SearchBrowseAboutContactDonate
Page Preview
Page 1175
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૨૬ ] જૈન પ્રતિભાદર્શન ઉપાશ્રયમાં અને માતુશ્રીની સ્મૃતિમાં વડા પક્ષીઘરમાં મુખ્ય દાતા (પરિવાર સાથે). રૂની તીર્થમાં કાંતા-કંચન ધર્મશાળામાં ભાઈ સાથે રહીને મુખ્ય નામનું દાન. આ ઉપરાંત નાના મોટા દાન. તેમ જ ગુપ્તદાન પણ કરતાં જ હોય છે. સાધર્મિકો પ્રત્યે અપાર લાગણી ધરાવે છે. સુશ્રાવક શ્રી હરગોવિંદભાઈ એટલા સદ્દભાગી છે કે તેમના પિતાશ્રી વીરચંદભાઈ સમાજ અને ગામના અગ્રણી હતા. મોટા ભાઈ ચીમનભાઈ સમગ્ર કાંકરેજ તાલુકામાં લોખંડી વ્યક્તિ તરીકેની પ્રતિભા ધરાવતા. વડીલબંધુ જયંતીભાઈ (જ. વી. શાહ) રાજકારણમાં સક્રિય છતાં રાત્રિભોજન, કંદમૂળ ત્યાગ, નવકારશી. સવારે ૬ થી ૮ મૌન. ગામના સરપંચ, કાંકરેજ તાલુકા પંચાયતના પ્રમુખ. બનાસકાંઠા જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન. બે વખત ધારાસભ્ય. છેલ્લે પાર્લામેન્ટમાં કૃષિ મંત્રી તરીકે ચૂંટાયા. ગુજકોમાસોલ અને નાફેડ જેવી વિશાળ સહકારી સંસ્થાઓના ચેરમેન વર્ષો સુધી તેમ જ બનાસ બેંકના ચેરમેન રહી સેવા આપી. પરિવારમાં પણ ધર્મપત્ની, પુત્રવધુઓ, પૌત્રો-પૌત્રીઓ. વર્ષીતપ, પાંચસો સળંગ આયંબિલ, ૧૦૮ આયંબિલ, સિદ્ધિતપ, અઢાઈ આદિ તપ કરેલ. કુટુંબ ધર્મ પ્રત્યે અવિહડ રાગ છે. પૂ. આચાર્ય ભગવંત પ્રેમસૂરીશ્વરજી મહારાજની હરગોવિંદભાઈ ઉપર અપાર કૃપા દૃષ્ટિ છે. પૂ. આચાર્યશ્રીના નામ સ્વાથ્યના જરા પણ સમાચાર મળે તો દોડી જાય. ગુરુદેવને શાતા કેમ રહે એ જ ભાવના. મહિનામાં ૨૫ દિવસ તો શાસન-સમાજના કાર્યો અંગે બહાર ફરતાં જ હોય. ગમે ત્યાં જાય પણ પોતાની ધર્મપ્રવૃત્તિ-ક્રિયા ચૂકે નહિ. આરાધનાના ઉપકરણ, નવકારવાળી, જ્ઞાનભંડાર, રોજ નવા સ્તવન-સજઝાય--થોય કરવી ને બોલવી. ૬૭ વર્ષની ઉંમરે પણ અટલ વ્યક્તિત્વ ધરાવતી વ્યક્તિ હરગોવિંદભાઈ સંપૂર્ણ રીતે જિનશાસનના રસિયા છે. પોતાનું જીવન પરમાર્થે કેમ વપરાય તેવો નિઃસ્વાર્થ ઝંખનામય આત્મા છે. સ્વ. શ્રી બાબુલાલ અમૃતલાલ શાહ . શાસનરક્ષા, તીર્થરક્ષા, જીવદયા અને સમ્યજ્ઞાન પરત્વે અનન્ય અભિરુચિવાળા સ્વશ્રી બાબુભાઈનું મૂળવતન ખારી (પાલીતાણા પાસે) પણ છેલ્લા ત્રણ દાયકાથી અમદાવાદને કાર્યક્ષેત્ર બનાવ્યું. એક ધર્મસંપન્ન પરિવારમાં તેમનો જન્મ થયો. ધાર્મિક વાતાવરણમાં જ એમનો ઉછેર થયો. સાત ગુજરાતી સુધીનો જ અભ્યાસ પણ કોઠાસૂઝ ગજબની હતી. આમ જોઈએ તો એમનું જીવન સંઘર્ષ અને સફળતાનું જીવંત ઉદાહરણ ગણી શકાય. ઘણા તાણાવાણામાંથી પસાર થયા છતાં તેમના મુખ ઉપર હંમેશાં સંતોષનું સ્મિત જોવા મળતું. શ્રી બાબુભાઈએ ચિંતનાત્મક એવું ધાર્મિક સાહિત્યનું પુષ્કળ વાંચન નાની ઉંમરમાં કરી લીધું. ચાલીસ વર્ષની ઉંમર પછી ભાઈઓના આગ્રહને લીધે કુટુંબ સાથે અમદાવાદ આવ્યા. અમદાવાદમાં ધંધાના વિકાસની સાથે સાથે શ્રી બાબુભાઈએ સમાજસેવા અને ધાર્મિક આયોજનોમાં પોતાની શક્તિસેવા સમર્પિત કરી. તેમની સીત્તેર વર્ષની ઉંમર સુધીમાં ઘણી સંસ્થાઓ સાથે સંકળાયેલા રહીને ભારે મોટી શાસનસેવા કરી છે. હમણાં જ થોડા સમય પહેલા તા. ૧૮-૩-૯૧ના રોજ સમાધિપૂર્વક સ્વર્ગવાસ પામ્યા. અનેક સંસ્થાઓએ તેમને ભાવભરી શ્રદ્ધાંજલી અર્પી હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy