SearchBrowseAboutContactDonate
Page Preview
Page 888
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ | [ ૮૩૯ તેઓની આજ્ઞાથી હસ્તગિરિ તીર્થના કાર્યમાં ઊંડો રસ લીધો અને જ્યાં આવશ્યકતા થઈ ત્યાં આ ] તીર્થનિર્માણમાં શ્રી કાંતિભાઈ ઝવેરીને સાથ પૂરો પાડ્યો. આજથી ચાલીસ વર્ષ પહેલાં પોતાના મામા જીવણલાલ છોટાલાલ સંઘવીની સાથે રહીને માતર તીર્થનો જીર્ણોદ્ધાર કરાવ્યો. અમદાવાદના લાવણ્ય સોસાયટીના જિનાલયના નિર્માણમાં એમનો અપૂર્વ સહયોગ મળ્યો. બનારસમાં શ્રી પાર્શ્વનાથ ભગવાનના જન્મકલ્યાણક સ્થળે નિર્મિત જિનાલયમાં અને દક્ષિણ ભારતના શ્રી કુલપાકજી તીર્થના જિનાલયના જીર્ણોદ્ધારમાં સક્રિય ફાળો આપ્યો. આવી રીતે રાંતેજનું શ્રી બાવન જિનાલયનું કાર્ય એમના સાથને પરિણામે શક્ય બન્યું. દિલ્હી-હસ્તિનાપુર પાસે નિર્માણ થઈ રહેલા અષ્ટાપદજીના મંદિરની શિલા સ્થાપનવિધિ શ્રેષ્ઠિવર્ય શ્રી શ્રેણિકભાઈ કસ્તુરભાઈની સાથે રહીને કરી હતી. મુંબઈના વાલકેશ્વર વિસ્તારમાં ચંદનબાલાનું સફેદ આરસનું જિનાલય એમની દેખરેખ હેઠળ તૈયાર થયું. આમ ભારતનાં ઘણાં જિનાલયના નિર્માણમાં શ્રી અરવિંદભાઈએ તન, મન, અને ધનથી સહયોગ આપ્યો છે. ભારતના દોઢસોથી વધુ તીર્થો કે જિનાલયોના જીર્ણોદ્ધાર અંગે તેઓએ માર્ગદર્શન અને સહયોગ આપ્યાં છે. - ઈ. સ. ૧૯૭૪માં અમદાવાદથી શ્રી શેરિસા તીર્થ, શ્રી વામજ તીર્થ, શ્રી ભોયણી તીર્થ અને શ્રી શંખેશ્વર તીર્થનો છ'રી પાળતો સંઘ કાઢ્યો. શ્રી ભોયણી તીર્થમાં માતુશ્રી મહાલક્ષ્મીબેનના શ્રેયાર્થે ઉપધાન તપની આરાધના કરાવી. તેઓ શ્રી મહાવીરસ્વામી જૈન દેરાસર (અમદાવાદ : ફતાસા પોળ), શ્રી શ્રેયાંસનાથ જૈન દેરાસર (અમદાવાદ : ફતાસા પોળ), ડહેલાનો ઉપાશ્રય, શ્રી ગંધાર જૈન ટ્રસ્ટ (ગંધાર), શેઠાણી હરકુંવરબા સરકારી ઉપાશ્રય (અમદાવાદ), શ્રી સરસ્વતીબેન જૈન પાઠશાળા ટ્રસ્ટ (અમદાવાદ), શ્રી મહાવીરસ્વામી જૈન દેરાસર (રામજીમંદિર પોળ : અમદાવાદ), શ્રી હરિપુરા સુમતિનાથજી ટ્રસ્ટ (હરિપુરા) જેવી સંસ્થાઓના અને વિશેષ કરી શ્રી શંખેશ્વર તીર્થના પ્રમુખપદે સ્તુત્ય કામગીરી બજાવે છે. ભારતમાંથી વિદેશમાં ગયેલા જૈનો પોતાની ધર્મસંસ્કૃતિ સાથે લઈને પરદેશ ગયા હતા. આ જૈનોએ એમના જૈન સેન્ટરો દ્વારા ધર્મ આરાધના માટે દેરાસરો તૈયાર કર્યો. અમેરિકાના હ્યુસ્ટન, લોસ એજલિસ અને ડેટ્રોઈટ જેવા શહેરોમાં નિર્મિત થયેલાં જિનમંદિરોમાં શ્રી અરવિંદભાઈ પનાલાલની પ્રેરણા, માર્ગદર્શન અને સાથ નોંધપાત્ર બની રહ્યા. આમાં પણ અમેરિકામાં જમીન ખરીદીને સર્વપ્રથમ તૈયાર થયેલા લોસ એંજલિસના જિનાલયમાં તેઓએ પોતે પ્રભુજીની પ્રતિમાઓ મોકલી હતી. શ્રી અરવિંદભાઈ એમના અપાર ઉત્સાહ અને કાર્યશક્તિના બળે અનેક સંસ્થાઓમાં ઉચ્ચ હોદ્દા પર બિરાજમાન છે. તેઓ શ્રી શંખેશ્વર તીર્થ, શ્રી ભોયણીજી તીર્થ, શ્રી જેસલમેર તીર્થ, કરેડા પાર્શ્વનાથ દેરાસર, કલોલ જૈન દેરાસર, હસ્તગિરિ જૈન દેરાસર ટ્રસ્ટ, વર્ધમાન તપ આયંબિલ સંસ્થા અને પૂ.આ. શ્રી રામચંદ્રસૂરીશ્વરજી મહારાજ ટ્રસ્ટ વગેરે સંસ્થાઓના ટ્રસ્ટી તરીકે કાર્યરત છે. શ્રી દીપચંદભાઈ ગાર્ડી દાનવીર છતાં નમ્ર, જ્ઞાની અને સૌજન્યશીલ એવા શ્રી દીપચંદભાઈ ગાર્ડી બાર. એટ. લો. થયા છે. પરંતુ આજે એમનું જીવન લોકસેવા અને મૂંગા પ્રાણીઓની સેવામાં એમણે સમર્પી દીધું છે. બાર વર્ષની ઉંમરે પોતાના કુળદેવતા શ્રી માંડવરાયના દર્શન કરવા મૂળી ગયા હતા અને ત્યારે એમણે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy