________________
અભિવાદન ગ્રંથ)
[ ૧૦૮૩
શાહ સાહેબની “દાન-પ્રવૃત્તિ'ની એક ખાસ વિશેષતા છે કે હાથે તે સાથે નક્કી કરેલ રકમ તરત જ આપી દેવી; એક દિવસ પણ ઉધાર નહિ. શાહ સાહેબ વ્યવહારની બાબતમાં પણ જે વસ્તુ ખરીદી હોય તેનું પેમેન્ટ તે જ દિવસે આપી છે. તેમનાં સંપર્કમાં આવનારા આ ગુણની પ્રશંસા કરે છે.
શાહ સાહેબનાં પુસ્તકો આ પ્રમાણે પ્રગટ થાય છે. (૧) સ્મરણિકા--૧૯૫૬, (૨) મહાતપસ્વી શ્રી પૂંજા મુનિ–૧૯૭૫, (૩) સતી માણેકદેવી ચરિત્ર તથા સ્વાધ્યાય અમૃત--૧૯૭૭, (૪) જૈન દર્શન અતિચાર સૂત્રો-૧૯૭૯ (૫) શ્રી જિનેન્દ્રભક્તિ-રસધાર–૧૯૮૦, (૬) જૈન દર્શનમાં પચ્ચકખાણ આવશ્યકનું સ્વરૂપ-૧૯૮૩, (૭) જૈન ધર્મ રહસ્ય--દૈનિક પારાયણ માટે-૧૯૮૪ (૮) શ્રી સુભાષિત વ્યાખ્યાન સંગ્રહ–૧૯૮૬, (૯) શ્રી મનહ જિણાણે આણં--૧૯૯૦, (૧૦) શ્રી સમણ સૂત–૧૯૯૧, (૧૧) જિનાજ્ઞા–૧૯૯૧. શ્રી સુમતિચંદ્ર શિવજીભાઈ
કચ્છની ધીંગી ધરાના ભક્તકવિ શ્રી શિવજીભાઈ સેવામૂર્તિ હતા. નાની ઉંમરમાં પાલીતાણા આવ્યા. સૌથી પહેલાં જૈન બોર્ડિંગ અને વિધવાશ્રમ શરૂ કરવાનો યશ શિવજીભાઈને ફાળે જાય છે. તેમનાં પત્ની સુલક્ષણાબેન પણ સેવાપરાયણ હતાં. તેમને બે પુત્રો સુધાકરભાઈ ને સુમતિચંદ્રભાઈ. શિવજીભાઈના ભાઈ કુંવરજીભાઈ લક્ષ્મણ જતિ જેવા હતા. પાલીતાણામાં હોનારત થઈ અને વિધવાશ્રમ અને બોર્ડિંગ બંને જલપ્રલયના ભોગ બન્યા ત્યારે કુંવરજીભાઈએ મઢડામાં ખેતી શરૂ કરી. સુમતિચંદ્રભાઈ સામાન્ય કેળવણી પામ્યા પછી પોતાના કાકાશ્રી કુંવરજીભાઈએ શરૂ કરેલ મુંબઈની શ્રી કુંવરજી દેવશીની કંપનીમાં કામ કરવા લાગી ગયા. સને ૧૯૨૧માં શ્રી કુંવરજીભાઈનું અવસાન થતાં કંપનીના વહીવટની જવાબદારી સુમતિચંદ્રભાઈએ ઉપાડી લીધી. તેમની તીવ્ર ધગશ અને સાહસિક વૃત્તિને કારણે પોતાની મિલજીનસ્ટોરની લાઈનની સાથે અગ્નિશામક સાધનોનું કામ શરૂ કર્યું.
અગ્નિશામક સાધનો જેવી જડ વસ્તુને જનતાની નજરમાં પ્રસિદ્ધ કરનાર તેઓ પ્રથમ હતા. “ફાયરેક્ષ'ના બનાવનાર તરીકે તેમનાં સાહસ, ધંધાદારી કુનેહ અને તેજસ્વી બુદ્ધિપ્રજ્ઞાને લીધે એક દાયકામાં તેઓ સારી પ્રસિદ્ધિ પામ્યા. આજે તો અગ્નિશામક સાધનો ઉત્પાદન કરવામાં આ કંપનીએ દેશવિદેશમાં પણ નામના મેળવી છે. આ સિદ્ધિ શ્રી સુમતિચંદ્રભાઈની સૂઝ અને મહેનતનું જ પરિણામ છે.
આ બધી કામની જવાબદારી હોવા છતાં તેઓનો સ્વભાવ આનંદી, મિલનસાર અને પ્રેમાળ હતો. મોટા હિસાબોનો અંદાજ મગજમાં જ તૈયાર હોય. યાદશક્તિ ઘણી તેજસ્વી હતી. લક્ષ્મીની મહેર હોવા છતાં તેઓ સાદાઈની મૂર્તિ હતા. મોટા ભભકામાં તેઓ માનતા નહિ. પોતાના કાર્યકરો પ્રત્યે મમતા હતી. તેઓ ઉદારચરિત હતા. પોતાના પૂ. પિતાજીના અનેક ગ્રંથો છપાવ્યા હતા. તેમનાં ધર્મપત્ની સરલાબહેન પણ એટલાં જ સરળ, ઉદાર અને જાજરમાન સન્નારી હતાં. પોંડીચેરીના પૂ. માતાજીનાં પ્રીતિપાત્ર હતાં. શ્રી મોહનલાલ બેચરદાસ મહેતા
પરિશ્રમને પ્રાધાન્ય આપીને મહત્ત્વાકાંક્ષી માનવ કેવી અદ્ભુત સિદ્ધિ હાંસલ કરી શકે છે, તેનું આબેહૂબ દર્શન શ્રેષ્ઠી શ્રી મોહનલાલભાઈના પ્રેરણાત્મક જીવનમાંથી મળી શકે છે.
જીવનમાં પુરુષાર્થને બળે આગળ આવનાર શ્રી મોહનલાલભાઈ મૂળ ભાવનગર જિલ્લાના )
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org