SearchBrowseAboutContactDonate
Page Preview
Page 650
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ 7 [ ૬૦૧ મહેન્દ્રભાઈ) ૧૫00 થી પણ અધિક પદયાત્રીઓ સહ જિનશાસનની આન, બાન અને શાનને ચાર ચાંદ લાગે તે રીતે ભવ્ય સંઘ પ દિવસનો કાઢેલ. ઉદારદિલ સંઘવી પરિવારે સાધુ-સાધ્વી તેમ જ યાત્રિકોની ભક્તિ ભાવોલ્લાસથી ઉત્કૃષ્ટ રીતે કરેલ. પાલિતાણાથી શંખેશ્વરજી તીર્થનો સંધ : પૂજ્યશ્રીની નિશ્રામાં વિ. સં. ૨૦૩૬ના પાલિતાણાથી શંખેશ્વરજી મહાતીર્થનો અપૂર્વ સંઘ નીકળેલ, જેમાં ૪૦૦ થી ૫00 પદયાત્રીઓ હતા. - અમદાવાદથી સેરીસા તીર્થ : અમદાવાદથી સેરીસા તીર્થના આયોજક સારાભાઈ પરિવારે ૧OOO યાત્રિકો સાથેનો અજોડ સં. ૨૦૫૩માં સંઘ કાઢેલ. ભક્તિભાવ અપૂર્વ હતો. શિહોરથી પાલિતાણા : પૂજ્યશ્રીની પ્રેરક પ્રેરણા પામીને શ્રી રમણલાલ ગોકળદાસ સંઘવી પરિવારે વિ. સં. ૨૦૧૧માં ૭00 ઉપરાંત યાત્રિકો સાથેનો સંઘ કાઢેલ. ચતુર્વિધ સંઘની ભક્તિ સંઘવી પરિવારે ખૂબ સુંદર કરેલ. કરાડથી કુંભોજ તીર્થ (મહારાષ્ટ્ર) : સાત દિવસના આ સંઘમાં અપૂર્વ ઉલ્લાસમય વાતાવરણ હતું. યાત્રિકો-ભાવિકો અને સંઘપતિ પરિવારના હૃદયમાં ધર્મોલ્લાસની હેલી ચઢેલ. (સં. ૨૦૩૩). કરજતથી થાણાનો સંઘ : પાંચ દિવસના આ સંઘમાં સંઘપતિ પરિવારે ઉદાર દિલે લાભ લીધો. (સં. ૨૦૩૨.) યાત્રિકો ઘણી મોટી સંખ્યામાં હતા. કાંદીવલીથી અગાસી તીર્થનો સંઘ : કાંદીવલીથી અગાસી તીર્થનો સંઘ (પાંચ દિવસનો) ઘણા હર્ષોલ્લાસપૂર્વક નીકળેલ. શાસનપ્રભાવના પ્રસંશનીય થયેલ. સંઘભક્તિ અપૂર્વ હતી. સં. ૨૦૩૬. ઉંદરાથી રૂણી તીર્થ : વિ. સં. ૨૦૫૫ મહાવદી બીજી ૯ થી ૧૧ યાત્રા સંઘ નીકળેલ. પૂ. આચાર્યદેવશ્રી લબ્ધિસૂરીશ્વરજી મ.સા.ના શિષ્યરત્ન યુવા પ્રવચનકાર મુનિરાજશ્રી શીલરત્નવિજયજી મ. સા.ની નિશ્રામાં નીકળેલા. સંઘોની વિગત :– સિંગોલી (એમ. પી.)થી ચિત્તોડ (રાજસ્થાન) : પૂ. મુનિરાજશ્રી શીલરત્નવિજયજી મ. સા.ની નિશ્રામાં અભિષેકકુમાર રોશનલાલ મહેતાએ ૩૫૦ યાત્રિકો, પરમાત્માનો રથ, બગીઓ, ગજરાજ, ઘોડા, બેન્ડ, તેમ જ સુવિખ્યાત સંગીતકાર વગેરે સહ સાત દિવસનો સંઘ અપૂર્વ ઉલ્લાસથી કાઢેલ. શાસનપ્રભાવના અદ્ભુત થયેલ. બોલી વગેરેની આવક સુંદર થયેલ. સંઘવીનું યોગદાન યાદગાર રહ્યું. (વિ. સં. ૨૦૪૯). ચિત્તાખેડા (એમ. પી.)થી વહી પાર્શ્વનાથ તીર્થ : પૂજ્ય મુનિરાજશ્રીની નિશ્રામાં ચિત્તાખેડા . મૂ. પૂ. જૈન સંઘે ત્રણ દિવસનો ૫૦૦ યાત્રિકો સહ અભૂતપૂર્વ સંઘ કાઢેલ. પુરો માહોલ આરાધના અને ધર્મપ્રભાવનાથી મધમધતો બનેલ. તાજગી અને પ્રસન્નતા પ્રત્યેક ભાવિકો-સંઘપતિ-યાત્રિકોમાં વર્તાઈ રહેલ. વિ. સં. ૨૦૫૦. . . . S S 1 to 6 BC R S SS * S AS A Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy