SearchBrowseAboutContactDonate
Page Preview
Page 887
Loading...
Download File
Download File
Page Text
________________ ૮૩૮ ] [ જૈન પ્રતિભાદર્શન | શ્રી અરવિંદભાઈ પનાલાલ શેઠ સમગ્ર દેશમાં ગુજરાતની મહાજન પરંપરા વિરલ ગણાય છે. અને એ પરંપરામાં ગુઘાતના શ્રેષ્ઠિઓએ પોતાની પ્રતિભા અને પ્રમાણિકતાથી આગવું પ્રદાન કર્યું છે. શ્રી અરવિંદભાઈ પનાલાલ આવી ઉત્તમ અને ઉમદા પરંપરાના યોગ્ય ધારક છે અને તેમના દ્વારા અનેકવિધ ધર્મકાર્યો થયાં છે. ૧૯૧૮ની છઠ્ઠી ઓગસ્ટે ગુજરાતના ગૌરવશાળી કુટુંબમાં શ્રી અરવિંદભાઈનો જન્મ થયો. શેઠ હઠીસિંહ કેસરીસિંહ અને હરકુંવર શેઠાણીના જેવી સમર્થ વ્યક્તિઓના એ પ્રપૌત્ર થાય. શ્રેષ્ઠીવર્ય હઠીસિંહ કેસરીસિંહે અમદાવાદમાં હઠીભાઈની વાડી તેમ જ અન્ય પાંચ જિનાલયોનું નિર્માણ કર્યું, એ પછી એમનાં પત્ની હરકુંવર શેઠાણીએ ગુજરાતની નારીની બાહોશી, કાર્યદક્ષતા અને તેજસ્વિતાનો પરિચય આપ્યો. આ હરકુંવર શેઠાણીએ અમદાવાદના ઉત્કૃષ્ટ જિનાલય હઠીભાઈની વાડીના અનુપમ અને કલામય જૈન દેરાસરનું નિર્માણ-કાર્ય પૂર્ણ કર્યું. જેમની પૂજાઓ આજે પણ સમગ્ર સમાજના કંઠે વસે છે તેવા પૂ. શ્રી વીરવિજયજી મહારાજની નિશ્રામાં હરકુંવર શેઠાણીએ અમદાવાદથી શ્રી સમેતશિખર મહાતીર્થનો છ'રી પાળતો સંઘ કાઢીને નૂતન ઇતિહાસ રચ્યો હતો. આ ઉપરાંત તેઓએ અમદાવાદથી શ્રી શત્રુંજય તીર્થનો પણ સંઘ કાઢ્યો હતો. એમણે વિદ્યાક્ષેત્રે અમદાવાદમાં પ્રથમ મ્યુનિસિપલ સ્કૂલ બનાવવામાં અને માનવસેવાના ક્ષેત્રે અમદાવાદની સિવિલ હોસ્પિટલના નિર્માણમાં મહત્ત્વનું યોગદાન કર્યું. એમની આવી યશસ્વી અને બહુવિધ સેવાઓ જોઈને રાણી વિક્ટોરીયાએ “નેક નામદાર સખાવતે બહાદુર'નો ખિતાબ અને મેડલ આપ્યો હતો. - શ્રી અરવિંદભાઈના પિતા શ્રી પનાલાલ ઉમાભાઈ શેઠ જૈન સાહિત્યના ઊંડા અભ્યાસી હતા. તેઓ એવું કડકડાટ સંસ્કૃત બોલી શકતા હતા કે એમની સંસ્કૃત-વાણી સાંભળીને સહુ કોઈ આનંદવિભોર બની જતા હતા. શ્રી શત્રુંજય તીર્થના આગમ મંદિરની તથા નવરંગપુરા જૈન દેરાસરની શિલા સ્થાપનવિધિ એમના શુભહસ્તે થઈ હતી. તેઓ શ્રી જીવદયા મંડળી (મુંબઈ)ના અમદાવાદના સ્થાપક પ્રમુખ બન્યા હતા. એમની જીવદયા, અનુકંપા અને જ્ઞાન પ્રસારની ભાવના શ્રી અરવિંદભાઈને વારસામાં મળી. શ્રી અરવિંદભાઈનાં માતા મહાલક્ષ્મીબહેન અત્યંત ધાર્મિક મનોવૃત્તિવાળા હતાં. પર્વોમાં તો એમની તપશ્ચર્યા ચાલતી, પરંતુ અન્ય દિવસોમાં પણ વિવિધ તપશ્ચર્યાઓ ચાલ્યા કરતી હતી. શ્રી અરવિંદભાઈના નાના છોટુભાઈ લલ્લુભાઈ ઝવેરી વિદ્યાશાળાની ધર્મપ્રવૃત્તિમાં સતત પ્રવૃત્ત રહેતા હતા અને શ્રી અરવિંદભાઈને ધર્મપ્રવૃત્તિના પ્રારંભિક સંસ્કાર એમની પાસેથી મળ્યા. શ્રી અરવિંદભાઈના લગ્ન શ્રી શેરિસા તીર્થનું નિર્માણ કરનાર શ્રી સારાભાઈ ડાહ્યાભાઈનાં સુશીલ અને ધર્મપરાયણ પુત્રી પદ્માબહેન સાથે ૧૯૪૧ ની બીજી ફેબ્રુઆરીએ થયા. તીર્થોના સુચારૂ વહીવટના અનુભવમાં શ્રી અરવિંદભાઈને શ્રેષ્ઠીવર્યશ્રી કસ્તૂરભાઈ લાલભાઈનું પ્રત્યક્ષ માર્ગદર્શન મળ્યું હતું અને એ જ રીતે તીર્થોના વિકાસ-વિસ્તાર અને જીર્ણોદ્ધાર અંગે કઈ રીતે આયોજન કરવું--એ બધી બાબતોનો મૂલ્યવાન અનુભવ પણ શ્રેષ્ઠીવર્ય શ્રી કસ્તૂરભાઈ પાસેથી પ્રત્યક્ષ રીતે પ્રાપ્ત થયો હતો. તેમ જ પ. પૂ. આ. રામચંદ્રસૂરીશ્વરજી મ. પાસેથી દેરાસરનો વ્યવસ્થિત વહીવટ કઈ રીતે કરવો તેની ઊંડી સમજ મળી હતી અને જીર્ણોદ્ધારના કાર્યમાં પણ મૂલ્યવાન માર્ગદર્શન મળ્યું હતું. પૂ. રામચંદ્રસૂરીશ્વરજી મહારાજની આજ્ઞાથી અરવિંદભાઈએ ગંધાર તીર્થનો જીર્ણોદ્ધાર પૂરો કરાવ્યો અને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy