓ એક ઉત્સાહી અને સક્રિય કાર્યકર છે. જૈન શ્રેયસ્કર મંડળના પણ સભ્ય ઉપરાંત શ્રી જૈન સ્વયંસેવક મંડળ--મુંબઈમાં પણ તેઓએ વોલેન્ટિયર તરીકે ઘણા વર્ષો સુધી રહીને અતિ સુંદર કામગીરી બજાવીને દરેકનો પ્રેમ સંપાદન કરેલો છે. તેઓએ થોડા સમય પહેલાં આફ્રિકાની સફર કરી હતી. શ્રીમતી નિર્મળાબેન, શ્રી શશીકાંતભાઈના અર્ધાંગીની છે. તેમની સામાજિક અને જનકલ્યાણની પ્રવૃત્તિઓમાં સહ્યોગ આપી રહેલ છે.
શ્રી સોમાલાલ મણીલાલ શાહ
બનાસકાંઠા જિલ્લાના કાંકરેજ તાલુકાના થરા ગામના વતની; અભ્યાસ | ઓછો પણ બહોળા અનુભવે તેમ જ કાર્યકુશળતા, કાર્યનિષ્ઠા અને ઊંડી સૂઝના કારણે સમાજજીવનના વિવિધક્ષેત્રે તેમની સેવાઓ નોંધપાત્ર બની છે. તેઓશ્રી જે ધાર્મિક સંસ્થાઓ સાથે સંકળાયેલા છે તે નીચે પ્રમાણે છે.
ટ્રસ્ટી શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર જૈન ટ્રસ્ટ--શંખેશ્વર. ટ્રસ્ટી 1 ગોડીજી પ્રભાવક ટ્રસ્ટ--ઋણી--તા. કાંકરેજ. ટ્રસ્ટી શ્રી થરા શ્વેતાંબર મૂર્તિપૂજક જૈન સંઘ--થરા. ટ્રસ્ટી શ્રી ધર્મમંગલ વિદ્યાપીઠ--સમેતશિખરજી
તીર્થ (બિહાર). ટ્રસ્ટી શ્રી સિદ્ધગિરિ ભક્તિ વિહાર જૈન ધર્મશાળા-- પાલીતાણા. ટ્રસ્ટી શ્રી સુરાણીભવન જૈન ધર્મશાળા--પાલીતાણા. ટ્રસ્ટી શ્રી પાવાપુરી સોસાયટી જૈન ટ્રસ્ટથરા (બનાસકાંઠા)
રાજકીય ક્ષેત્રે સેવા આપેલ સંસ્થાઓ નીચે મુજબ છે.
ચેરમેન--ધી પ્રગતિ કો. ઓ. બેન્ક લિ. થરા (જિ. બનાસકાંઠા). ડીરેક્ટર--ધી નેશનલ સીડ [ સર્ટીફિકેશન એજન્સી--ન્યુ દિલ્લી. ડીરેક્ટર--ધી બનાસકાંઠા જિલ્લા મધ્યસ્થ સહકારી બેન્ક–પાલનપુર.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org