________________
અભિવાદન ગ્રંથ ]
૧૯૬૫માં તેઓ જસ્ટીસ ઓફ પીસ' તરીકે નિમાયા. ‘મુંબઈ એસોસિએશન', ‘ભારત નારી કલ્યાણ સમાજ'ના માનદ ખજાનચી તરીકે નિમાયા. પૂર્વ મુંબઈની રોટરી ક્લબના ડાયરેક્ટર તરીકે ચૂંટાયા. ‘લાઠિયા ચેરિટેબલ ટ્રસ્ટ' અને ઇન્ડિયન રબ્બર ઇન્ડસ્ટ્રીઝના કામદારોની પ્રોવિટ ફંડ સમિતિના ચેરમેન તરીકે નિમાયા. તેઓ ઇન્ડિયન કેન્સર સોસાયટી’ અને ‘પોગ્રેસિવ ગ્રુપ'માં કારોબારી
શ્રી શિવુભાઈ લાઠીયા
શ્રી વસનજીભાઈ લાઠીયા
સભ્યપદે નિમાયા. મિશન ક્રિપલ્ડ ચિલ્ડ્રન સોસાયટી, હેરલ્ડ લાસ્ટી ઇન્સ્ટીટ્યુટ ઓફ પોલિટેક્સ જેવી અનેક સંસ્થાઓના તેઓ આશ્રયદાતા સમાન છે. ‘ઇન્ડિયન રેડક્રોસ સોસાયટી'માં પણ ગણનાપાત્ર સહાય આપી છે. બોમ્બે એસોસિએશનની સ્થાપના કરનારાઓમાં તેઓ પણ એક સભ્ય છે.
[ ૧૦૮૫
આ ઉપરાંત બીજી વિવિધ પ્રકારની સમિતિઓના સભ્ય છે—જેવી કે બોમ્બે ઇન્ડસ્ટ્રીઝ એસો., ઇન્ડિયન રબ્બર ઇન્ડસ્ટ્રીઝ એસોસિએશન, ઇન્ડિયન સ્ટાન્ડર્ડઝ ઇન્સ્ટીટ્યુશન; બોર્ડ ઓફ કન્ટ્રોલ ઓફ મેનેજમેન્ટ એક્ઝીક્યુટિવ, સમાજ શિક્ષણ મંદિર નિધિ સમિતિ. તેઓએ ઉચ્ચ શિક્ષણની પ્રાપ્તિ વગેરે માટે આર્થિક સહાય પૂરી પાડવા લાઠિયા ચેરીટેબલ ટ્રસ્ટની સ્થાપના કરી છે. ભારત સરકારે પ્રથમવાર જ વિદેશી આયાતને પહોંચી વળવા માટે રબ્બરનું બ્લેકેટ ઉત્પાદન વધારવા રોકડ રકમનું મોટું ઇનામ આપવાની જાહેરાત કરી. આ પ્રકારના ઉત્પાદનનો વિકાસ શ્રી લાઠિયાએ ભારતભરમાં પ્રથમ, વિદેશી મદદ લીધા વિના, પોતાના પ્રયત્નથી કર્યો. વિશ્વભરમાં રબ્બર ઉત્પાદન કરનારા ઉત્પાદકો માત્ર ગણ્યાગાંઠ્યા જ છે. તેમની સુંદર પ્રગતિને લીધે દેશને થયેલ ફાયદાને કારણે ૧૭મી ડિસેમ્બર ૧૯૬૯ના રોજ રાષ્ટ્રપતિશ્રીએ દિલ્હી રાષ્ટ્રપતિભવન ખાતે તેમને એવોર્ડ આપ્યો.
આ સિવાય ટેક્ષટાઈલ ઇન્ડસ્ટ્રીઝના માટે રબ્બર સ્પેડિંગ જેકેટ, પી. વી. સી. લેધર ક્લોથ ઇન્ડસ્ટ્રીઝ માટે તથા મરક્યુરી સેલ કોસ્ટીક સોડા પ્લાન્ટ માટે દેશમાં પ્રથમવાર ઉત્પાદન શરૂ કરી ભારત સરકાર દ્વારા શ્રી વી. વી. ગિરીના વરદ હસ્તે ચાંદીના શીલ્ડ મેળવી ગૌરવ પ્રાપ્ત કરેલ. ૧૯૭૮ના વર્ષમાં કંપનીએ ઉદ્યોગક્ષેત્રે ૨૫ વર્ષ પૂરાં થતાં, સિલ્વર જ્યુબિલી વર્ષની ઉજવણી પ્રસંગે, તેઓશ્રીએ સતત નવી નવી શોધો કરી, પેપર મિલ ઇન્ડસ્ટ્રીઝ ઉદ્યોગક્ષેત્રની જરૂરિયાત સ્ટોનાઈટ, માઈક્રોરોટ, બ્લેક ડાયમન્ડ માઇક્રોમેઈટ તથા સીલોલ આ મુજબની પાંચ આઈટમોના રોલ દેશમાં સર્વ પ્રથમ બનાવાનો યશ પ્રાપ્ત કરેલ. આ ઉપરાંત સિલ્વર જયુબિલી વર્ષની ઉજવણી પ્રસંગે તેઓશ્રીએ રૂા. ૬૦,૦૦૦નું દાન જાહેર કરી દરેક સંસ્થાને ઉપયોગી થવાની ભાવના બતાવેલ.
Jain Education International
શ્રી લાઠિયા ઉદ્યોગક્ષેત્રે ઘણા ઘણા આગળ વધેલા છે. તેમણે સતત પ્રવૃત્તિમય રહેવા છતાં દરેક પ્રસંગે પોતાની જન્મભૂમિ મેંદરડા ગામને પણ યાદ કરી ઉપયોગી થવાની ભાવના દર્શાવેલ છે, જેના પ્રતીક રૂપે આજે મેંદરડા ગામમાં શ્રી વસનજીભાઈ--૫૨સોત્તમભાઈ લાઠિયા હોસ્પિટલ તથા કન્યાશાળા; મેંદરડા તથા આજુબાજુનાં ગામનાં લોકોને આશીર્વાદ સમાન છે. આ સિવાય માનવ સેવા સંઘ, ડિવાઈન
27.
For Private & Personal Use Only
www.jainelibrary.org