________________
પ૯૬ ]
[ જૈન પ્રતિભાદર્શન
હા,
રો.
ઐતિહાસિક છે'રી પાલકસંઘમાં પૂ. આચાર્યદેવશ્રી ગુણરસૂરિજી મ.સા.
અને સંઘવી તારાચંદજી ભેગમલજી તથા કાર્યકર્તાઓ.
રશ્મિભાઈ (એન્ટવર્પ) દાનવીરશ્રી દીપચંદ ગાર્ડ આદિના હાથે. દાદાની યાત્રા પૂજા માટેની કલ્પનાતીત લાઈન--રામપોળ સુધી (ત્યાંના પહેરેગીરના શબ્દોમાં આવી લાંબી લાઈન આજ સુધી અમે કદી જોઈ નથી). બપોરે ૮૦૦ સાધુ-સાધ્વીના ઉપકરણ ભક્તિ. સાંજે તળેટીમાં હજારો દીવાઓની સામૂહિક આરતી. કુમારપાલ રાજાના પરિવેશમાં સંઘવી ભરૂમલજી, સંઘવણ સુંદરબેન, સંઘપતિ તારાચંદજી, બબિતાબેન, સંઘપતિ મોહનભાઈ-ભારતીબેન, સંઘપતિ લલિતભાઈ-ચંદ્રાબેન, ધનેશ, રોશન, નિસર્ગ આદિ તમામ લોકો ઊભા હતાં. જય શત્રુંજય, જય આદિનાથ, જય જયશ્રી શત્રુંજયના ગગનભેદી નારાઓ ચારે બાજુ ગુંજી રહ્યા હતા. ત્રીજા દિવસે માલારોપણ મહોત્સવ દાદાના દરબારમાં ઉજવાયો. સંપૂર્ણ પાલીતાણાનું જમણ રાખવામાં આવેલ. તમામ યાત્રિકોને ચાંદીની સુંદર પેટી (૧૭00 થી ર૦OOની) પ્રભાવનારૂપે આપવામાં આવી બસથી કચ્છ ભદ્રેશ્વરની યાત્રા કરાવી. જેની પુસ્તિકા પં રવિરત્નવિજયજીએ પ્રગટ કરી છે. “એક સંઘ ચલાયોભારી” આ સમય હતો સં. ૨૦૫૦નો પોષ મહીનો. (૧૫) સુરેન્દ્રનગરથી શ્રી શત્રુંજય મહાતીર્થનો છરીપાલક સંઘ
૨૦૫૦માં પૂજ્યશ્રીનું ચાતુર્માસ સુરેન્દ્રનગરમાં સુંદર રીતે થયું. ત્યારબાદ પૂજ્યશ્રીની શુભનિશ્રામાં ૧૫ દિવસનો ૪૦૦ યાત્રિકો સાથેનો યાદગાર સંઘ નીકળ્યો. જેના મુખ્ય સંઘપતિ બનવાનો લાભ સંઘવી ભેરમલ હુકમાજી (માલગાંવ) અને ઉપસંઘપતિ બનવાનો લાભ એસ. એમ. જવેલર્સ (મુંબઈ) તેમ જ સુરેન્દ્રનગરાદિ સ્થળોના અનેક ઉદાર શ્રેષ્ઠીઓએ આ સામૂહિક સંઘમાં સંઘપતિ બનવાનો લાભ લીધો હતો.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org