SearchBrowseAboutContactDonate
Page Preview
Page 647
Loading...
Download File
Download File
Page Text
________________ ૫૯૮ / [ જૈન પ્રતિભાદર્શન દીઠ બે રૂા. ઇનામ અપાતું. (એક દિવસ ભીંડામાં ૨૩૨ ઇયલ નીકળી, એક દિવસ વટાણાના શાકમાં ૧૮૨ ઇયળ નીકળી. આ પદ્ધતિ કરવાથી એટલા જીવોની રક્ષા થઈ.) * ડેરીના દૂધ ને બદલે ગામડાઓનું દૂધ ભેગું કરાતું. * માવાની મિઠાઈમાં માવો બજારનો નહિ, રસોડામાં જ બનાવાતો. * આયંબિલમાં હાથથી દળેલા લોટનો ઉપયોગ ઘંટી દ્વારા * જે ગામમાં સંઘ જાય ત્યાં દેરાસરમાં પણ સુંદર આંગી અને દીવા (લાઈટ કરવાની નહિ) + યાત્રિકોની વિશેષતાઓ : થાળી-વાટકા પોતાના હાથે જ સાફ કરતા કે ઘણા યાત્રિકોએ કપડા નહીં ધોવાનો, સાબુ નહીં લગાડવાનો, શેવિંગ નહીં કરાવવાનો અભિગ્રહ કરેલો. * ૨૨ પુરુષોએ લોચ કરાવ્યો. * મર્યાદા માટે તમામ બેનોને ફરજિયાત સાડીનો વેશ અને માથે ઓઢવાનું * અઠ્ઠમના પારણે અઠ્ઠમ કરનારા તપસ્વી કે રોજ ૧૫૦-૨૦૦ આયંબિલ કે અમુક યુવાનો શુદ્ધ ભારતીય અને શ્રાવકના વેષમાં (ધોતિયુ, ઝભ્ભો, ખેસ) * પ્રતિક્રમણમાં દરરોજ અરિહંત પદની માળાના ચઢાવા, લગભગ ૧ લાખ માળાથી વધુ. * દરરોજ કીડીનાં કીડીયારાં પૂરાતાં. ગાયને ઘાસ, કૂતરાનો રોટલા, ગરીબ બાળકોને લાડવા-પંડા-સફરજન-સંતરા; યાત્રાળુઓ અને સંઘપતિ દ્વારા સ્વહસ્તે અપાતા * દેરાસર બનાવતા કારીગરોની ભક્તિ કે કૂતરા પણ દર્શનાદિમાં સાથે કે ભારતના અનેક સંઘપતિઓ જૈન અગ્રણીઓ અને ભાવિકો ખૂબ મોટી સંખ્યામાં આ અલૌકિક સંઘના ખાસ દર્શનાર્થે પધારેલ. અનેકવિધ શાસનપ્રભાવનાથી ભરપુર આ સંઘની ખ્યાતિ મુંબઈ, અમદાવાદ અને દૂર દૂર સુધી પહોંચેલ. * આ સંઘમાં સ્ટાફ સાથે ૮00ની સંખ્યા હતી. (૧૮) ગિરધરનગરથી તારંગા તીર્થનો છ'રીપાલક સંઘ ૨૦૫૩નું પૂજ્યશ્રીનું ચાતુર્માસ અમદાવાદ સ્થિત ગિરધરનગર શાહીબાગમાં થયું, ત્યારબાદ ગિરધરનગર આરાધક મંડળે તારંગાતીર્થનો ૧૨ દિવસનો છ'રીપાલક સંઘ કાઢ્યો. જેમાં ૪૦૦ યાત્રિકો હતા. (૧૯) ચામુંડેરીથી રાણકપુર તીર્થનો પ્રાચીન પદ્ધતિનો સંઘ ૨૦૫૪માં પૂજ્યશ્રીની નિશ્રામાં સંઘવી શ્રી દિલીપભાઈ માણેકચંદજી (હાલ ભાયંદર)એ નારલાઈના સંઘના અનુભવથી બીજી અનેક વિશેષતાઓને જોડીને ૧૩ દિવસનો ૫OO યાત્રિકો સાથેનો પ્રાચીન પદ્ધતિનો સંઘ કાઢેલ. તમામ પત્રિકાઓ હાથથી લખીને મોકલાવી. કાંસાના વાસણ આદિ બધું ઉપરોક્ત સંઘ મુજબ. સંઘમાળ વખતે રાણકપુરના ઇતિહાસમાં પ્રાયઃ પહેલીવાર ૨ દીક્ષાઓ પૂજ્યશ્રીના હાથે થઈ. પિંડવાડાના ગણેશમલજી મુનિશ્રી ગંભીરરત્નવિજયજી બન્યા. નોવી (ભાયંદર)ના હિતેશભાઈ મુનિશ્રી હીરરત્નવિજયજી બન્યા. (૨૦) શ્રી જયપ્રેમ--શાહીબાગથી કલિકુંડતીર્થનો છ'રીપાલક સંઘ વિ. સં. ૨૦૧પના માગસર વદ ૩ના દિવસે પૂજ્યશ્રીની નિશ્રામાં ત્રણ દિવસનો ૨00 યાત્રિકોનો [ આ સંઘ પ્રયાણ કરી અનેરી શાસનપ્રભાવનાપૂર્વક સોલ્લાસ કલિકુંડ તીર્થે પહોંચ્યો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy