SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1137
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮૮ ] [ જૈન પ્રતિભાદર્શન પંચાયત તથા જિલ્લા પંચાયતને સમજાવી પાણી પુરવઠા યોજના બનાવી. છેક દૂરથી પાઈપલાઈન લાવી ઘોઘાનો પીવાના પાણીનો પ્રશ્ન ઉકેલ્યો. ભયંકર દુષ્કાળ વખતે ઘોઘામાં સાર્વજનિક રસોડું ખોલી, કોઈપણ જાતના ભેદભાવ સિવાય, આઠેક મહિના સુધી રોજ પાંચસોથી છસ્સો માણસ જમાડ્યા. માનવતાનાં કાર્યોમાં શ્રી ચીનુભાઈને હંમેશા દિલચશ્યી રહી છે. ઘોઘા, તણસા અને વાળુકડ જેવાં નાનકડાં ગામો કે જ્યાં સામાન્ય રીતે દાક્તરી સેવાઓ ઉપલબ્ધ નથી હોતી ત્યાં તેઓએ નેત્રયજ્ઞ કરાવી સેંકડો માણસોને આંખની મફત સારવાર અપાવી. ખરેખર, તેઓનાં જનહિતાર્થે કાર્યો અન્યને પ્રેરણારૂપ બન્યાં છે. લોકો સ્વમાનભેર કમાતા થાય એ માટે જરૂરિયાતવાળાઓને અંબર ચરખા વસાવી આપ્યા. તેમનાં માતુશ્રીની અંતિમ ઇચ્છાને માન આપીને તેમણે ભાવનગરમાં ઘોઘાસર્કલ પર એક વૃદ્ધાશ્રમની સ્થાપના કરી છે. અહીં વૃદ્ધ ભાઈ-બહેનોની કુટુંબની જેમ સંભાળ રખાય છે. આ સંસ્થા આશીર્વાદ સમાન થઈ પડી છે. શ્રી ચીનુભાઈએ લગ્ન વગેરે પ્રસંગે દબદબા અને આડંબરભર્યા ખોટા ખર્ચા બંધ કરાવવા માટે પણ સફળ ઝુંબેશ કરી છે. સમાજના ગરીબવર્ગને તેમના તરફથી નિયમિત દાન પણ મળ્યા કરે છે. તેઓશ્રીનાં ધર્મપત્ની શ્રીમતી રસીલાબેન પણ શ્રી ચીનુભાઈના દરેક સામાજિક, ધાર્મિક અને માનવતાનાં કાર્યોમાં ઊંડો રસ લઈ સહયોગ આપી રહ્યાં છે. ઘોઘા તાલુકામાં તબીબી ક્ષેત્રે તેમજ શિક્ષણક્ષેત્રે સારો ફાળો આપેલ છે. મુંબઈમાં ઘોઘારી વિશાશ્રીમાળી જૈન જ્ઞાતિના ટ્રસ્ટી છે. વિધવા બહેનોની સહાય માટેના વિશાળ ટ્રસ્ટ'ના તથા કેળવણી માટેના વર્ધમાન ટ્રસ્ટના ટ્રસ્ટી છે તથા ઘોઘારી જૈન સહાયક ટ્રસ્ટના પ્રમુખ છે. શ્રી ચીનુભાઈ ગુજરાતની ખ્યાતનામ અમરગઢ (જીંથરી)ની કે. જે. મહેતા ટી. બી. હોસ્પિટલની સલાહકાર સમિતિના સભ્ય છે. આવી બધી શુભ પ્રવૃત્તિઓને લક્ષમાં લઈ મહારાષ્ટ્ર સરકારે તેઓશ્રીને સ્પેશ્યલ એક્ઝીક્યુટિવ મેજિસ્ટ્રેટની પદવી આપેલ છે. શ્રી સી. એન. સંઘવી શ્રી સી. એન. સંધવીનું બહુમૂલ્ય, પરિણામલક્ષી અને નિઃસ્વાર્થ સેવાઓથી ભર્યું ભર્યું છે. મુંબઈ શહેર અને ભારતભરની ત્રીસ કરતાં વધુ પ્રતિષ્ઠિત વ્યાવસાયિક, વ્યાપારી, સામાજિક, શૈક્ષણિક, સાંસ્કૃતિક, ધાર્મિક અને વૈદકીય સંસ્થાઓમાં વિવિધ અધિકારી પદે રહીને તેમણે કર્તવ્યનિષ્ઠ અને નોંધપાત્ર સેવાઓ કરી છે અને કરતા રહ્યા છે. જૈન સોશ્યલ ગ્રૂપ જે જૈન સંસ્કારપ્રૂપ બની મહેંકી રહ્યું છે, તેના ફેડરેશનની સ્થાપનામાં તેમની દૂરંદેશીતા, કાર્યદક્ષતા અને સ્નેહથી સૌને પોતાના કરી લેવાની આત્મસૂઝનો ફાળો ઘણો મોટો છે. વિદેશોમાં જૈન સોશ્યલ ગ્રૂપ્સની સ્થાપનામાં પણ તેઓ અગ્રેસર રહ્યા. ફેડરેશને તેમની ઇન્ટનેશનલ એસ્ટેન્શન કમિટિના ચેરમેન તરીકે નિમણૂંક કરી; અને આ પદને તેમણે અમેરિકામાં બે ગ્રુપો સ્થાપી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy