SearchBrowseAboutContactDonate
Page Preview
Page 890
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૮૪૧ શાખામાં કામ કર્યું. ૧૯૫૯માં “ટ્રિનિટી લેબોરેટરીઝ' નામે પોતાની સ્વતંત્ર દવા કંપની શરૂ કરી. ૧૯૭૬માં એમણે “ટોરન્ટ લેબોરેટરીઝ”ની સ્થાપના કરી. “ટોરેન્ટ” એટલે “ધોધ, હકીકતમાં શ્રી યુ. એન. મહેતાની રાહબરી હેઠળ જુદા જુદા પ્રકારની દવાઓ અને તેના અવિરત વિકાસનો એક ધોધ શરૂ થયો. માનસિક રોગોની દુનિયામાં “ટોરેન્ટનું નામ સર્વત્ર છવાઈ ગયું. એમણે રોગોની ઉપચાર પદ્ધતિમાં નવી ક્રાંતિ કરી અને આ વિશિષ્ટ ક્ષેત્રમાં યાદગાર સિદ્ધિ મેળવી. જ્યારે આપણે શ્રી યુ. એન. મહેતાનો જ્વલંત ઇતિહાસ સાંભળીએ છીએ ત્યારે દાનવીર શેઠ જગડુશા, શ્રી વસ્તુપાળ-તેજપાળ તથા મહારાજા કુમારપાળની યાદ આવે છે કે જેઓએ દરેક ક્ષેત્રમાં દાનની ગંગા વહેવડાવી હતી. એમના આ શુભકાર્યોમાં એમની પત્ની શ્રીમતી શારદાબેન મહેતાનો હંમેશા સબળ સાથ મળતો રહ્યો છે. આજે તો “ટોરન્ટ લેબોરેટરીઝ' એક વિશાળ વડલા જેવી બની ગઈ છે. આ વ્યવસાયમાં શ્રી યુ. એન. મહેતાના બાહોશ અને વિનયશીલ પુત્રો શ્રી સુધીર મહેતા અને શ્રી સમીર મહેતાના આવતા, કંપનીના વિદેશ વ્યાપારની ઘણી નવી ક્ષિતિજો ઉઘડી ગઈ. આજે જગતના મોટા ભાગના દેશોમાં ટોરેન્ટ લેબોરેટરીઝની દવાઓ નિકાસ થાય છે. અનેકવિધ ઉદ્યોગોમાં, અપૂર્વ સિદ્ધિ મેળવનાર, “ટોરેન્ટ’ ગ્રુપના ચેરમેન તરીકે શ્રી યુ. એન. મહેતા આજે વિશ્વભરમાં નામના ધરાવે છે. એમણે માત્ર સંપત્તિ એકત્રિત કરી નથી, બલ્ક એ સંપત્તિનો પ્રવાહ જનકલ્યાણકના માર્ગે વહેવડાવ્યો છે. માનવસેવાનું કોઈપણ ક્ષેત્ર એવું નહિ હોય, કે જ્યાં એમની દાનગંગાનો પ્રવાહ પહોંચ્યો ન હોય. છાપીમાં આવેલી સ્કૂલમાં એમણે ઉદાર સખાવત કરી છે. તેઓની આગેવાની હેઠળ શાંતિચંદ્ર સેવા સમાજે અનેક લોકકલ્યાણનાં કાર્યો કર્યા. શ્રી ભારત જૈન મહામંડળના અધ્યક્ષ તરીકે એમણે સમાજની એકતા માટે ભગીરથ પ્રયત્ન કર્યો. તેઓશ્રી આજે અનેક ધાર્મિક સંસ્થાઓ સાથે જોડાયેલા છે. શ્રી યુ. એન. મહેતા શ્રી મહાવીર શ્રુતિ મંડળ અને શ્રી માંગલ્ય સેવા કેળવણી મંડળના ચેરમેનપદે છે. તેમનાં મોટી રકમના દાનથી સંસ્થાનું મકાન થયું છે. અમદાવાદમાં મહાવીર જૈન વિદ્યાલયનું સર્વ પ્રથમ કન્યા છાત્રાલય સ્થપાયું. અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં એક કરોડથી વધારે રૂપિયાનું દાન આપ્યું. જ્યારે નવસારીમાં મકાનોની તંગીનો અનુભવ કરતાં સાધર્મિકો માટે એમણે રાહતના દરે ૪૦ આવાસ બનાવ્યાં. આમ તેઓશ્રીની દાન-ગંગા રૂપિયા છ કરોડથી વધુ છે. જ્યારે આપણે શ્રી યુ. એન. મહેતાનો જવલંત ઈતિહાસ સાંભળીએ છીએ ત્યારે દાનવીર શેઠ જગડુશા, શ્રી વસ્તુપાળ-તેજપાળ તથા મહારાજા કમારપાળની યાદ આવે છે કે જેઓએ દરેક ક્ષેત્રમાં દાનની ગંગા વહેવડાવી હતી. એમના આ શુભકાર્યોમાં એમની પત્ની શ્રીમતી શારદાબેન મહેતાનો હંમેશા સબળ સાથ મળતો રહ્યો છે. આજે રાષ્ટ્ર, સમાજ, કેળવણી અને ધર્મક્ષેત્ર શ્રી યુ. એન. મહેતા પરિવાર પાસે ઘણી અપેક્ષા રાખે છે. કહેવાય છે કે તેમના જીવન દરમ્યાન આશરે દશ કરોડ જેવી માતબર રકમ તેમણે દાનમાં આપી હતી. જૈન સમાજનું તેઓ મૂલ્યવાન રત્ન હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy