SearchBrowseAboutContactDonate
Page Preview
Page 440
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] જોધપુરના દાનવીર દીવાન જયમલજી મુહણોત શા. જયમલ મુણોતે લોદી અને જાલોર પરગણાના હાકેમ તરીકે સારી નામના મેળવી, આથી જોધપુરના રાજા ગજસિંહે તેને જોધપુર બોલાવી સં. ૧૬૮૬માં દીવાન બનાવ્યો. સં. ૧૬૮૭માં મારવાડ અને ગુજરાતમાં ભયંકર દુકાળ પડતા દીવાન જયમલે ઘણું ધન વાપરી જનતાને મોટી રાહત આપી. લોકોએ તેને ‘જગડુશાહ' તરીકે બિરદાવ્યો. તેણે સં. ૧૬૮૧માં પં. જયસાગરજી ગણીના હાથે અને સં. ૧૬૮૬માં આ૦ વિજયદેવસૂરિના હાથે અંજનશલાકા તથા પ્રતિષ્ઠા કરાવી. જાલોર, સાચોર, જોધપુર અને શત્રુંજયતીર્થમાં નવાં જિનમંદિરો બંધાવ્યાં અને તેમાં ઉક્ત અંજનશલાકા કરેલી પ્રતિમાઓની પ્રતિષ્ઠા કરાવી. તેણે જાલોર પાસેના સ્વર્ગગિરિ પહાડ પરના ભ૦ મહાવીરસ્વામીના કુમારવિહાર, ચૌમુખજી વગેરે ત્રણ જિનાલયનો તેમ જ નાડોલના ભ૦ પદ્મપ્રભુ દેરાસરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. જાલોરના તપાવાસમાં ઉપાશ્રય બનાવ્યો. તેની પત્નીઓએ પણ પ્રતિષ્ઠાદિનાં ધર્મકાર્યો કર્યાં. તેના પુત્રો પૈકી નેણસી મુહણોતે ‘નેણસીરી ખ્યાત’ નામે ગ્રંથ રચ્યો જે આજે મારવાડના ઇતિહાસ માટે પ્રામાણિક હકીકતો પૂરી પાડે છે. જુદા જુદા વંશો અને તેમનાં સ્તુત્ય ધર્મકાર્યો : કંથકોટના શેઠ વરણાગનો વંશ : શ્રીમાલી જ્ઞાતિમાં વિયદુ નામે બહુ યશસ્વી શેઠ હતો. તેણે સંઘભક્તિ કરવા સાથે દેરાસર, વાવ, દાનશાળા, પરબ વગેરે બંધાવ્યાં હતાં. તે કચ્છના કંથકોટમાં રહેતો હતો. તેને વરણાગ નામે પુત્ર હતો. તે ધર્માત્મા હતો. તેણે શત્રુંજય, ગિરનાર વગેરે તીર્થોના સંઘ કાઢ્યા હતા. ગરીબોને ખૂબ મદદ કરી દાનવીર તરીકે પ્રસિદ્ધિ મેળવી હતી. તેના વંશમાં મોટો દાની અને સત્યવાદી વાસ થયો. વાસને વિસલ વગેરે પાંચ પુત્રો હતા. વિસલને ચાર પુત્રોમાં ૧. લક્ષ વિદ્વાન હતો, ૨. સુલક્ષણ સદ્ગુણી હતો, ૩. સોલાક યશસ્વી હતો અને ૪. સોહી પોતાના ગુણોથી લોકપ્રિય, દાનવીર તેમ જ વેપારીઓમાં વડો હતો. આ જ વંશમાં થયેલ સોલ કંથકોટ છોડીને ભદ્રેશ્વર નગરમાં આવી વસ્યો હતો. ઇતિહાસ પ્રસિદ્ધ દાનેશ્વર જગડુશાહ તેનો પુત્ર હતો (જેનો પરિચય અન્યત્ર આપવામાં આવ્યો છે.) સીદવંશ : સીદ ચંદ્રાવતીનો પ્રતિષ્ઠિત અને ધનવાન શ્રેષ્ઠી હતો. જ્ઞાતિએ પોરવાડ હતો. એ વંશમાં પૂર્ણચંદ્ર થયો. તેનું જીવન પવિત્ર હતું. તેણે દેરાસર, જિનબિંબો વગેરેમાં તેમ જ પોતાના બે પુત્રોની દીક્ષાના ઉત્સવમાં ધનનો મોટો સદ્યય કર્યો હતો. તેના આઠ પુત્રોમાં જ્યેષ્ઠ પુત્ર બ્રહ્મદેવ અને તેની પત્ની પોહીણીએ ભારે ખ્યાતિ મેળવી હતી. તેઓએ આ૦ પદ્મદેવસૂરિના ઉપદેશથી ત્રિષષ્ઠિશલાકાપુરુષ (આદિનાથનું) ચરિત્ર લખાવ્યું અને ભ૦ મહાવીરસ્વામીના મોટા બે જિનપ્રાસાદ બનાવ્યા. [ ૩૯૧ શેઠ નેમિનાગનો વંશ : તેનું બીજું નામ નેમિકુમાર હતું. તે ક. સા. આ હેમચંદ્રસૂરિનો મામો હતો. મોઢ જૈન હતો. તેને અભય અને વાહડ નામે બે પુત્રો હતા. રાજા કુમારપાળે દાનશાળાનું ખાતું અભયકુમારની દેખરેખ નીચે રાખ્યું હતું. અભયકુમારે આ સોમપ્રભસૂરિ રચિત ‘કુમારપાલડિબોહો' ગ્રંથની ઘણી પ્રતિઓ લખાવી હતી. સંભવ છે કે અભયકુમાર તે જ શેઠ અભયહ સં. ૧૨૪૮માં આશાપલ્લીમાં દંડનાયક હતો. નેમિનાગનો બીજો પુત્ર વાહડ કવિ અને વિદ્વાન હતો. તેણે ‘નેમિનિર્વાણ કાવ્ય’ અને ‘કાવ્યાનુશાસન' રચ્યાં હતાં. કપૂરપટ્ટાધીશ વંશ : કર્પૂરપટ્ટાધીશના પુત્ર શેઠ સોમેશ્વરનો પુત્ર વાડ (વાહિડ) ક. સ. આ૦ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy