SearchBrowseAboutContactDonate
Page Preview
Page 680
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૬૩૧ ખીમાએ પોતાની ભાર્યા ખેતલદે મુખ્ય વહુ પુત્ર સંગ્રામ સહિત, સ્વશ્રેયાર્થે શ્રી ધર્મનાથબિંબ કરાવી તેની પ્રતિષ્ઠા કરી. ૧૪૭૬ (૧) માગશર સુદ ૧૦ના રવિવારે ઉકેશ જ્ઞાતીય સા. ભડા ભા. રામી, પુત્ર સા. ખીમા ભા. રૂડી સુત સા. નામસિંહ ભા. મટકુ. ભાર્યા નામલદે પુત્ર રત્નપાલ સહિત, સકલ કુટુંબ શ્રેયાર્થે શ્રી મુનિસુવ્રતસ્વામી બિંબ પ્રમુખ ચોવીસી કરાવી તેની પ્રતિષ્ઠા સૂરિ દ્વારા કરવામાં આવી. (૨) વૈશાખ વિદ ૧ના શનિવારે ઉકેશવંશે વ્યવ. ચાહડ સુત આસપાલ સુત કૂતાં સુત મંત્રી ચરકા ભા. પાલ્હણદે. તેમના પુત્ર મં. કોહા, મં. નોડા, મં. ખીદાએ પોતાનાં માતાપિતાના શ્રેયાર્થે ચોવીસ જિનપટ્ટ કરાવ્યું. (૩) એ જ દિવસે મં. રાજાએ શ્રી પાર્શ્વનાથ બિંબ કરાવી તેની પ્રતિષ્ઠા કરી. ૧૪૮૧ (૧) માઘ સુદિ પના સોમવારે ઉકેશવંશી સા. પૂના ભા. મેરૢ તેમના પુત્ર સા. સોમલ શ્રાવકે પોતાના શ્રેયાર્થે શ્રી સુમતિનાથ બિંબ કરાવ્યું, તથા તેની પ્રતિષ્ઠા સુશ્રાવક પ્રવરે કરી. (૨) ફાગણ દિ ૬ના ગુરુવાર......સુત લાખા ભા. ઝબકુ....સૂલેસર સુત મેરાં, લખમણ, ધનપાલ સહિત.......શ્રી શાંતિનાથ બિંબ કરાવી તેની પ્રતિષ્ઠા કરી. (૩) વૈશાખ વિદ ૮ના શુક્રવારે ઉકેશવંશી મણી સા. પાસડ ભા. પાલ્હણદેવી સુત સા. સિવાએ સા. સિંધા પ્રમુખ પોતાના ચાર ભાઈઓ સહિત સ્વશ્રેયાર્થે શ્રી આદિનાથ બિંબ કરાવ્યું તથા સંઘે તેની પ્રતિષ્ઠા કરી. ૧૪૮૨ ફાગણ......રવિવારે ઉકેશ જ્ઞાતીય સંઘવી સહકલ ભા.........ણ શ્રી આદિનાથ બિંબ કરાવી તેની પ્રતિષ્ઠા કરી. ૧૪૮૩ (૧) દ્વિતીય વૈશાખ વિદ પના ગુરુવારે શ્રીમાલ જ્ઞાતીય મહાજનીય મહં. સાંગા ભાર્યા સુહડાદે પુત્ર નીંબાએ પોતાના પિતાના શ્રેયાર્થે શ્રી સુમતિનાથ બિંબ કરાવ્યું તથા તેની સંઘે પ્રતિષ્ઠા કરી. (૨) એ જ દિવસે પ્રાગ્ધાટ જ્ઞાતીય વ્ય. ખીમસી ભા. વ્ય. જેસાએ પુત્ર વીકન, આસા સહિત શ્રી મુનિસુવ્રત બિંબ કરાવ્યું તથા તેની સંઘે પ્રતિષ્ઠા કરી. (૩) વૈશાખ વદ ૧૩ના ગુરુવારે એશવંશીય દુઘડગોત્રીય સાહ લખમસી, સાહ ભીમલ, સાહ દેવલ, સાહ સારંગ, સાહ ઝાઝા ભાર્યા બાઈ મેધું સાહ પૂંજા, ભજાએ જીરાવલા તીર્થના ૨૮મી દેવકુલિકા કરાવી. (૪) એ જ દિવસે, એ જ કુટુંબના સાહ લખમસી, સાહ ભીમલ, સાહ દેવલ, સાહ સારંગ સુત સાહ દોસા ભાર્યા લખમાદે, સાહ ચાંપા, સાહ ડૂંગર, સાહ મોખાએ જીરાવલા તીર્થની ૨૯મી દેવકુલિકા કરાવી. (૫) એ જ દિવસે, એ જ કુટુંબના સા. સારંગા ભાર્યા પન્નાપદે પુત્ર દોસા ભાર્યા લખમાટે સા. ચાંપા સા. ડૂંગર સારંગ સુત સા. ઝાંઝા ભાર્યા કઉતિગદે પુત્ર પૂજાએ જીરાવલા તીર્થની ૨૯મી દેવકુલિકા કરાવવામાં સહાય કરી. (૬) એ જ દિવસે, પાટણના વતની ઓશવાળ જ્ઞાતીય મીડિયા સા. સંગ્રામ સુત સા. લખમણ સુત સા. તેજા ભાર્યા તેજલદે તેમના પુત્રો સા. ડીડા, સા. ખીમા, સા. ભૂરા, સા. કાલા, સા. ગાંગા, સા. ડીડા, સુત સા. નાગરાજ, સા. કાલા, સુત સા. પાંસા. સા. જીવરાજ, સા. જિષ્ણદાસ, સા. તેજા, દ્વિતીય ભ્રાતા સા. નરસિંહ ભાર્યા કઉતિગદે તેમના પુત્રો સા. પાસદત્ત, સા. દેવદત્તે જીરાવલા તીર્થની ૩૦ મી દેવકુલિકાદિ ત્રણ કુલિકાઓ કરાવી. (૭) એ જ દિવસે એ જ કુટુંબના સા. સંગ્રામ સુત સા. સલખણ સુત સા. તેજા ભાર્યા તેજલદે, તેમના પુત્રો સા. ડીડા, સા. ખીમા, સા. ભૂરા, સા. કાલા, સા. ગાંગા, સા. ડીડાસુત સા. નાગરાજ, સા. કાલા સુત સા. પાસા સા. જીવરાજ, સા. જિણદાસ, સા. તેજા દ્વિતીય ભ્રાતા સા. નરસિંહ ભાર્યા કઉતિગદે, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy