SearchBrowseAboutContactDonate
Page Preview
Page 968
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૯૧૯ આ રતિભાઈ ઈદોરના હકમીચંદજીનો માલ લાવી વેપાર કરે. હકમીચંદજી કરોડપતિ. તેમને વઢવાણમાં એક પ્રસંગે આવવાનું હતું. રતિભાઈએ પોતાને ત્યાં ઊતરવાની વિનંતી કરી, સાથે કહ્યું કે “શેઠજી! સૂર્યાસ્ત પછી હું કોઈને પાણી પણ પિવરાવતો નથી.” વિમાન લેટ થવાથી વઢવાણમાં સૂર્યાસ્ત પછી એ આવ્યા. રતિભાઈએ જમાડવાની ના પાડી. ભાઈઓ વગેરેએ ખૂબ દબાણ કર્યું કે “શેઠ ગુસ્સે થશે, માલ નહીં આપે, માટે આ એકવાર આમને ખવડાવી દો.” ન માન્યા. કહે “ભલે ધંધો બંધ કરવો પડે; પણ હું રાત્રિભોજન નહીં કરાવું.” હકમીચંદજી કહે કે “રતિભાઈ! લવિંગ તો આપો.” (તમને લવિંગની આદત હતી) રતિભાઈ કહે કે ““શેઠજી! માફ કરો, રાત્રે કશું પણ મારાથી નહીં અપાય. આમાં મારો આત્મા ના પાડે છે.” રાત્રે જાહેર સભામાં રતિભાઈ વગેરે બધા ખૂબ ડરતા હતા કે શેઠ જરૂર ખૂબ નિંદા કરશે....પણ હકમીચંદજીએ તો રતિભાઈને જાહેર સભામાં પાસે બોલાવી ખૂબ ધન્યવાદ આપ્યા! આવા પ્રસંગો જાણીને આપણે રાત્રિભોજન વગેરે ભયંકર પાપોને તિલાંજલિ આપવાનો દઢ નિશ્ચય કરવો જોઈએ. કેટલાકને લાગે કે આ તો વેવલાપણું કહેવાય. નિષ્પક્ષપાતબુદ્ધિથી વિચાર કરનાર સમજી શકે કે પૈસા, પત્ની વગેરેના રાગી તે મેળવવા અને ભોગવવા કેવાં કેવાં સાહસો કરે છે. એમ સત્ત્વશાળી ધર્મપ્રેમી જીવો પાપ કરી જ ન શકે, ભલે ને દુઃખોના પહાડ તૂટી પડે! આપણે પણ આવા વિરલ દેઢ ધર્મીઓની હૃદયથી અનુમોદના કરવાનો મહાન લાભ લેવો, પણ નિંદા તો કદી ન કરવી. ( ધર્મીને થયેલ ચમત્કાર ) એ જ રતિભાઈ ટ્રેનમાં જતા હતા. રસ્તામાં ચેકર આવ્યો. ટિકિટ બતાવી છતાં કહે ઊતરી જાવ. કરગર્યા, જીવદયાના જરૂરી કામે ઈદોરથી મક્ષીજી જતા હતા. ટિકિટ ચેકરે પરાણે ઉતારી મૂક્યા. એ ટ્રેનને જરાક જ આગળ અકસ્માત થયો! અને એમના ડબાના બધા મરી ગયા. ત્યારે રતિભાઈને થયું કે ધર્મે મને બચાવ્યો! સેવેલો ધર્મ કોઈ પણ રીતે જીવને સહાય કરે છે. તમને મળેલા શ્રેષ્ઠ ધર્મને ઓળખી આરાધના કરો એ જ અભ્યર્થના. ( ધર્મરાગ ) મયણાબહેનનાં ખરેખર દર્શન કરવા જેવા છે. બારામતી (મહારાષ્ટ્ર)માં રહે છે. આજે ઉંમર ૨૫ વર્ષ છે. વિલાસભાઈ દીપચંદનાં સુપુત્રી છે. ઘણો પૈસો છે. ખાનદાન કુટુંબ છે. આટલા બધા પુણ્યોદય વચ્ચે પણ પૂર્વે બાંધેલા કોઈ વિચિત્ર કર્મને કારણે અસામાન્ય દુઃખો ભોગવી રહ્યાં છે. મોટું યુવાન કન્યા જેવું સપ્રમાણ; પણ બાકીનું શરીર માત્ર ૨–રા ફૂટનું. હાથ-પગ ખૂબ નાના. સ્વયે ચાલી ન શકે. વધારે બેસી પણ ન શકે. ઘણીવાર સૂતા જ રહેવું પડે. થોડે દૂર પણ જવું હોય તો નાના ટેણિયાની જેમ દડીને, આળોટીને! વધારે દૂર જવું હોય તો કોઈ ઉપાડીને મૂકવા આવે તો જઈ શકે. ઘણી બધી પરવશતા. આટલી બધી મુશ્કેલીઓ હોવા છતાં રોજ અપ્રકારી પૂજા કરે છે. જો કે બીજા કોઈ ઉઠાવીને દેરાસરે મૂકી જાય ત્યારે પૂજા થઈ શકે. આના કરતાં પણ અનેકગણું અનુમોદનીય એ છે કે ધર્મનો અભ્યાસ ઘણો ઘણો કર્યો છે. હે પુણ્યવાનો! ધ્યાન દઈને વાંચો. પંચ પ્રતિક્રમણ, નવ સ્મરણ, ચાર પ્રકરણ, ત્રણ ભાષ્ય, સંસ્કૃત, પ્રાકૃત, તત્ત્વાર્થસૂત્ર આદિ ઘણું બધું એ ભણી ગયાં છે. આજના ઘણા આરાધક શ્રાવકોએ આ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy