________________
અભિવાદન ગ્રંથ /
[ ૭૮૭
'ધમત્યાનમાં યોગદાન આપનાર સંસ્કારમૂર્તિઓ
મૂઠી ઊંચેરા માનવ તરીકે જેઓએ પોતાનું જીવન જીવીને જગતના ચોકમાં જૈનશાસનની ગરિમાને ચાર ચાંદ લગાડ્યાં છે. તેઓના જીવનમાં આપણને વિલક્ષણ બુદ્ધિ-પ્રજ્ઞાનો, અપ્રતીમ પુરુષાર્થનો અને જાજરમાન પ્રતિભાનો ત્રિવેણી સંગમ અવશ્ય જોવા મળે. આ વિલક્ષણ બુદ્ધિના પ્રભાવે ભલભલા માથાભારે તત્ત્વોને રમતાં રમતાં અંકુશમાં લઈ શકે, પુરુષાર્થીના પ્રભાવે યુદ્ધભૂમિમાં-રણમેદાનમાં ભલભલા યોદ્ધાઓના છક્કા છોડાવી દે, પોતાની પ્રતિભાના પ્રભાવે ગમે તેવી આંટી-ઘૂંટીમાં પણ સ્વસ્થતા જાળવી રાખે' વિકટ અને વિષમ પ્રસંગમાં પણ જરા યે વિચલિત થયા વિના કુશળતાથી રસ્તો કાઢે. એનું વર્તન એવું તો વિલક્ષણ હોય કે કોઈ તે અંગેનો કયાસજ કાઢી ન શકે.
સમયાંતરે થયેલા જુદા જુદા દેશના અને જુદા જુદા રાજ્યના મહામંત્રીઓ આ અદ્દભુત ત્રિવેણી સંગમનું જવલંત ઉદાહરણ પૂરું પાડે છે. જેમના જીવનના પ્રભાવે જેન શાસનની અનેરી ગૌરવગાથાઓ રચાઈ છે એટલું જ નહિ જેનેતરોએ પણ જૈન શાસનની ગૌરવગાથા ગાઈ છે.
જૈન શાસનનું ગૌરવ વધારનાર એવા નામી-અનામી-પ્રજ્ઞા-પુરુષાર્થપ્રતિભાના ત્રિવેણી સંગમ સ્વરૂપ સૌ ભાગ્યશાળી મહાનુભાવોને હૈયાના ભાવપૂર્વક નમસ્કાર.
- સંપાદક
મુંબઈનું એક અતિદર્શનીય સુંદર અને ભવ્ય મંદિર શ્રી
આદિશ્વરજી જિનાલયના સર્જનહાર શેઠશ્રી બાબુ અમીચંદજી પનાલાલજી તથા જિનાલયના પ્રેરણાદાતા
શેઠાણીશ્રી કુંવરબાઈ અમીચંદજી મુંબઈ ભારતનું એક મહાનગર અને વ્યાપાર ધંધા ઉદ્યોગનું મોટું મથક છે. જ્યાં આજથી સીત્તેર વર્ષ પહેલાં ધર્માત્મા સુશ્રાવક બાબુ અમીચંદ પનાલાલે વાલકેશ્વરના રીજ રોડ ઉપર પોતાના પરિવારના અને શ્રીસંઘના આત્મકલ્યાણાર્થે અને જૈન સંસ્કૃતિને ટકાવી રાખવા માટે શિખરબંધી ભવ્ય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org