SearchBrowseAboutContactDonate
Page Preview
Page 442
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૩૯૩ આચાર્ય દેવસૂરિને દિગંબરાચાર્ય કુમુદચંદ્ર સાથેના વાદમાં મળેલા વિજયના ઉપલક્ષમાં મંત્રી આલિગે ] રાજા સિદ્ધરાજની પ્રેરણાથી સિદ્ધપુરમાં ચતુર્મુખ જિનપ્રાસાદ બંધાવ્યો હતો. મંત્રીએ તેમાં પ્રતિષ્ઠિત કરેલી પાર્શ્વનાથની પ્રતિમા ખૂબ જ પ્રભાવક છે. એકવાર સુલતાન અલાઉદ્દીન ખિલજીએ આ પ્રતિમા તોડવાનો ઇરાદો કર્યો પણ તે જ સમયે એક સર્પ પ્રગટ થઈને સુલતાન સામે બેઠો. સુલતાન તો આ બધું જોઈ આશ્ચર્યચકિત થઈ ગયો. તેણે કહ્યું “આ દેવ તો બાદશાહોનો બાદશાહ સુલતાન છે.” એમ સમજીને તેણે એ પ્રતિમા તોડવાનો ઇરાદો માંડી વાળ્યો, તે સમયથી એ પ્રતિમા “સુલતાન પાર્શ્વનાથ'ના નામથી પ્રસિદ્ધિ પામી છે. મંત્રી આલિગદેવ મુત્સદી, સત્યભાષી અને અનુભવી મંત્રી હતો તથા ચુસ્ત જિનોપાસક હતો. તેને જિનપૂજા કર્યા પહેલાં અન્ન ન લેવાનો નિયમ હતો. ખંભાતમાં તેણે ઉપાશ્રય પણ બનાવ્યો હતો. ક્ષત્રિય મહાકવિ આસડ : કવિ આસડ એ વિક્રમની તેરમી સદીના મધ્યકાળનો ક્ષત્રિય જૈન વિદ્વાન હતો. ભિન્નમાલકુળના ક્ષત્રિય કટુકરાજનો એ પુત્ર હતો. તેણે કેટલાક ગ્રંથોની રચના કરેલી છે. તેણે “મેઘદૂતકાવ્ય'ની ટીકા રચી, જેમાં એવું સ્નેહસિંચન કર્યું કે રાજસભાએ તેને “કવિસભાશૃંગાર'નું બિરુદ આપ્યું. તેને રાજડ નામે પુત્ર હતો. તેને પણ “બાલસરસ્વતી'નું બિરુદ મળ્યું હતું. પરંતુ, રાજડ તષ્ણવયમાં જ મરણ પામવાથી આસડને ભારે આઘાત લાગ્યો. આ પ્રસંગે રાજગચ્છના આ૦ ભદ્રેશ્વરસૂરિના પટ્ટધર આ૦ અભયદેવસૂરિએ તેને પ્રતિબોધ કર્યો અને આશ્વાસન આપ્યું. કવિ આસડ આચાર્યશ્રીના ઉપદેશથી જૈનદર્શનમાં પ્રવીણ બન્યો. તેણે ઉપદેશકંદલીપ્રકરણ”, “વિવેકમંજરી' તથા ગદ્ય-પદ્ય સ્તુતિઓ રચી છે. ધોળકાના શેઠ ધવલ અને વૈરસિંહ : શેઠ ધવલ ધોળકાનો શ્રીમાળી જૈન હતો. તેણે ધોળકામાં ભ0 મુનિસુવ્રતસ્વામીનું દેરાસર બંધાવ્યું. તેની વિનતિથી મલધારીગચ્છના આ૦ ચંદ્રસૂરિએ “મુણિસુવ્યચરિય' રચ્યું. તેનો પુત્ર વૈરસિંહ મંત્રી વાહડનો મિત્ર હતો. તેણે ખંભાતમાં ભO પાર્શ્વનાથનું ચૈત્ય બંધાવ્યું. વંથલીનો નગરશેઠ ભીમ સાથરિયો : તેણે સૌરાષ્ટ્રના દંડનાયક સજ્જનની પ્રેરણાથી ગિરનારતીર્થના જીર્ણોદ્ધાર માટે ૭૨ લાખ દ્રવ્યની ટીપ કરી રાખી હતી, પણ રાજા સિદ્ધરાજે તેનો ખર્ચ આપ્યો એટલે શ્રીસંઘે એ રકમમાંથી વંથલીમાં દેરાસર બંધાવ્યાં. શેઠ ભીમે સં. ૧૧૮૫માં ગિરનારમાં ભO નેમિનાથને હાર ચઢાવ્યો અને ગિરનાર પર ભીમકુંડ બંધાવ્યો. ભગવાને જે છોડ્યું તે મેળવવા ધર્મ નથી કરવાનો પણ... ભગવાને જે છોડ્યું તે છોડવા અને ભગવાને જે મેળવ્યું તે મેળવવા ધર્મ કરવાનો છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy