SearchBrowseAboutContactDonate
Page Preview
Page 441
Loading...
Download File
Download File
Page Text
________________ ૩૯૨ ] [ જૈન પ્રતિભાદર્શન હેમચંદ્રસૂરિનો ભક્ત હતો. તે સંસ્કૃત, પ્રાકૃત, અપભ્રંશ અને પિશાચી ભાષાનો વિદ્વાન હતો. તેણે ‘વાગ્ભટ્ટાલંકાર’ નામે ગ્રંથ રચ્યો છે. આ૦ જિનભદ્રસૂરિના ઉપદેશથી તેણે પાદરામાં ‘ઉંદરવસહિકા' નામે જિનમંદિર બંધાવી, તેમાં ભ૦ મહાવીરસ્વામીની પ્રતિષ્ઠા કરાવી હતી. વાહડના મોટા પુત્ર બ્રહ્મદેવે તેમ જ બીજા પુત્ર શરણદેવ અને તેના સંતાનોએ આરાસણના દેરાસરમાં સં. ૧૨૭૫માં દાઢાઘર અને સં. ૧૩૧૦માં ૧૭૦ તીર્થંકરોનો પટ્ટ કરાવ્યો. શરણદેવના મોટા પુત્ર વીરચંદે સં. ૧૩૩૮માં આરાસણમાં ભ વાસુપૂજ્યની દેરી બનાવી આ પરમાનંદસૂરિના હાથે પ્રતિષ્ઠા કરાવી, સં. ૧૩૪૫માં સમેતશિખરતીર્થની યાત્રા કરી, સમેતશિખરનો પટ્ટ બનાવ્યો અને એ પટ્ટની મુખ્ય પ્રતિષ્ઠા કરાવી, પોસીના તીર્થમાં સ્થાપન કર્યો. વાધ્યાનનો મંત્રીવંશ : ગલ્લકકુળનો વાયાન રાજા કુમારપાળનો મહામાત્ય હતો. તેણે સંગમખેટક (સંખેડા)માં ભ મહાવીરસ્વામીનું દેરાસર બંધાવ્યું અને તેની પૂજા (નિભાવ) માટે ૧૦૦ હળ જમીન ભેટ આપી, જેમાં ચાર વાડીઓ હતી. તેના પુત્ર કપર્દિએ વટસરમાં ભ૦ આદિનાથનું ચૈત્ય બંધાવ્યું. આ જ વંશમાં દેવચંદ્રનો પુત્ર આંબડ રાજા ભીમદેવનો મહામાત્ય હતો. આંબડ મૃત્યુ પામતા તેના લઘુબંધુ દંડનાયક આહ્લાદનને મહામાત્ય બનાવવામાં આવ્યો. તેણે સાચોરમાં વીરચૈત્યમાં ભ૦ ઋષભદેવની તથા થરાદના આદિનાથ ચૈત્યમાં ભવ પાર્શ્વનાથ, ભ૦ ચંદ્રપ્રભ, ભ૦ સીમંધરસ્વામી, ભ૦ યુગમંધરસ્વામી, દેવી સરસ્વતી અને અંબિકાદેવીની મૂર્તિઓ પધરાવી. વટેસર અને સંખેડામાં જિનમંદિરનો જીર્ણોદ્ધાર કરાવ્યો, નવી પ્રતિમાઓ ભરાવી, પુનઃ પ્રતિષ્ઠા કરાવી. આચાર્ય વર્ધમાનસૂરિના ઉપદેશથી ભ૦ વાસુપૂજ્યસ્વામીના દેરાસરનો જીર્ણોદ્ધાર કરાવ્યો. નાગેન્દ્રગચ્છના ઉપાશ્રયનો જીર્ણોદ્વાર કરાવ્યો. આચાર્ય વર્ધમાનસૂરિ પાસે સં. ૧૨૯૯માં વિવિધ ગ્રંથો લખાવ્યા. પોતે પણ પાર્શ્વનાથ સ્તવન (શ્ર્લોક ૧૦) રચ્યું. મંત્રી મકલપ્પના પુત્રો રાહડકુમાર અને નેમિકુમાર : રાહડકુમારે રાહડપુર વસાવ્યું અને ભ0 ઋષભદેવનું જિનાલય બંધાવ્યું. નેમિકુમાર મેવાડના કરહેડા તીર્થના ભ૦ નેમિનાથનો શ્રદ્ધાવંત અનુરાગી હતો. તેણે મેવાડમાં ભ૦ પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરાવી મોટો યાત્રા-ઉત્સવ ઉજવ્યો હતો, રાપુરમાં ભ૦ નેમિનાથનું મોટું જિનાલય બંધાવ્યું તથા નલકોટમાં ભ૦ ઋષભદેવના જિનપ્રાસાદમાં દક્ષિણ દિશા તરફ ૨૨ દેરીઓ બનાવી. નેમિકુમારને વાગ્ભટ નામે પુત્ર થયો. તે મોટો વિદ્વાન, મહાકવિ તથા સર્વ કલામાં નિપુણ હતો. તેણે સ્વોપજ્ઞ વૃત્તિવાળુ કાવ્યાનુશાસન, ઋષભદેવચરિત્ર-મહાકાવ્ય, નેમિનિર્વાણકાવ્ય (સર્ગ : ૧૫, શ્લોક ૯૮૮), જિનચતુર્વિંશતિ, છંદ, અલંકાર, નાટક, મહાપ્રબંધો વગેરે ગ્રંથો રચ્યાં છે. તે શ્વેતામ્બર, દિગંબર અને અજૈન શાસ્ત્રોનો અભ્યાસી હતો. તેના ગ્રંથોમાં આ ત્રણે સાહિત્યની છાપ જોવા મળે છે. ચુસ્ત જિનોપાસક મંત્રી આલિગદેવ : તે રાજા સિદ્ધરાજ અને રાજા કુમારપાળનો મંત્રી હતો. સિદ્ધરાજે માળવા ઉપર ચઢાઈ કરી ત્યારે પાટણની રક્ષાનો ભાર તેને સોંપ્યો હતો. એ જ રીતે વિદ્ધરાજે સિદ્ધપુરમાં રૂદ્ર મહાલય બંધાવ્યો તેની સર્વ વ્યવસ્થા પણ તેને જ સોંપી હતી. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy