SearchBrowseAboutContactDonate
Page Preview
Page 646
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૫૯૭ (૧૬) બાપલાથી જીરાવલા મહાતીર્થનો સંઘ ૨૦૫૧માં સંઘવી બાબુભાઈ મંગલાજી એક વખત જીરાવલાદાદાની યાત્રા કરવા ગયેલા. એકદમ ભાવના થઈ અને અભિગ્રહ કર્યો છ'રીપાલક સંઘ ન નીકળે ત્યાં સુધી ઘીનો ત્યાગ' પૂજ્યશ્રીની નિશ્રામાં નાનકડો છ દિવસનો પણ અત્યંત ઉદારતા સાથે ૩૫૦ યાત્રિકો સાથેનો સંઘ કાઢ્યો. (૧૭) શ્રી નારલાઈથી શ્રી શંખેશ્વર મહાતીર્થનો ઐતિહાસિક પ્રાચીન પદ્ધતિનો સંઘ સંવત ૨૦૫રમાં રાજસ્થાનના 100 વર્ષના ઇતિહાસમાં પહેલી વાર લાઈટ, માઈક અને પેટ્રોલ વગર પ્રાચીન પદ્ધતિનો ૩૬ દિવસનો ખૂબ જ શાસનપ્રભાવનાપૂર્વક સંઘવી રતનચંદ કિસ્તુરચંદ પરિવારના સંઘવી તારાચંદજીએ નારલાઈથી શંખેશ્વર તીર્થનો છ'રીપાલિત સંઘ કાઢ્યો. આ સંઘમાં પૂજ્યશ્રીના ઉંમર પ્રમાણે ૬૪ વિશેષતાઓ હતી. એમાંથી કેટલીક વિશેષતાઓ આ પ્રમાણે છે :--- * કંકોતરી ઑફસેટના બદલે હાથ બનાવટના કાગળ ઉપર છાપવામાં આવેલી. * ૩૬ દિવસમાં ૨૮ મોટા તીર્થો કે વર્ધમાન સંસ્કૃતિ ધામ (મુંબઈ)ની દર અઠવાડિયે બદલાતી યુવાનોની ટુકડીઓ અને એમનું અદ્ભુત સંચાલન * બેંડના બદલે મધુર શહેનાઈ કે પ્રાચીન સામગ્રી :–ઉજમણામાં જર્મનસિલ્વરના બદલે તમામ વાસણ પીત્તળના કે પિત્તલનો ભંડાર * માટીનો ઘંટ-માટીના ઢાંકણ-વ્હીસલ-જ્ઞાનપેટી કે પાણી ઠારવા ૨૦0 તાંબાની મોટી કથરોટો * માઈકને બદલે ઝાલર નાદ કે લાઈટના બદલે દીપક-મશાલ કે કાંસાની થાલી, ૨ વાટકીની સહુને પ્રભાવના શરૂઆતમાં જ ક ત્રાંબાનો લોટો અને ખાદીની બેગની પ્રભાવના + જ્ઞાનની આશાતના ન થાય માટે કોઈની ઉપર નામ નહિ. * ઔષધિયુક્ત તેલ કે સનમાઈકાના ટેબલના બદલે વાંસનાં ટેબલ * કાર્યાલયમાં ટેબલ-ખુરશીના બદલે પ્રાચીન પદ્ધતિ અનુસાર ગાદી તકિયા * સામાનની હેરાફેરી માટે બાવન ઊંટગાડીઓ + એશિયાનું પ્રસિદ્ધ “અલીબાબા' અશ્વ + જોધપુર નરેશ દ્વારા સંઘનું અભિવાદન * ઝંડા-નગારાયુક્ત ૩ ઘોડા અને હાથી કે રોજ ભૂમિપૂજન વિધિ કે જ્ઞાનની આશાતનાથી બચવા અક્ષરવાલા બિલ્લા ને બદલે કાપડના ફૂલ + આંગી હેતુ શુદ્ધ સોના-ચાંદીના વરખ * પાણી દરેક ટૅટમાં પહોંચાડવામાં આવતું. * યુવાનો સ્તવન-ભક્તિ કરતાં વ્યવસ્થા માટે આગળના મુકામે જાય * સ્વદ્રવ્યથી આંગી કરવા દરરોજ જુદા-જુદા ટેન્ટના યાત્રિકો દ્વારા સ્વહાથે આંગીનો શણગાર * સવારે યુવાનો ગાતા-નાચતા ગ્રામપ્રવેશ કરાવે કે દરરોજ સાંજે સામૂહિક ચૈિત્યવંદન અને સંધ્યાભક્તિની રમઝટ * જયણાપાલન + પરાત-લાકડા-ભઠ્ઠી દરેકનો પૂંજ્યાં પછી જ ઉપયોગ * સૂર્યોદય પછી જ ભઠ્ઠી ચાલુ કે રાતે રસોઈ-પાણી કે ચા કાંઈ પણ બનાવવાનું નહિ * રસોઈયાનો ડબલ સ્ટાફ * રસોઈયાઓને પણ રાતે ચા પીવાનું બંધ કે દરેક યાત્રિકને ફરજિયાત છ'રી પાલન અને એકાસણું અનિવાર્ય. સ્ટાફની વ્યક્તિઓને પણ રાત્રે ખાવાનું બંધ. * સાંજે ૬ વાગે રસોડું બંધ * પાણી ગાળીને જ ઉપયોગમાં લેવાનું કોઈપણ પાણી અળગણ વપરાઈ ન જાય એની પૂરી તકેદારી રખાઈ કે દરેક નળ ઉપર ગરણ મહેમાનો માટે પણ ઉકાળેલું પાણી જ.કાચા પાણીનો ભોજનમંડપમાં પ્રવેશ જ નહિ. * દરેક મંડપમાં ચૂનાના પાણીની વ્યવસ્થા કે દરેકને ચૂનાની સુતરાઉ થેલી (પ્લાસ્ટીકનો બિલકુલ ઉપયોગ નહિ) * શાક સુધારતી વખતે એકાગ્રતા લાવવા ઈયલ S3. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy