SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1135
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮૬ ] [ જૈન પ્રતિભાદર્શન ચાઈલ્ડ સ્કૂલ ફંડ, કાઉન્સિલ ઓન વર્લ્ડ ડેન્શન, એશિયા-પેસિફિક ડિવિઝન, કોયના અર્થક્વેક વગેરેના તેઓ સભ્ય છે, જ્યારે ઓલ ઇન્ડિયા મેન્યુ. ઓર્ગેનાઈઝેશનના સેન્ટ્રલ કમિટી મેમ્બર છે. આ ઉપરાંત સોળેક જેટલી સમિતિઓના તેઓ આજીવન સભ્ય છે. કાર ફલેગ કમિટીમાં ૬૭-૬૮ના તેઓ સેક્રેટરી હતા. બોમ્બે ઇન્ડસ્ટ્રીઝ એસોસિયેશનના (૧૯૭૨–૭૩માં) પ્રમુખ હતા તેમ જ ઓલ ઇન્ડિયા રબ્બર ઇન્ડસ્ટ્રીઝના ૧૯૭૭-૭૮માં અને રોટરી ક્લબ ઓફ મુંબઈ ઇસ્ટના ૧૯૭૮-૭૯માં પ્રમુખ હતા. રબ્બર ટેકનોલોજી ક્ષેત્રે થયેલી આધુનિક પ્રગતિનો અભ્યાસ કરવા તેઓ ઈંગ્લેન્ડ, જાપાન અને બર્મા જઈ આવેલ છે. રબ્બરની નિકાસ કરવા માટે સિંગાપોર, હોંગકોંગ અને ઓસ્ટ્રેલિયા પણ જઈ આવેલ છે. સિંગાપોરમાં થયેલ સેમિનારમાં પણ ભારતના પ્રતિનિધિ તરીકે હાજરી આપી હતી. આંતરરાષ્ટ્રીય સ્ટાન્ડર્ડ ઓર્ગેનાઈઝેશનના ભારતના પ્રતિનિધિ તરીકે રબ્બર રોલની કમિટીમાં નિયુક્ત થયા છે. ૨૩ ઓકટોબર ૧૯૬૬ના દિવસે કારખાનાના પ્રથમ ઉદ્ઘાટન નિમિત્તે તેઓએ કેશોદ ટી.બી. હોસ્પિટલને મોટી રકમનું દાન આપ્યું. અન્ય સંસ્થાઓને મદદ કરી. આ ઉપરાંત ૧૯૭૯માં નેત્રયજ્ઞનું આયોજન કરી મેંદરડા તથા આજુબાજુના ગામનાં દર્દીઓનું આંખનું ચેકિંગ કરાવી અને ઓપરેશન કરાવી. ચશ્માં તથા બ્લેકેટ આપી સફળતાપૂર્વક પાર પાડેલ. શ્રી મણિલાલ બેચરદાસ શાહ દાનવીરો અને ધર્મવીરોની સમાજને છેલ્લા સૈકામાં જે ભેટ મળી તેમાં શ્રી મણિલાલભાઈ પણ છે. તેઓ પરગજુ અને ધર્મપ્રેમી તરીકે ઊજળી છાપ ધરાવનાર શ્રેષ્ઠી હતા. તળાજા પાસે દાઠાના વતની. જૈન-જૈનેતર સંસ્થાઓના પ્રાણસમા શ્રી મણિલાલભાઈએ ધંધાર્થે મુંબઈને કર્મભૂમિ બનાવી. કાપડ બજારમાં અગ્રણી વ્યાપારી તરીકે એમનું સારું એવું માનપાન હતું. એ ઉદાર આત્માનું જીવન આજની યુવાન પેઢી માટે એક આદર્શ ઉદાહરણરૂપ હતું. પીડિતો અને નિરાધારો માટે આધારરૂપ હતા, મિત્રો-સંબંધીઓ માટે અવલંબનરૂપ હતા અને ઊગતા–આગળ વધતા વ્યવસાયીઓ માટે સાચા માર્ગદર્શક હતા. જૈન સમાજ માટે સૌજન્ય અને સુલભ્યની દૃષ્ટિએ દૃષ્ટાંતરૂપ હતા. તેમણે હંમેશા કુટુંબીજનોને પણ વાત્સલ્ય અને એકતાની દિશામાં દોર્યા છે. પોતાની વિવેકશક્તિ દ્વારા સૌને એકતાના અતૂટ બંધનમાં બાંધવાનો આદેશ આપી ગયા છે. એમના એ સ્નિગ્ધ મધુર સ્વભાવનો ઉચ્ચતમ વારસો તેમના સુપુત્રોમાં ઊતર્યો છે. તળાજા--દાઠા અને અન્ય જૈન દેરાસરોમાં, ચોતરફ કેળવણીની સંસ્થાઓમાં–-ખાસ કરીને દાઠા હાઈસ્કૂલ ઊભી કરવામાં તેમનો મહત્ત્વનો હિસ્સો રહ્યો છે. મોટી રકમનું દાન આપી નામ રોશન કર્યું છે. આ કુટુંબના અગ્રણી શ્રી ઓધવજી રાઘવજી પણ એવા જ ધર્મનિષ્ઠ અને ઉદાર સ્વભાવના હતા. પોતે તેલના મોટા વેપારી હતા અને કાપડ લાઈનમાં સૌને માર્ગદર્શન આપતા રહ્યા. દાઠામાં ચાલતી હાઈસ્કૂલમાં આ પરિવારની જ મોટી દેણગી છે. શ્રી મણિલાલભાઈના સુપુત્ર શ્રી રજનીકાન્તભાઈ પણ દાનધર્મની પ્રવૃત્તિઓમાં હંમેશાં મોખરે રહ્યા છે. જૈન સોશ્યલ ગ્રૂપની પ્રવૃત્તિઓમાં ખૂબ જ રસ લે છે. ભારતમાં બધે જ જૈનતીર્થોની યાત્રાએ જઈ આવ્યા છે. ૫૫ વર્ષના નિષ્ઠાવાન કાર્યકર શ્રી રજનીભાઈએ આ પ્રકાશન સંસ્થાને પણ ઉષ્માભર્યો સહયોગ [ આપ્યો છે. સાદું અને સાત્ત્વિક જીવન જીવે છે. વતનના દરેક કાર્યોમાં મોખરે રહ્યા છે. સાધુ-સંતો પરત્વે , Jain Education International For Private & Personal Use Only For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy