________________
અભિવાદન ગ્રંથ ]
(૨૧) શ્રી ભાવનગરથી ઘોઘાતીર્થનો છ’રીપાલક સંઘ
૨૦૫૫ ભાવનગરના ચાતુર્માસ બાદ શ્રીમતી કાંતાબહેન ૨મણિકલાલ રતિલાલ પરિવાર તરફથી આયોજિત કરવામાં આવેલ. તેમના સુપુત્ર શ્રી વિક્રમભાઈ રમણિકલાલ ભાવનગરમાં ૨૯ વર્ષથી નિસ્વાર્થભાવે પાઠશાળામાં સેવા આપી અનેક બાલક બાલિકાઓને સંસ્કાર આપી રહ્યાં છે. ૬૦૦ યાત્રિકોનો એક દિવસનો આ સંઘ હતો.
(૨૨) ભાવનગરથી શ્રી શત્રુંજયમહાતીર્થનો પ્રાચીન પદ્ધતિનો છ'રીપાલક સંઘ
૨૦૫૫માં ભાવનગરમાં અત્યંત યશસ્વી અને યાદગાર ચાતુર્માસ સંપન્ન થયું. યુવાશિબિરો આદિ અનેકવિધ અનુષ્ઠાનો થયા. શિખરરૂપ દાઠાવાલા શ્રી પ્રવિણચંદ્ર કરવરચંદ શાહ આયોજિત શ્રી શત્રુંજય મહાતીર્થનો છઃરીપાલક સંઘ પ્રાચીન પદ્ધતિનો નીકળ્યો હતો. બીજા મુકામે ૪૦૦ પ્રભાવક શિષ્યોના ગુરુદેવ પં. રશ્મિરત્નવિજયસૂરિપ્રેમના દીક્ષાશતાબ્દિ વર્ષની ઉજવણી થઈ.
આલેખન : પંન્યાસશ્રી રવિરત્નવિજયજી મ. પંન્યાસશ્રી રશ્મિરત્નવિજયજી મ.
[ ૫૯૯
પૂ. પં.શ્રી ચંદ્રશેખરવિજયજી મ.સા.ની નિશ્રામાં નીકળેલ
(૧) સં. ૨૦૪૯માં બારડોલીથી ઝગડીઆ તીર્થનો સંઘ નીકળ્યો હતો.
(૨) સં. ૨૦૫૫માં વલ્લભીપુરથી શત્રુંજ્યનો ગોળાવાળા શ્રીમતી લીલાબેન હીરાલાલ પરિવાર તરફથી ભવ્ય સંઘ નીકળ્યો હતો. જેમાં ૨૫૦૦ યાત્રિકો હતા.
(૩) ભાવનગરથી શ્રી શત્રુંજય ગિરિરાજનો પ્રાચીન પદ્ધતિનો છ'રીપાલિત સંધ
તણસાવાળા હાલ મુંબઈનિવાસી શ્રી અનિલકુમાર જગજીવન શાહ પરિવાર દ્વારા આયોજિત આ સંઘપૂજ્યપાદ પંન્યાસશ્રી ચંદ્રશેખરવિજયજી મહારાજ આદિ વિશાળ શ્રમણવૃંદની નિશ્રામાં વિ. સં. ૨૦૫૫ના મહા વદ-૧૪; તા. ૧૫-૨-૯૯ના નીકળેલ. આ આદર્શ સંઘની વિશિષ્ટતા એ હતી કે ડીઝલનું કોઈ સાધન નહીં, માઈકોનો કોઈ ઘોંઘાટ નહીં, લાઈટના કૃત્રિમ ચળકાટને બદલે ઘીના દીવડાઓ અને મશાલોનો ઝળહળાટ. સંઘપતિ દ્વારા પોતાના પરિવારના સભ્યોની વિવિધ આરાધનાઓની અનુમોદના નિમિત્તે આ છ'રીપાલિત સંઘનું આયોજન થયું હતું.
પૂ. વયોવૃદ્ધ મુનિશ્રી યોગીન્દ્રવિજયજી મ.સા. ઉપરના ત્રણેય સંઘોમાં સાથે હતા.
પ.પૂ. આ.દેવશ્રી કુલચંદ્રસૂરીશ્વરજી મહારાજાની નિશ્રામાં થયેલ છ'રી પાલિત સંઘની યાદી.
(૧) સં. ૨૦૨૭ જાવાલથી દિયાણાજી (ધાણેરાવવાલા તરફથી) (૨) સં. ૨૦૩૭ પિંડવાડાથી નાનીપંચતીર્થી-કનકરાજ જેઠમલજી ખીચા-- (૩) સં. ૨૦૩૭ પિંડવાડાથી માઉન્ટ આબ દેલવાડા તીર્થનો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org