SearchBrowseAboutContactDonate
Page Preview
Page 206
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૧૫૭ કાટમાળ અલ્પ કરનાર કદરૂપો તે જીવ નિયાણાના પ્રતાપે બીજા જ ભવે સાતમા દેવલોકથી ચ્યવી અંધક વૃષ્ણિના દસમાં ને સૌથી નાના પુત્ર વસુદેવ નામે જનમ્યો. યુવાની આવતાં જ રૂપ-સૌંદર્ય એવું વધ્યું કે તેમને નીરખતાં જ મહિલાઓ મોહાંધ બની જતી હતી. માનિનીઓને મર્યાદા બહાર જતી જાણી સૌએ સમુદ્રવિજયને ફરિયાદ કરી તેથી તેમણે મોટાભાઈની લાજ તરીકે વસુદેવને યુક્તિથી નજરકેદ જેવા કર્યા. અવસરે ઘટસ્ફોટ થતાં જ વસુદેવ નગરથી નીકળી ગયા, અનાથ શબને બાળી નાખી પોતાના જ મૃત્યુનો લેખ લટકાવી દીધો, જેથી સૌએ માન્યું કે વસુદેવે આત્મહત્યા કરી લીધી, પણ વસુદેવ તો વેશપલટો કરી બ્રાહ્મણ બન્યા છતાંય ઉગ્ર પુણ્ય પસાથે જ્યાં જાય ત્યાં રમણીઓ વરવા લાગી. પૂરા સો વરસ ગુપ્તાવાસમાં રહ્યા છતાંય અનેક માઓના કાંત બની પાછા જ્યારે યુદ્ધના નિમિત્તથી ભાઈ સમુદ્રવિજયને મળ્યા ત્યારે સૌએ પોતપોતાની મૂર્ખતા ઉપર હસી લીધું. સરળ સ્વભાવી તથા સત્ય-પ્રતિજ્ઞા પાલક તરીકે પંકાયેલ વસુદેવને ત્યાં જ બળભદ્ર તથા શ્રીકૃષ્ણ વાસુદેવનો જન્મ થયો. ૬. ચરમભવીની ભવલીલા રૂક્િમણી થકી પ્રાપ્ત દેવલોકથી ચવેલ પુણ્યશાળી જીવ પ્રદ્યુમ્ન ઠીક પિતા કૃષ્ણ જેવો પાક્યો. પણ પૂર્વભવના વેરી ધૂમકેતુ દેવે તેનું હરણ કર્યું અને જન્મતાં જ માતા-પિતાનો વિયોગ સોળ વરસ સુધી થઈ ગયો. પાલક પિતા સંવર વિદ્યાધરની પત્ની જ તેના રૂપમાં મોહાણી ત્યારે પ્રદ્યુમ્ન યુક્તિપૂર્વક તેની પાસે ગૌરી-પ્રજ્ઞપ્તિ વિદ્યા શીખી લઈ તેને ગુરુપદે સ્થાપી સદાચાર અખંડ રાખ્યો પોતાનાં મૂળ માતા-પિતાને પણ રૂપપલટો કરી મળ્યો. પછી ચરમભવી છતાંય વિવિધ કન્યાઓને પરણી ભોગ-વિલાસોમાં વરસો વિતાવ્યાં, પ્રાંતે પ્રદ્યુમ્નની બુદ્ધિના પ્રભાવે કૃષ્ણને શાંબ નામે પુત્ર થયો જે મોટો થયો ત્યારે પ્રદ્યુમ્નનો અતિ પ્રીતિપાત્ર બન્યો. બેઉ ભ્રાતાઓ આગલા ભવમાં પણ ભાઈ તરીકે જન્મેલા, ઊછરેલા માટે આ ચરમભવમાં પણ કુદરતી ભેગા થયા. અંતે મદિરા-પાનમાં ઉન્મત્ત થયેલ શાબને કારણે જ્યારે દ્વૈપાયન છંછેડાયો ત્યારે પ્રભુ નેમિનાથની ભવિષ્યવાણીથી ચેતી જઈ સ્વાત્માને દ્વારિકાનાથમાંથી બચાવી ધર્મારાધનામાં જોડી દેવા ચારિત્રમાર્ગ સ્વીકારી લીધો ને ફાગણ સુદ તેરસના દિવસે સિદ્ધગિરિએથી ભાડવાના ડુંગર ઉપર સાધના કરી નિર્વાણ સાધી લીધું ગૃહસ્થાવસ્થાની લીલા સંકેલી સાવ સંયમી ને વિરાગી બની જનાર શાંબ-પ્રદ્યુમ્ન જેવા શાણા-મેઘાવી પાત્રો આગવું સ્થાન પામ્યા છે. ૭. મહાભારત કે મહાન ભારત? પ્રસિદ્ધ યુદ્ધમાં પણ શૌર્ય-વીર્ય તથા નીતિ-રીતિથી સિદ્ધિ-પ્રસિદ્ધિ મેળવી જનાર અનેક મહાપુરુષો પાક્યા જેથી આજની સંસ્કૃતિ ધબકતી છે. ગંગાપુત્ર ભીખે પિતાના હિત ખાતર સ્વનું સંસારસુખ જતું કર્યું, નૈષ્ઠિક બ્રહ્મચર્ય પાળ્યું અને અનીતિના પક્ષમાં લડવું જ પડ્યું ત્યારે કર્તવ્ય ખાતર લડી લીધું. પણ આત્મારાધના ન ખોઈ. ઘાયેલાવસ્થામાં ચારિત્ર સ્વીકારી છેલ્લો માસ તો ચોવિહારી ઉપવાસ દ્વારા વીતાવ્યો ને અસમાધિના વાતાવરણમાં પણ સમાધિપૂર્વક દેહ ત્યાગી બારમો દેવલોક સાધી લીધો. કર્ષે પણ સગા ભાઈના હાથનું કપટ મૃત્યુ પસંદ કર્યું, પણ અનીતિનું યુદ્ધ તો નહીં જ. શ્રીકૃષ્ણ વાસુદેવ તો જાણે પ્રતિપક્ષી જરાસંઘના જીવતરણ માટે જન્મ્યા હતા, પણ પાંડવોએ ન્યાયની ભૂમિ પણ ખોઈ ત્યારે ફાટી પડેલ યુદ્ધમાં સ્વયં તીર્થંકર થનાર નેમિકુમાર પણ દુષ્ટતાદમન હેતુથી અહિંસાપ્રધાન યુદ્ધ કરી Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy