SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1133
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૦૮૪ ] [ જૈન પ્રતિભાદર્શન દુદાણાના વતની અને જૈન ધર્મ અને શાસનપ્રેમી હતા. ૧૯૨૨માં જીવનમાં કાંઈક કરી છૂટવાના મનસૂબા સાથે મુંબઈ તરફ પ્રયાણ કર્યું અને જીવનની કારકિર્દી એક સામાન્ય નોકરીથી શરૂ કરી. તેમાં કુદરતે યારી આપી અને સ્વતંત્ર ધંધાના શ્રીગણેશ કર્યા. ક્રમે ક્રમે દૂધના ધંધામાં ખૂબ વિકાસ સાધ્યો. જે સંપત્તિ કમાયા તે સારાયે સમાજની છે એમ માનીને તળાજાની જૈન બોર્ડિંગ, પાલીતાણા જૈન બાલાશ્રમ, પાલીતાણા જૈન શ્રાવિકાશ્રમ, શંખેશ્વર જૈન તીર્થ, સાવરકુંડલા--બેંગ્લોરના જૈન ઉપાશ્રયો, મુંબઈ--કોટના દેરાસરમાં અને અન્યત્ર નાનામોટા ફંડફાળામાં સંપત્તિનો છૂટે હાથે ઉદાર દિલથી ઉપયોગ કર્યો. પોતે અનેક જૈન તીર્થોની યાત્રાઓ પણ કરીને ઉજ્જવળ જીવનની જ્યોત રેલાવી. તા. ૧૦-પ૭૨ના રોજ તેઓ સ્વર્ગવાસી બન્યા. દાનધર્મના એ ઊજળા વારસાને તેમના પરિવારે જાળવી રાખ્યો. શ્રી શશીકાન્તભાઈ પણ એવા જ ધર્મપ્રેમી અને ઉદાર દિલના છે, જેઓ આજે પિતાશ્રીએ વિકસાવેલા ધંધાનું સફળ સંચાલન ભાઈઓને સાથે રાખી કરી રહ્યા છે. નિર્મળભાઈ પણ ધંધામાં સાથે જ છે. સૌ સાથે રહીને નાનાંમોટાં સાર્વજનિક અને ધાર્મિક તથા શૈક્ષણિક કામોમાં યથાયોગ્ય ફૂલપાંદડી સહયોગ આપતા રહ્યા છે. તળાજામાં પ્રતિષ્ઠા કરાવી ત્યારે ચૌમુખજીમાં પૂર્વાભિમુખ ભગવાન બેસાડ્યા હતા. લાયન્સ ક્લબ, ઘાટકોપરમાં; હિન્દુ મહાસભામાં; લાયન્સ ક્લિનિકમાં એક બેડ તેમના કુટુંબ તરફથી અપાયેલ છે. ભાવનગરમાં વી. સી. લોઢાવાળા હોસ્પિટલમાં દંત વિભાગ શરૂ કરાવવામાં તેમના કુટુંબે વર્ષો પહેલાં ૨૧૦OOનું માતબર દાન અર્પણ કર્યું હતું. ૧૫૦ સ્નેહીઓને લઈને એક અઠવાડિયા સુધી આબુ, ઉત્તર ગુજરાતના શ્રી શંખેશ્વર, તારંગા, મહેસાણા વગેરે તીર્થોની યાત્રા કરાવી લાભ લીધો હતો. શ્રી શશીકાંતભાઈ મોહનલાલ મહેતા - ડોંબીવલીમાં શ્રી શશીકાંતભાઈએ નવલાખ મંત્રના જાપ કર્યા. પૂ. આ. શ્રી મહાનંદસૂરિજી મ.સા.ની નિશ્રામાં બરોડા--કારેલીબાગમાં નાકોડાજીની મૂર્તિની પ્રતિષ્ઠા કરી, દેરી પણ બનાવરાવી, કાંદીવલીમાં ગૌતમસ્વામી પધરાવ્યા, વિવિધ પ્રકારના સાતેક પૂજન કરાવ્યા, પાલીતાણા–ગુરુકુળ–તથા બાલાશ્રમમાં અને યશોવિજયજી ગુરુકુળ મહુવામાં સારી એવી રકમ આપી. લોનાવાલામાં કેટલીક જમીન છે જેના ઉપર દેરાસર બંધાવવાની ભાવના છે. ઉપરાંત સાધર્મિક ભક્તિ અંગે પણ અવારનવાર દાનગંગા વહેતી રાખે છે. તેમનાં માતુશ્રી રંભાબેનનો ચાર વર્ષ પહેલાં સ્વર્ગવાસ થયો, તેમની પણ ગજબની તપસ્યા હતી. આ પરિવાર તરફથી દરવર્ષે સરેરાશ બેથી અઢી લાખનું દાન અપાતું રહ્યું છે. શ્રી શિવુભાઈ વસનજી લાઠિયા શ્રી શિવુભાઈ લાઠિયાનો જન્મ ૧૫ મે ૧૯૨૮ના રોજ સૌરાષ્ટ્રમાં મેંદરડા ગામે થયો. મુંબઈની વિલ્સન કોલેજમાં તેઓએ પોતાનું શિક્ષણ લીધું. ૧૯૫૧માં તેઓએ બી.એસ.સી.ની પરીક્ષા ઓનર્સ મેળવી પાસ કરી. રબ્બર ટેકનોલોજીના ક્ષેત્રે વધુ ઉચ્ચ અભ્યાસ કરવા ઇંગ્લેન્ડ ગયા. છેવટે રબ્બર ટેક.નો અભ્યાસ કરીને રબ્બર ટેકનોલોજીનો ડીપ્લોમા મેળવી ભારત પાછા ફર્યા. પછી તેઓએ ૧૯૫૩માં ઓગષ્ટની ૧૫મીના રબ્બર ફેક્ટરી શરૂ કરી. - વિજ્ઞાનની પ્રગતિનો લાભ લઈ ઉદ્યોગના ક્ષેત્રે પ્રગતિ સાધવામાં જરાય પાછળ રહ્યા નથી. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy