SearchBrowseAboutContactDonate
Page Preview
Page 204
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] વિવિધ પ્રતિભા-દર્શન જૈન ધર્મ જિન શાસન, વીતરાગીની આજ્ઞાઓ, ઉપદેશો અને આદર્શો ઉપર ચાલતી સુદૃઢ અને સ્વૈચ્છિક સ્વસ્થ ધર્મવ્યવસ્થા. જેમણે પણ આ અનુપમ શાસનને અપનાવી અનેરા ઉલ્લાસ-ઉત્સાહ સાથે જ્ઞાનીઓનું અનુશાસન સ્વીકાર્યું તેઓ સ્વયંના ખ્યાલથી પણ બહાર રહ્યા છતાંય ન્યાલ થઈ ગયા છે. અનુપમ જીવન એટલે સમસ્ત પ્રાણી સૃષ્ટિમાંથી ફક્ત માનવભવમાં જ સુલભ એવું સુંદર સંયમ યમનિયમ સાથે જીવી જીવ મટી શિવ બની જવાની અમૂલખ તક. કુદરતનાં અગમ-નિગમ રહસ્યોનો પર્દાફાશ કરી જિનેશ્વરોએ જગતને જીવનનાં જે મૂલ્યો બહ્યાં છે, તેનું ખરું વળતર તો જીવન જ જો જિનભગવાનને સમર્પણ થઈ ફના થઈ જાય તો ય વધે તેવું નથી. નાની-મોટી પ્રતિજ્ઞાઓનો નિર્વાહ, કર્મોની વિચિત્ર વિષમતા વચ્ચે પણ નિર્જરા તત્ત્વની પ્રાપ્તિ કે કાળ, કર્મ, પુરુષાર્યાદિ પાંચ કારણોની પ્રકર્ષતા આ બધાય વિધ-વિધ પાસાઓના નિમિત્તે પ્રગતિ, પ્રવ્રજ્યા કે પરમપદની પ્રાપ્તિ કરનારા જીવાત્માઓની નોંધ લેવામાં આવે તો આયુની લંબાઈ ટૂંકી પડે, આંખોનું નૂર પણ ઓછું પડે અને છતાંય કેટલાય સુપાત્રોના સુચરિત્રની જાણથી અન્જાન થઈ જવાય કે રહી જવાય તેવું બને. છતાંય ‘“શુભે શીઘ્ર પ્રવર્તનીયમ્'' ના ન્યાયે કોઈક અદ્ભુત ઘટનાઓનો આંશિક ઉલ્લેખ કરી આ લેખ રચાઈ રહ્યો છે, જે સ્વયં કહી આપશે કે ‘ધર્માત્ સુખં' નો અટલ–અફર સિદ્ધાંત કઈ રીતે શાશ્ર્વતો છે. તો ‘યથા ભાષા તથા કારી' કે ‘નીતિ-પ્રીતિની રીતિના જીવધારી'ના જીવન પ્રસંગોને દેખીએ-માણીએ. તો ચાલો ૧. ધર્મખુમારી આદિત્યરાજા અને ઇન્દુમતીનો સુપુત્ર વાલી મહાબલી છતાંય શાંત-પ્રશાંત હતો. સદાય વીતરાગી અને જિન સાધુઓ સિવાય કોઈનેય ન નમવાની ટેકવાળો હતો. જ્યારે રાવણે તેને ઝુકાવવા માટે દૂત સાથે આજ્ઞા ફરમાવી ત્યારે યુદ્ધને જ પસંદ કર્યું, તેમાંય હિંસા ટાળવા સ્વયં લડી લેવાનું રાખ્યું. ચંદ્રહાસ ખડ્ગ સાથે ધસમસી રહેલા રાવણને યુક્તિથી ઝડપી, ડાબા હાથે ઝાલી, દડાની જેમ કાખમાં ગોઠવી ક્ષણવારમાં તો ચાર સમુદ્ર સહિત સંપૂર્ણ પૃથ્વીને પ્રદક્ષિણા દઈ દીધી. રાવણનો ગારવ ઓગાળી પોતાનું ગૌરવ અખંડિત રાખવા સ્વયંની જીત છતાંય સપ્રેમ તેને મુક્ત કર્યો અને સ્વયં મુક્તિનો માર્ગ પસંદ કરી ધર્મખમીરીનું દર્શન કરાવ્યું. [ ૧૫૫ ૨. ધૈર્ય—સ્થર્ય આગલા ભવમાં શિકારે જતાં સામે મળેલ જૈન મુનિને દેખતાં જ અપશુકન માની અજ્ઞાન Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy