SearchBrowseAboutContactDonate
Page Preview
Page 649
Loading...
Download File
Download File
Page Text
________________ ૬007 [ જૈન પ્રતિભાદર્શન (૪) સં. ૨૦૩૯ ગીરધરનગર અમદાવાદથી પાલીતાણા શા : મિલાપચંદજી હિરાચંદજી પિંડવાલાવાળા) (૫) સં. ૨૦૪૦ શિવગંજથી રાણકપુર (૬) સં. ૨૦૪૧ પિંડવાડાથી પાલીતાણા-સંઘવી રીખબદાસ અમીચંદજી (સાથે પૂ. આ. શ્રી ભદ્રકરસૂરીજી મ. સા. હતા.) મહેતા પરિવાર (૭) સં. ૨૦૪૮ શિવગંજથી માઉન્ટઆબુ દેલવાડા-સંઘવી જુહારમલજી દેસાજી (૮) સં. ૨૦૫ર ગઢસિવાણાથી જૈસલમેર તીર્થ (૯) સં. ૨૦૫૩ ઉદયપુરથી પાલીતાણા–દોશી પ્રભુલાલ ગોરધનદાસ (૧૦) અમદાવાદથી શેરીસાતીર્થનો સંઘ પૂ. આચાર્યશ્રી ભક્તિસૂરિજી મ.સા.ના સમુદાયના ગચ્છાધિપતિ પૂ. આ.શ્રી પ્રેમસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં નીકળેલા સંઘો વડા-થરાથી શંખેશ્વર તીર્થ : શ્રી ભક્તિસૂરિ સમુદાયના ગચ્છાધિપતિ પ. પૂ. આ. શ્રી પ્રેમસૂરીશ્વરજી મ. સા.ની શુભ નિશ્રામાં સં. ૧૯૪૮માં વડા-થરાથી શ્રી શંખેશ્વર તીર્થનો છ'રીપાલિત યાત્રાસંઘ નીકળ્યો હતો. જેમાં સંઘપતિ વીરચંદ પૂંજમલ પરિવારના શ્રી જયંતિલાલ વીરચંદ, શ્રી હરગોવિંદદાસ વીરચંદ, શ્રી ચંપકલાલ વીરચંદ અને શ્રી શશીકાંત વીરચંદ શાહ વગેરેનું ભારે મોટું યોગદાન યાદગાર બની ગયું. ૧૫૦૦ યાત્રિકો સાથેનો આ યાત્રા સંઘ સાત દિવસનો હતો. હાડેચાથી સિદ્ધાચલનો યાત્રા સંઘ : સં. ૨૦૫૧માં શ્રી પ્રેમસૂરિજી મ. સા.ની નિશ્રામાં હાડેચા (રાજસ્થાન)થી સિદ્ધાચલનો ૨OO૦ યાત્રિકો સાથેનો બાવન દિવસનો યાદગાર અને ઐતિહાસિક યાત્રા સંઘ નીકળ્યો, જેના સંઘપતિ મિશ્રીમલજી ભગાજી-મુંબઈવાળા હતા. એ જ રીતે ઉદેપુરથી કેસરિયાજીનો યાત્રાસંઘ-જેમાં સંઘપતિ પ્રકાશભાઈ ચોક્સી ઉદેપુરવાળા હતા. (જ્યોતિર્વિદ્ પૂ. આ.શ્રી લબ્ધિસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં નીકળેલા સંઘો) જ્યોતિર્વિદ્ પ. પૂ. આચાર્યશ્રી લબ્ધિસૂરીશ્વરજી મ. સા.ની નિશ્રામાં અનેક છ'રીપાલિત સંઘ નીકળ્યા છે. તેમાંથી મુખ્ય સંઘોની એક સામાન્ય ઝલક. થરા નગરથી શંખેશ્વરજી મહાતીર્થનો સંઘ : ૫૦ વર્ષ બાદ વિ. સં. ૨૦૫૫માં થરાથી શંખેશ્વરજી તીર્થનો ૬ દિવસનો શાનદાર સંઘ જેઠાલાલ કરશનદાસ પરિવારે (સંઘપતિ હરગોવનભાઈ, સુરેશકુમાર રમણિકલાલ, નરોત્તમભાઈ, ડૉ. બાબુલાલ, મુક્તિભાઈ, ચંપકભાઈ, કીર્તિલાલ અને અરવિંદભાઈએ) કાઢેલ. પરમાત્માનો રથ, બગીઓ, ગજરાજ, ઘોડાઓ, બેન્ડ તેમ જ વિશાળ સંખ્યામાં સાધુ-સાધ્વીજી ભગવંતો અને ૧૭૦૦થી પણ અધિક યાત્રિકો જોડાયેલ. પ્રત્યેક ગામે જીવદયા, અનુકંપા, સાધર્મિક તેમ જ જિનમંદિર અને ઉપાશ્રયના જીર્ણોદ્ધારમાં ઉદાર હાથે દાન દ્વારા અને ત્યાંના સંઘને ભાવપૂર્વક જમણ વગેરે દ્વારા અપૂર્વ શાસનપ્રભાવના થયેલ. સંઘમાળ વગેરેની બોલીઓ રેકર્ડરૂપ થયેલ. શ્રી ૧૦૮ પાર્શ્વનાથ ભક્તિ વિહાર મહાપ્રાસાદને આ પ્રસંગે રૂા. ૧,૧૧,૧૧૧નું દાન અપેલ. સંઘવી પરિવારે કુલ ૨૦ થી ૨૫ લાખ રૂ.નો સદ્વ્યય કરી અખંડ પુણ્યોપાર્જન કરેલ. - રાધનપુર નગરથી શ્રી શંખેશ્વરજી મહાતીર્થનો સંઘ : આચાર્યભગવંતશ્રીની નિશ્રામાં શ્રીમતી મંગળાબેન ચીમનલાલ હરજીવનદાસ દલાલ પરિવારે (સંઘપતિ-જગદીશભાઈ ચીમનલાલ દલાલ અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy