________________
૧૧૨૮ ]
[ જૈન પ્રતિભાદર્શન ( શ્રી લહેરચંદ છોટાલાલ મહેતા
ભાવનગરમાં સાહસિક વૃત્તિથી વેપાર-વાણિજયનો ઓદ્યોગિક ક્ષેત્ર દ્વારા ભવ્ય ઉત્કર્ષ સાધવામાં ગણનાપાત્ર ફાળો આપનાર તથા ધાર્મિક આયોજનોમાં સેવા-સખાવતો દ્વારા જેન સમાજમાં જાણીતા બનેલાં શ્રી લહેરૂભાઈ મહેતા મૂળ અમરેલીના વતની પણ ઘણાં વર્ષોથી ભાવનગર સ્થિર થયાં.
અમરેલીના હંસરાજ માવજી મહેતાના વારસદારોમાંના તેઓશ્રી એક ગણાય છે. જૂના ગાયકવાડ રાજ્યના અમલમાં શ્રી હંસરાજ મહેતાએ પોતાની સર્વતોમુખી પાત્રતાને દીપાવી ચોગરદમ ખ્યાતિ મેળવેલી. અમરેલીના જેઠા કુરાવાળાની ધીકતી વેપારી પેઢી. તેમની મુખ્ય પેઢી ચિત્તળમાં રહેતી હતી.
| ગાયકવાડી ગામોના ઇજારા રાખતા. તેમને ત્યાં ભારે રજવાડી દમામ અને ઠાઠમાઠ હતો. જેઠા કરાવાળાને ત્યાં તેમનો એક ભાણેજ માવજી મહેતા જેઓ મૂળ જૂનાગઢ પાસે મજેવડીના વતની હતા. માવજી મહેતા રાજકાજમાં ભારે પાવરધા અને કુશાગ્ર બુદ્ધિ ધરાવતા હતા. એ જમાનામાં વાલા વાઘેર અને રૂડા રબારી જેવા જાલીમ બહારવટિયાઓને એમણે ઝેર કર્યા હતા. માવજી મહેતાનો વહીવટી અમલ એટલે જૂની અને નવી પદ્ધતિનો સંધિકાળ. જૂના જમાનામાં રાજાઓ ગામો ઇજારે આપતા. એમણે એ પદ્ધતિ બંધ કરાવી. ખેડૂતોને સુખી અને આબાદ બનાવ્યા. ઈજારાશાહી વહીવટનો અંત લાવનાર માવજી મહેતા ગાયકવાડ સરકારના સ્થંભ સમાન હતા. જૈન સમાજના એક આગેવાન જાજરમાન પ્રતિભાસંપન્ન વ્યક્તિ હતા. એ પરિવારના સંસ્કારો ઉત્તરોત્તર શિસ્તબદ્ધ રીતે જીવન-ઘડતરમાં ખીલી રહે તે સ્વાભાવિક છે.
બી. એસ. સી. એન્જિનિયર થયેલા શ્રી હેરૂભાઈ આધુનિક યુગપ્રવાહ પ્રમાણેના નૂતન અભિગમો વડે ૧૯૬૨-૬૩માં ફ્રેન્ચ ફેલોશિપથી આઠ માસ માટે ફ્રાન્સના પ્રવાસે ગયેલા. ૧૯૭૩માં જાપાનઅમેરિકા, ૧૯૭૪-૭૬માં પણ અમેરિકાના વખતોવખત પ્રવાસે જઈને જ્ઞાન-અનુભવનું પુષ્કળ ભાથું મેળવ્યું. ભાવનગરમાં ઔદ્યોગિક એકમની શુભ શરૂઆત ૧૯૭૦થી કરી જેમાં ક્રમે ક્રમે પ્રગતિ સાધી. - નિયમિત સેવા-પૂજા-દેવ-ગુવંદન અને ધર્મક્રિયાઓમાં તેમનું આખુંયે કુટુંબ ચુસ્ત રીતે રંગાયેલું છે. શ્રી હેરૂભાઈના નાનાભાઈ ડૉ. ભૂપતભાઈ મહેતાએ ઇંગ્લેન્ડમાં અભ્યાસ કર્યો. હાલ મુંબઈમાં પોતાની પ્રાઈવેટ હોસ્પિટલ ચલાવે છે. કેનેડા, શિકાગો, જાપાન, વોશિંગ્ટન વગેરે દેશોમાં તેમ જ ઓલ ઇન્ડિયા મેડિકલ એસોસિએશનના ટ્રેઝરર છે. સ્કોલર હોલ્ડર અને ઉચ્ચ પ્રતિભા ધરાવે છે. ૪૦ વર્ષના નાનાભાઈ શ્રી શશીકાન્તભાઈ મુંબઈમાં હાર્ડવેર લાઈનમાં છે. સૌથી નાનાભાઈ શ્રી રવિન્દ્રભાઈ ભાવનગરમાં તેમની સાથે ધંધામાં. ખાનદાની ખુમારી અને ખેલદિલીના ખમીરને સાચા અર્થમાં દીપાવનાર મહેતા કુટુંબ આપણા સૌની વંદનાને પાત્ર બન્યું છે. શ્રી ધરણીધર ખીમચંદ શાહ (કોળીયાકવાળા)
જૈન શાસન, જૈન ધર્મભક્તિમાં શ્રદ્ધા ધરાવનાર વિનય, વૈયાવચ્ચ અને સમર્પિતતા જેવા ગુણોને લઈને જેમનું વ્યક્તિત્વ હંમેશા ઉજ્જવળ રહેલ તેવા શ્રેષ્ઠીવર્ય શ્રી ધરણીધરભાઈ ખીમચંદ શાહ મૂળ
સૌરાષ્ટ્ર પાસેના પ્રાચીન સ્થળ કોળીયાક ગામના વતની હતા. તેમના જીવનનો મુખ્ય સમયકાળ મુંબઈમાં ( જ વ્યતિત થયેલ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org