________________
૧૦૮૨)
[ જૈન પ્રતિભાદર્શન
સિંચન કર્યું. ૧૯૬૧થી કપરા સંજોગામાં પોતાના ઉજજવળ જીવનની કારકિર્દીના શ્રીગણેશ કર્યા. ૧૯૬૨થી જાહેર સેવાના કાર્યોની શરૂઆત કરી.
ધાર્મિક સંસ્થાઓમાં સેવાની ભાવનાથી કાર્યો કરવા, યથાશક્તિ ફાળો આપવો અને બીજાને મહદ્ અંશે ઉપયોગી થવું એ એમના જીવનની વિશિષ્ટતા છે. - તેઓશ્રી અનેક નીચે મુજબની સંસ્થાઓ સાથે સંકળાયેલા છે. જેમ કે-૧. લાયન્સ ક્લબ ઓફ એલીસબ્રીજ(અમદાવાદ)ના પ્રેસીડેન્ટ--૧૯૯૪-૯૫, ૨. લાયન્સ ડીસ્ટ્રીકટ ૩૨૩-બી-માં ચેરમેન-૧૯૯૫૯૬, ૩. લાયન્સ ક્લબ ઇન્ટરનેશનલ ડીસ્ટ્રીક્ટ ચેરમેન---૧૯૯૯-૨૦૦૦, ૪. શ્રી મહાવીર આરાધના કેન્દ્ર–કોબામાં કારોબારી કમિટીના મેમ્બર, ૫. શ્રી આંબાવાડીના વાસુપૂજ્ય જૈન સંઘ–કારોબારી મેમ્બર, ૬. શ્રી લાયન્સ ક્લબ ઓફ એલીસબ્રીજ કમ્યુનીટી હેલ્થ કેર ચેરીટેબલ ટ્રસ્ટ-ટ્રસ્ટી તથા સેક્રેટરી, શેઠ આણંદજી કલ્યાણજી પેઢી-ઉપરિયાળાજી તીર્થના મેઈન સેક્રેટરી. શ્રી કુમુદચંદ્ર ગોકળદાસ શાહ
દરેક પ્રાણીના જીવનમાં દુઃખ ઘણેરું, સુખ થોડલું, તેમ શ્રી શાહ સાહેબના જીવનમાં પણ કેટલાં સંયોગોના ફેરફાર આવેલા; પણ પ્રભુકૃપાથી તેમનું જીવન શાંત-સરળ રીતે પસાર થયેલું જણાશે. પુણ્યશાળીને પણ દુ:ખ તો આવે અને તે કર્મની પરિણતી સમજી સમભાવથી સહે, પરંતુ દુઃખ પાછળ સુખ લઈને આવે છે એવું દેખાશે. થોડાં વિઘ્નો આવેલાં તે આંખના પલકારામાં પસાર થઈ ગયેલાં અને ત્યારથી જીવનસરિતા સરળ રીતે વહી રહી છે. - શ્રી શાહ સાહેબના દાદા શ્રી મંગળદાસ લલ્લુભાઈ શાહ શહેર અમદાવાદમાં, રાયપુર, શામળાની પોળમાં, એક સુખી સમૃદ્ધ વહેપારી હતા, જેમની જીવન ઝરમર શ્રી શાહસાહેબના પુસ્તક “શ્રી સુભાષિત વ્યાખ્યાન સંગ્રહ’’માં વિસ્તારથી આપેલ છે. તેમને દાદાશ્રી તરફથી જૈન ધર્મના સંસ્કારો વારસામાં મળેલા અર્થાત દાદાશ્રીના સંસ્કારો પિતાશ્રી ગોકળદાસમાં ઉતરી આપેલા અને તે દ્વિગુણિત થઈ શાહ સાહેબમાં આવેલા. શ્રી શાહ સાહેબના દાદાશ્રી તથા પિતાશ્રીએ જ્ઞાન પુસ્તક પ્રકાશનમાં ઉલ્લાસભર્યો ભાગ લીધેલો અને આ વારસો શ્રી શાહ સાહેબમાં ઉતરી આવ્યો, જેથી તેમણે તેમની નિવૃત્તિ સમય ૧૯૭૬થી ૧૯૯૧ દરમ્યાન જૈન દર્શન-જ્ઞાનના પુસ્તકો છપાવી ભેટ આપવામાં સંતુલ્ય ફાળો આપ્યો છે
શ્રી કુમુદચંદ્રભાઈનો જન્મ વિક્રમ સંવત ૧૯૭૨ના ફાગણ સુદિ ૮ના થયો હતો.
તેમનો માધ્યમિક શાળાનો અભ્યાસ કાળુપુર ટંકશાળામાં ટ્યુટોરિયલ હાઈસ્કૂલમાં થયેલો. શ્રી કે. જી. શાહ આ શાળાના તેજસ્વી વિદ્યાર્થી હતા, મેટ્રીકની પરીક્ષામાં ૧૯૩૩ની સાલમાં અંગ્રેજીના વિષયમાં ૨૦૦માંથી ૧૩૫ માર્ક મેળવી આખાએ બોર્ડમાં પ્રથમ નંબરે આવેલા. એ જ રીતે તેમને ફર્સ્ટ ઇયર તથા ઈટરમાં ૧૦૦ માંથી ૮૦ ઉપર માર્ક્સ આવ્યા.
૧૯૭૬ પછીનું નિવૃત્તિજીવન : સ્વાધ્યાય, મૌન, બને તેટલું અસંગ થવું અને ૨૪ કલાકમાં ૮૧૦-૧૨ કલાક વાંચન-લેખન પ્રવૃત્તિ. કહેવાય છે કે લક્ષ્મી અને સરસ્વતી સાથે રહી શકે નહિ, પરંતુ શ્રી
શાહ સાહેબ ઉપર બન્નેની મહેર છે. તેમને કુટુંબીજનોનો સહકાર સારો મળે છે જેથી તેમના વાંચન-લેખન | કાર્યમાં ખલેલ પડે નહિ. વહેવારમાં પત્નીની સલાહ પ્રમાણે વર્તવું. (આ સુખી થવાનો માર્ગ છે.)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org