________________
અભિવાદન ગ્રંથ ]
[ ૧૮૮૭
પણ એટલી જ ભાવભક્તિ. તત્ત્વજ્ઞાનના કોઈ ગ્રંથો નથી વાંચ્યા પણ જીવનમાં સાર લીધો છે : “ધનના આપણે માલિક નથી પણ ટ્રસ્ટી છીએ.” આખુંયે કુટુંબ ધર્મપ્રેમી છે. પિતાશ્રીએ ઊભી કરેલી મંગલધર્મની કેડી ઉપર ચાલવા શ્રી રજનીભાઈ સતત પ્રયત્નશીલ રહ્યા છે.
શ્રી પ્રતાપભાઈ ભોગીલાલ શાહ :
જૈન સમાજના ગૌરવરૂપ સંનિષ્ઠ આગેવાન, કેળવણીપ્રેમી શ્રી પ્રતાપભાઈ ભોગીલાલનો જન્મ તા. ૨૫-૧૦-૧૯૧૬ના શ્રેષ્ઠીવર્ય શ્રી ભોગીલાલ લહેરચંદને ત્યાં થયો હતો. જગતમાં બહુ જ થોડી વ્યક્તિઓ જ્ઞાન, સંસ્કાર અને સંપત્તિનો સુંદર સંયોગ જાળવી શકે છે. શ્રી પ્રતાપભાઈ આવી જ થોડી વ્યક્તિઓમાંનાં એક છે. શ્રી પ્રતાપભાઈ એક મોટા શ્રીમંત કુટુંબમાં જન્મ્યા તથા ઊછર્યા છે, છતાં એમના પિતાશ્રીની જેમ તેઓએ પણ સુખશાલિયાપણું કે એશ-આરામની વૃત્તિથી દૂર રહીને જીવનને પ્રગતિશીલ
છે અને કર્તવ્યપરાયણ બનાવ્યું છે. શૈક્ષણિક દૃષ્ટિએ મૂલવતાં તેઓશ્રી મુંબઈ યુનિવર્સિટીની અર્થશાસ્ત્ર સાથેની એમ. એ.ની ડીગ્રી ધરાવે છે. સને ૧૯૩૮માં અભ્યાસ પૂરો કર્યા પછી તેઓએ પોતાની વ્યવસાયી કારકીર્દિની શરૂઆત પોતાના પિતાશ્રી જેમાં અધ્યક્ષ હતા. તે બાટલીબોય કુ.થી કરી આ યુવાવયે કંઈક કરી બતાવવાની સતત તમન્ના તેમનામાં ઊભરાતી હતી. આવા તરવરાટ સાથે આંતરસૂઝ અને આવડતના બળે એમણે આ કંપનીના કાર્યક્ષેત્રનો વિસ્તાર કરીને ટૂંક વખતમાં જ નોંધપાત્ર એવો વિકાસ કર્યો. સરકારે તેમની ઔદ્યોગિક સફળતા-સિદ્ધિ અને જાહેર સેવાઓના બહુમાનાર્થે જસ્ટિસ ઓફ પીસ'ની માનદ પદવી આપી છે.
વૈભવી અને વ્યવસાયી જીવનમાં રહેતા હોવા છતાં શ્રી પ્રતાપભાઈ જૈન શાસન અને સમાજનાં કાર્યોમાં સારો એવો રસ લઈ રહ્યા છે. એટલું જ નહિ પણ દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવનો પૂરેપૂરો વિચાર કરીને ધાર્મિક, સામાજિક અને કેળવણી ક્ષેત્રે દાનનો ઉદારતાથી વહાવી રહ્યા છે. અંધેરીમાં લહેરચંદ ઉત્તમચંદ આર્ટ્સ કોલેજ તેમના દાનથી ચાલે છે.
આવા એક સફળ ઉદ્યોગપતિ, બાહોશ વહીવટકર્તા અને દીર્ઘદૃષ્ટિ શ્રી પ્રતાપભાઈના નેતૃત્વ નીચે વિવિધ ધાર્મિક તેમજ સમાજ-ઉત્કર્ષનાં અનેક કાર્યો પણ સુસમ્પન બની રહ્યા છે તેઓશ્રીના સુકૃત્યોની જે પરંપરા ચાલી રહી છે તે ઉત્તરોત્તર વિકસતી રહે અને સમાજને તેઓશ્રીની શક્તિનો વધુ ને વધુ લાભ મળે એવી શુભ ભાવના રાખીએ છીએ. શ્રી ચીનુભાઈ શાહ (ઘોઘાવાળા)
મૂળ ઘોઘાના વતની શ્રી ચીનુભાઈ શાહે નાનપણમાં જ પિતાની છત્રછાયા ગુમાવી. કુટુંબની સઘળી જવાબદારીઓ પોતાના માથે આવી પડતાં આ સાહસિક જુવાને મુંબઈ ખેડી “સાહસે વસતિ લક્ષ્મી” કહેવત સાર્થક કરી બતાવી.
સ્થિતિસંપન્નતા મેળવ્યા પછી પણ અભિમાનને પાસે ફરકવા પણ ન દીધું. પરગજુ અને સાલસ સ્વભાવને કારણે સૌનું કામ કરી છૂટે. ઘોઘા દરિયાકાંઠાનું ગામ, મીઠા પાણીની ભારે મુસીબત, તાલુકા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org