________________
૬૦૨ ]
[ જૈન પ્રતિભાદર્શન
પૂ. આ.શ્રી રાજેન્દ્રસૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં નીકળેલા સંઘો)
સાંચોરથી શત્રુંજય મહાતીર્થનો સંઘ : સાંચોર (સત્યપુર) નગરથી શત્રુંજય મહાતીર્થનો સંઘ કલિકુંડ તીર્થોદ્ધારક આચાર્યશ્રી રાજેન્દ્રસૂરિજી મ. સા.ની નિશ્રામાં સંઘવી ચંદાજી અમીચંદજી કટારિયા પરિવારે કાઢેલ. આ સંઘવી પરિવારને તિલક કરવાનો ચઢાવો રૂા. ૧૦ લાખમાં બોથરા ઘમંડીરામજી જગમાલજી પરિવારે લીધેલ. આ સંઘમાં કુલ ૪૫૦ સંઘપૂજનો થયેલાં. દરેક જગ્યાએ સામૈયામાં જે બહેનો બેડાં લઈને આવતાં તેમાં રૂા. ૧૦૧ નાખતા. કુલ ૩૪ દિવસનો સંઘ હતો. દરેક ગામે સારી એવી રકમ સાધારણ ખાતામાં લખાવેલ. આ સંઘમાં ૨૩ સાધુ મહાત્મા અને ૧OO ઉપરાંત સાધ્વીજી મહારાજ હતાં. કુલ ૭૧૦ યાત્રિકો હતા. દરેકને સંઘવી તરફથી ચાંદીની થાળી અને વાટકી અર્પણ કરવામાં આવેલ. માળ વખતે શત્રુંજય ગિરિરાજ ઉપર એમના સમાજની ૭000ની પબ્લિક હતી. સંઘવી પરિવાર સંઘમાળા પહેરી સાંચોર આવેલ ત્યારે સાંચોરવાસીઓએ ભવ્ય સ્વાગત કરેલ. સમસ્ત સાંચોર નગરને (જન-અજૈન) ભોજન કરાવવામાં આવેલ. એમના સમાજના ૧૫OO ઘર; દરેક ઘરે તાંબાના બેડાં ને સાકર ભેટ કરેલ. દરરોજ આરતી-મંગલ દીવાના ચઢાવા ગજબના થયા હતા. ધોબી-હજામ જેવા સેવકો યાત્રિકોની સેવા માટે હાજર હતા. એકંદરે સેવા-ભકિત તેમ જ શાસનપ્રભાવના અદ્દભુત થયેલ.
રાનીવાડા (કલા)થી જીરાવલા તીર્થનો સંઘ : સ્વ. આ. શ્રી રત્નશેખરસૂરિજી મ. સા.ના શિષ્યરત્ન આચાર્યદેવશ્રી રત્નાકરસૂરિજી મ. સા.ની શુભ નિશ્રામાં શા. મિશ્રીમલજી માલાજી બોહરા પરિવારે સંઘ કાઢેલ. સંઘપ્રયાણ વખતે તમામ ગામવાસીઓ તથા યાત્રિકોને ચુંદડિયા સાફા પહેરાવેલ. હાથી, ઘોડા,
પ.પૂ. આ. શ્રી રત્નાકરસૂરિજી મ.સા. સાથે સંઘવી–સાકરિયા પરિવાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org