SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1176
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૧૨૭ સ્વર્ગસ્થ શ્રી બાબુભાઈ જૈન સમાજના કર્મઠ કાર્યકર્તા હતા. શ્રી નારણપુરા-આદિશ્વર શ્વે) મૂ૦ જૈન સંઘના પ્રમુખ હતા. જીવદયામાં વિશેષ રસ લેતા હતા. રાણા દેરાસરમાં ધજા ચડાવવાનો આદેશ તેમણે લીધેલો. ફાગણ સુદી-૧૩ ઉપર તેમનો પાલ પણ અચૂક હોય જ. છેલ્લા દાયકામાં ઘણી મોટી રકમની ઉદાર સખાવતો તેમના પરિવાર દ્વારા થઈ છે. આ કાર્યમાં શ્રીમતી મુક્તાબહેને ઘણી પ્રેરણા આપી છે. ભારતના મોટાભાગના જૈન તીર્થોની યાત્રા કરી આવ્યા. વલ્લભીપુરમાં સાધુ-સાધ્વીઓની વૈયાવચ્ચ માટેની સુંદર સગવડ ઉભી કરવામાં શ્રી બાબુભાઈનું ઘણું મોટું યોગદાન છે. સિહોર પાસે ટાણાસંઘના સક્રિય કાર્યકર્તા હતા. શ્રી શત્રુંજયગિરિરાજની જય તળેટીમાં રંગમંડપ માટે ટાણા જૈનસંઘે રૂ. ૧૮ લાખ શેઠ આ.ક. પેઢીને આપ્યા તેમાં શેઠશ્રી શ્રેણિકભાઈ સાથે નક્કી કરાવી આપવામાં સ્વ.શ્રી બાબુભાઈ મોખરે હતા. પાલીતાણાથી શ્રી યશોવિજય જૈન ગુરુકુળ શ્રી બી. એલ. ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ડોલોજી-દિલ્હી, હિંસાનિવારણ સંધ-અમદાવાદ વગેરે સંસ્થાઓ દ્વારા સમાજની ઘણી મોટી સેવા કરી છે. જે ચિરસ્મરણીય બની રહેશે. શ્રી જીતેન્દ્રભાઈ બાબુલાલ શાહ શ્રી જીતેન્દ્રભાઈને બાળવયથી જ વૈરાગ્ય પ્રતિ વલણ હોવાથી ધાર્મિક અભ્યાસમાં ખૂબ જ આગળ નીકળી ગયાં. એમનો જન્મ સિહોર પાસે ખારી ગામમાં સં. ૧૯૬૦ના ડીસેમ્બરમાં થયો. પ્રાથમિક અને માધ્યમિક શિક્ષણ અમદાવાદમાં કર્યું. મેટ્રીક સુધી અભ્યાસમાં ફર્સ્ટક્લાસ ફર્સ્ટ જ હોય––આ એમની તેજસ્વીતા. સમય જતા સાધુ ભગવંતોના સંસર્ગમાં આવતા રહ્યાં. તત્ત્વજ્ઞાન વિના ચારિત્ર્ય ન શોભે એવી વાત મનમાં પાકી થઈ. પાલીતાણામાં વસતા તેમના મામા શ્રી મનસુખલાલ હરીચંદની પ્રેરણાથી ધાર્મિક અભ્યાસની શરુઆત કરી. છ કર્મગ્રંથ સુધીનો અભ્યાસ પૂ. આ.શ્રી કલ્પજયસૂરિજી મ.સા પાસે કર્યો. પંડિત બેચરદાસ પાસે વ્યાકરણ અને ન્યાયનો અભ્યાસ કર્યો. સંસ્કૃત સાથે બી. એ.માં ફર્સ્ટક્લાસ ફર્સ્ટ આવ્યા. ત્રણ સુવર્ણચંદ્રકોની પણ નવાજીશ થઈ. બનારસ વિશ્વ વિદ્યાલયમાં જૈન ધર્મના વધુ અભ્યાસાર્થે ગયા. સંસ્કૃત દર્શનશાસ્ત્ર સાથે એમ. એ.માં ફર્સ્ટક્લાસ ફર્સ્ટ મેળવી સુવર્ણચન્દ્રકોના અધિકારી બન્યા અને પછી તો જૈન ફિલોસોફી ઉપર પીએચ. ડી. કરવાની તૈયારી આરંભી શ્રેષ્ઠિવર્યશ્રી કસ્તુરભાઈના ભત્રીજા શ્રી અજયભાઈએ તેમનામાં ખૂબ જ અંગત રસ લીધો છે. ન્યાયશાસ્ત્રના પ્રકાંડ પંડિતો સાથે આજે પણ તેઓ સતત સંપર્કમાં છે. ન્યાયના અધ્યયન સાથે બૌદ્ધ ધર્મનું પણ જ્ઞાન બનાસના એક પંડિતજી પાસે લીધેલ છે. એમની ઋજુતા અને મૃદુતાને વંદન કર્યા વગર રહી શકાતું નથી. હાલમાં તેઓ સરદાબેન ચીમનભાઈ એજ્યુકેશનલ રિસર્ચ સેન્ટરના ડાયરેક્ટર છે. સમગ્ર જૈન આગમનું કોમ્યુટરાઈઝેશન આ સંસ્થા દ્વારા કરવામાં આવ્યું છે તથા જૈન ધર્મના લેખોનું અને જૈન ઇતિહાસ જેવા મહત્વપૂર્ણ પ્રોજેક્ટ ઉપર કામ કરી રહ્યા છે. અનેક ગ્રંથોનું સંપાદન-પ્રકાશન પણ તેમના માર્ગદર્શન હેઠળ ચાલે છે. હાલમાં તેઓ અમદાવાદની લાલભાઈ દલપતભાઈ ભારતીય સંસ્કૃત વિદ્યા મંદિર સંસ્થાના નિર્દેશક તરીકેની સેવા પણ આપી રહ્યા છે. જૈનધર્મ અને તુલનાત્મક ધર્મ-દર્શન ઉપર અનેક લેખો લખ્યા છે જે ભારતના જુદી જુદી અનેક પત્રિકાઓમાં પ્રકાશિત થયેલ છે. For Private & Personal Use Only Jain Education International www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy