SearchBrowseAboutContactDonate
Page Preview
Page 205
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૫૬ ] [ જેને પ્રતિભાદર્શન દશામાં બાર ઘડી દુઃખી કર્યા જે કર્મોનો ઉદય દમયંતીના ભવમાં થતાં જ પતિદેવ નળરાજે દમયંતીને જંગલમાં એકલી મૂકી દીધી અને ઠીક બાર વરસનો વિયોગ ઊભો થઈ જવા પામ્યો. અબળા છતાં તેણીએ ધર્મશ્રદ્ધાને પ્રધાન કરી ધીરજ ન ગુમાવી બ૯ સોળમા શાંતિનાથ પ્રભુની ત્રિકાળ પૂજામાં દિવસો વિતાવ્યા. ધર્મશરણ પ્રભાવે સૂકી નદીમાં પાણી ઊભરાણાં, વચનમાં આદેયતા ઊભી થઈ જેથી ફકત તેણીના ઉપદેશથી જ કેટલાયે જૈનધર્મ સ્વીકાર્યો અને કર્મ હળુ પડતા ફરી નળરાજા સાથે સુભગ મિલન પણ થયું. ૩. વિશિષ્ટ વૈરાગ્ય સર્વથી પૂર્વના ભવમાં સાધુજીવનમાં પરિગ્રહમાં (મૂછમાં) આવી જઈ વિરાધના કરી નાખનાર એ જીવ સંયમ વિરાધી પોપટ બન્યો, પણ તે ભવમાં આદેશ્વર પ્રભુની પૂજા છતાંય ફરી પ્રગતિ મેળવતાં મેળવતાં પોતાની પાલિકા મંત્રીપુત્રી સાથે લાગટ છે ભવ સુધી પતિ-પત્ની તરીકે માનવભવ કરી દેવલોકમાં પ્રગતિ સાધી પછીના ભવમાં મિત્રો બનતા રહ્યા અને સાવ છેલ્લા એકવીસમાં ભવમાં તે જ પોપટનો જીવ જે શંખ રાજાની રાણી કલાવતી બન્યો હતો તેણે તો પક્ષીના ભાવમાં પણ ફક્ત એક જ દિવસ “નમોઅહંભ્ય:' શબ્દનો ઉચ્ચાર કરી પ્રભુ પૂજ્યા જેથી ચરમ ભવમાં શ્રેષ્ઠીપુત્ર ગુણસાગર બન્યો, તેના રૂપને દેખી મુગ્ધા બનેલી આઠ શ્રેષ્ઠી પુત્રીઓ સાથે વિવાહની વાત માતા-પિતાએ ચલાવી ત્યારે જ સૌને ખ્યાલ આવ્યો કે તે તો સંસાર માંડવા માટે નહિ પણ છાંડવા માટે સર્જાયો છે. છતાંય વડીલોના અત્યાગ્રહને વશ ફક્ત એક જ દિવસ માટે લગ્ન કરી બીજે દિવસે દીક્ષાની શર્ત મૂકી પરાણે લગ્નમંડપમાં આવ્યો. પણ તે રાગસ્થાનમાં પણ વિરાગ ભાવમાં ચડી ચોરીના ચાર ફેરાને ચાર ગતિના ફેરા તરીકે દેખતો-વિચારતો અનુપ્રેક્ષા દ્વારા ક્ષપકશ્રેણિ માંડી વીતરાગ બની ગયો. મોહમંદિરમાં જ મુગ્ધાઓના હસ્તમેળાપ પૂર્વે જ કેવળજ્ઞાન પ્રગટી જતાં, વાતાવરણ તો એવું જાણ્યું કે આઠેય રાણીઓ પણ સંયમ ભાવમાં રમવા લાગી ને કેવળી બની ગઈ; તે વખતે જ દેવોએ દુંદુભી વગાડી વેશ આપ્યો. તે દશ્ય દેખી માતા-પિતા પણ સ્વની નિંદા-ગ કરતાં કેવળી બની ગયાં. ૪. મહામૂલી મૈત્રી આ સમાચાર જોતજોતામાં અયોધ્યાપતિના રાજપુત્ર પૃથ્વીચંદ્રને મળતાં જ તેને પણ વૈરાગી દશામાં જાતિસ્મરણ જ્ઞાન થયું ને પૂર્વના મિત્ર તથા પતિ-પત્નીના ભવો દેખાણા. પોતાની રૂપવાન-ગુણવાન સોળ પ્રિયાઓના સથવારે રહેલ પૃથ્વીચંદ્રને પોતાની પહેલાં જ મિત્ર ગુણસાગરનું કેવળીપણું ખટકર્યું, જે ઊહાપોહ કરતાં પોતાના જ કર્મદોષના ખટકા રૂપે ફેરવાઈ જતાં આત્મરમણ દશામાં જ રાજસિંહાસન ઉપર બેઠાં બેઠાં જ કૈવલ્યજ્ઞાન લાધી ગયું. અને પતિની પ્રકર્ષાનુમોદના કરતાં કરતાં સોળ પ્રિયાઓ પણ વિતરાગી બની ગઈ. આમ એક મિત્રે લગ્નવેળાએ તો બીજાએ રાજસુખ માણતાં માણતાં જ ઉગ્રસુખનું સ્થાન સંપ્રાપ્ત કરી લીધું જે જિનશાસનની અપૂર્વ ઘટના છે. ૫. વનિતા-વલ્લભપણું નંદિષેણ મુનિના ભવમાં બાર-બાર હજાર વરસ સુધી વૈયાવચ્ચ પૂર્વક તપ કરી પોતાનાં કર્મોનો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy