________________
૮૪o 7
[ જૈન પ્રતિભાદર્શન
પ્રસન્નતા સાથે એવી પ્રાર્થના કરી હતી કે હું રોજના એક હજાર રૂપિયા દાનમાં આપી શકું એવી સ્થિતિ મને આપજો. આજે તો રોજના આનાથી | ઘણા વધારે રૂપિયા સખાવતમાં આપી રહ્યા છે. તેમ છતાં પોતાની જાતને દાનવીર કે ધનેશ્વરી કહેવાને બદલે માંડવરાય દાદાનો મુનિમ છું એમ કહે છે. જાહેર જીવનમાં પ્રારંભથી જ રસ લેતા અને શૈક્ષણિક તેમ જ | સામાજિક સંસ્થાઓમાં સતત ફાળો આપતા રહ્યા છે. અનેક સ્કૂલો, | ગૌશાળા, પાંજરાપોળ, મેડીકલ કેમ્પસ અને પ્રસુતિગ્રહો એમની આર્થિક | સહાયથી આજે આકાર લઈ રહ્યા છે. શ્રી દીપચંદ એસ. ગાર્લી ચેરિટેબલ
ટ્રસ્ટ તથા શ્રી દીપચંદ એસ. ગાર્ડ રૂરલ ડેવલપમેન્ટ ટ્રસ્ટ દ્વારા તેઓની અનેક પ્રવૃત્તિઓ છે. ૧૯૭૨માં તેઓ જૈન શ્વેતાંબર કોન્ફરન્સના ૨૨મા અધિવેશનમાં પ્રમુખ તરીકે ચૂંટાયા. એ પછી ૧૯૭૯માં દિલ્હીમાં થયેલા ૨૩મા અધિવેશનમાં પણ પ્રમુખ તરીકે ચૂંટાયા અને આજે પણ તેઓ આ કામગીરી બજાવી રહ્યા છે કેટલાંક વર્ષ અગાઉ મુંબઈમાં ભારત જૈન મહામંડળનું અધિવેશન ભરાયું, ત્યારે તેના અધ્યક્ષ તરીકે શ્રી દીપચંદભાઈ ગાર્ડીની વરણી થઈ હતી. આજે તેઓ માનવસેવાનું કાર્ય તો કરે જ છે, પણ જીવમાત્રની સેવા કઈ રીતે થઈ શકે તેને માટે હાલમાં ગુજરાત અને ભવિષ્યમાં સમગ્ર દેશની ગૌશાળા અને પાંજરાપોળનું ફેડરેશન રચી મૂંગા પ્રાણીઓની સેવા કરવાનું ભગીરથ કાર્ય કરી રહ્યા છે.
તેઓશ્રી માને છે કે પશુ-પક્ષીને દાણા નાંખવામાં અને ખવડાવવામાં મોટું પુણ્ય છે. જૈન ધર્મની સંસ્થાઓ તેમ જ જૈનેતર સંસ્થાઓને પણ તેઓના દાનનો લાભ વખતોવખત મળ્યો છે. માનવસેવાનાં કાર્યોમાં તેઓ ઊંડો રસ ધરાવે છે. આશરે ૮૦ વર્ષની ઉંમરે નિરોગી શરીર સાથે તેઓશ્રી યુવાનની માફક કાર્ય કરી રહ્યા છે. જૈન સમાજના કોઈપણ અગત્યના કામમાં તેઓ તત્પર સેવા આપી રહ્યા છે. શ્રી યુ. એન. મહેતા તથા શ્રીમતી શારદાબેન મહેતા
સામાન્ય રીતે વ્યક્તિનું જીવન આસપાસના અનુકૂળ સંજોગોને પરિણામે ઘડાતું હોય છે. કેટલીક વ્યક્તિ કપરા સંજોગોનો સામનો કરીને પણ આગળ વધે છે. આવી વ્યક્તિઓમાં એક તે સાહસિક ઉદ્યોગપતિ શ્રી યુ. એન. મહેતા છે.
શ્રી યુ. એન. મહેતાને માત્ર “સાહસિક ઉદ્યોગવીર' તરીકે જ ઓળખાવી શકાય નહિ, બલ્લે તેઓ સાચા અર્થમાં “સાહસિક જીવનવીર” છે. આનું કારણ એ કે એમણે જીવનમાં એક નહિ પણ અનેક અવરોધોનો સામનો કરીને અસાધારણ સિદ્ધિ મેળવી છે.
શ્રી યુ. એન. મહેતા-ઉત્તમલાલ એન. મહેતાનો જન્મ ૧૯૨૪ની ૧૪મી જાન્યુઆરીએ બનાસકાંઠા જિલ્લાના મેમદપુર ગામમાં થયો. માતા કંકુબેન અને પિતા નાથાભાઈ પાસેથી ધર્મના સંસ્કાર મળ્યા. પાલનપુરમાં હાઇસ્કૂલનો અભ્યાસ કર્યો. વધુ અભ્યાસ અર્થે મુંબઈ ગયા.
મુંબઈમાં શ્રી મહાવીર જૈન વિદ્યાલયમાં રહીને વિલ્સન કોલેજમાં ભણ્યા. બી. એસ. સી. થયા પછી | ૧૯૪૫થી ૧૯૫૮ સુધી અમદાવાદમાં વિખ્યાત દવા બનાવનારી કંપની “મેસર્સ સેન્ડોઝ લિમિટેડની
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org