SearchBrowseAboutContactDonate
Page Preview
Page 969
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨૦] L[ જૈન પ્રતિભાદર્શન વાંચી ધડો લેવા જેવો છે. ઉદ્યમ કરો તો પૂજા, અભ્યાસ વગેરે તમે પણ જરૂર કરી શકો. આગળ વધુ જાણવું છે : ટી. વી. અને સિનેમા જોતાં નથી. આજે બીજાં બધાં મનોરંજનો માણવા છતાં લોકોને ટી.વી. વિના ચેન પડતું નથી, જ્યારે આ ધર્મદેઢ શ્રાવિકા આટલા બધાં દુઃખો વચ્ચે આવા મનોરંજનને ઇચ્છતાં પણ નથી. બીજા આવા દુ:ખી જીવો તો કદાચ ૧૦, ૧૨ કલાક ટી. વી., વીડિયો જોઈને પોતાનાં દુ:ખો ઓછાં કરતા હશે. તેમના પ્રેમાળ પિતાએ દીકરીના આનંદ માટે બેબીસીટર લાવી આપ્યું છે. છતાં તેમને ફરવા જવાની ઇચ્છા જ થતી નથી. કેવા અંતર્મુખ! એમની શેષ પ્રવૃત્તિઓ પણ જાણવા જેવી છે. સંસ્કૃત પ્રતો વાંચવી, બાળકોને પ્રતિક્રમણનાં સૂત્રો શીખવવા, નવકારવાળીના પારા ગૂંથવા, વાંચવું વગેરે. ગામમાં સાધુ મહારાજ ચોમાસુ હતા તે વર્ષે ચાર મહિના સાધ્વીજીના ઉપાશ્રયમાં રહ્યાં. બેસણાં કર્યા. રોજ સામાયિક, સ્વાધ્યાય, શાસ્ત્રવાંચન આદિ શુભ પ્રવૃત્તિઓ કર્યા કરે. જિનશાસન એ ભાવથી પામ્યાં છે. આથી ઘણી બધી આપત્તિઓ છતાં દુઃખી, દીન, હતાશ નથી બન્યાં. ઉપરથી ધર્મપ્રવૃત્તિઓથી જીવનને મઘમઘતા બાગ જેવું સુવાસિત કર્યું છે. જિનવચનોથી સંસાર અને કર્મની વિચિત્રતાઓ ઓળખી લઈને મજેથી જીવન સફળ કરે છે! જે આત્મામાં ભાવધર્મ આવે તે સદા સુખી હોય એ જ્ઞાનીની વાતોનું આ જીવતું જાગતું દષ્ટાંત છે. ઘણી બધી અનુકૂળતા છતાં આપણે કદાચ દુઃખી હોઈશું. - સાધુ, સાધ્વીને જોઈ એ ગદ્ગદ બની જાય છે. કહે છે કે, “આપ અનંત પુણ્યના સ્વામી છો. દુર્લભ ચારિત્રને પામી સાધના કરો છો. ઇચ્છા છતાં હું લઈ શકતી નથી. આપનું શીઘ કલ્યાણ થાઓ.” હે પુણ્યસમ્રાટ સુશ્રાવકો! તમને બધાને પણ દિલથી આ તમારી બેન બે શબ્દો કહેવા ઇચ્છે છે. સાંભળશો? એ કહે છે : “હે મારા પ્રિય સાધર્મિકો! અનંત પુણ્યોદયે તમને હાથ-પગ આદિ બધું મળ્યું છે. અશ્મકારી પૂજા, ધર્માભ્યાસ, સંયમી અને સાધર્મિકની ભક્તિ, તપ આદિ ધર્મ ખૂબ કરો. કદાચ ભવાંતરમાં કોઈ પાપોદયે મારી જેમ પરાધીન બનશો તો ઇચ્છા કરશો તો પણ નહીં કરી શકો.” ( જિનવાણીથી વ્યસની સદાચારી એ યુવાન રોજની ૭૦ સિગારેટ પીતો હતો. પૂ. પં. શ્રી રત્નસુંદરવિજયજી મ. વડોદરા પધાર્યા. તેમનાં વ્યાખ્યાન ગમવાથી બીજા યુવાને આ ચેઈન સ્મોકરને રાત્રિના વ્યાખ્યાન સાંભળવાની પ્રેરણા કરી. આ વ્યસની કહે કે મારે ૧૫-૨૦ મિનિટે સિગારેટ પીવા જોઈએ. મારાથી નહીં અવાય. મિત્રે કહ્યું કે ભલે સિગારેટ પીજે, પણ તું વ્યાખ્યાનમાં આવે. સેંકડો યુવાનો આવે છે. તું પાછળ છેલ્લો બેસજે. ત્યાં અંધકારમાં કોઈને ખબર નહીં પડે. આગ્રહને કારણે રાત્રે વ્યાખ્યાનમાં ગયો. ભવિતવ્યતાયોગે એ વ્યાખ્યાનોમાં પ્રસંગોપાત્ત સિગારેટની ભયંકરતા મહારાજશ્રીએ સમજાવી. “૩ ઈચની સિગારેટ ૬ ફુટના આવા મહાન આત્માને કેવી નચાવે છે!'' એવી માર્મિક વાતો સાંભળીને યુવાનને સત્ય સમજાયું. પૂજ્યશ્રી પાસે જીવનભરનો અભિગ્રહ માંગ્યો! તેના વ્યસનની વાત જાણી પંન્યાસશ્રી વિચારમાં પડી ગયા. યુવાને દેઢ અવાજમાં કહ્યું કે ““ગુરુદેવ! ડરો નહીં. 100 ટકા પાળીશ.' ખાત્રી થતાં નિયમ આપ્યો. પછી તો એ યુવાન જિનવાણી સાંભળતાં શ્રાવક બન્યો. સામાયિક, પૌષધ, ઉપવાસ આદિ ધર્મ વારંવાર કરવા માંડ્યો. જિનવાણીની શ્રેયસ્કરતા મુસલમાન એવા અકબર બાદશાહને પણ સમજાઈ ગઈ | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy