SearchBrowseAboutContactDonate
Page Preview
Page 970
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ | [ ૯૨૧ હતી. તે પણ રોજ વ્યાખ્યાન સાંભળતો. હે મહાનુભાવો! તમે બધા રોજ જિનવાણી રૂપ અમૃતનું પાન કરી આત્માનું હિત સાધો એ જ શુભાભિલાષા. ( શુભ સંકલ્પ ) અમદાવાદના દીપકલાવાળા દીપકભાઈને ઘણા ઓળખે છે. એક સદ્ગુહસ્થ સંસારનિવૃત્તિનો સંકલ્પ કરી નિવૃત્તિ લીધી. તે લેખ વાંચી પપ વર્ષે એમણે દઢ સંકલ્પ કર્યો કે મારે ૬૦ વર્ષે સાંસારિક પ્રવૃત્તિઓ છોડી દઈ ધર્મ કરવો! એ ૬૦ વર્ષે ખરેખર નિવૃત્ત થઈ ગયા. આ પુણ્યાત્મા પૂર્વે આરાધના કરીને આવ્યો છે. તેથી જે સારું જુવે, સાંભળે, વાંચે તે કરવાનું મન થઈ જાય. કોઈ ધર્મીએ પ્રેરણા કરી કે રજાને દિવસે તો પૂજા કરો—તો શરૂ કરી દીધી. બાળપણમાં દીક્ષા લેનારને જોઈને પોતે પણ ભાવના ભાવતા કે આમ મારે પણ ઘોડે ચડી સંયમ સ્વીકારવું! ૬૦ વર્ષ પછી ધર્મ કરતાં દીક્ષાની ભાવના વધતી ગઈ. કેટલાક કાળે નિશ્ચય કરી પરિચિત આચાર્ય ભગવંત વગેરેને પ્રાર્થના કરી પણ વૃદ્ધાવસ્થાને કારણે તેઓએ ના પાડી, છતાં અંતરની ભાવના કેવી દઢ કે અપરિચિત પ. પૂ. આ. ભ. શ્રી ભુવનભાનુસૂરીશ્વરજી મ. પાસે ગયા, રહ્યા, નિશ્ચય કર્યો. પૂ. આ. શ્રીને વિનંતી કરી. પૂ. શ્રીએ ઉદારતાથી હા પાડી. પણ પાપોદયે શારીરિક તકલીફો વધતાં ડોકટરોએ તથા કુટુંબીઓએ ના પાડી. છતાં પોતે હિંમત કરી ૬૮ વર્ષની જૈફ વયે સાધુ બન્યા! ૪ વર્ષથી સુંદર સાધના કરી રહ્યા છે. હે ભવ્યો! આજના કલિયુગમાં પણ આવા કરોડપતિ અને વૃદ્ધ આત્માઓ હિંમતથી સ્વહિત સાધે છે તે સાક્ષાત્ જોવા મળે છે. તમે પણ મન મક્કમ કરી યથાશક્તિ ધર્મ કરી આત્મહિત સાધો. આ દીપકભાઈ ૪૨ વર્ષે તો ઉપાશ્રયનાં પગથિયાં ચડ્યા છે. છતાં જો આટલી પ્રગતિ કરી શક્યા હોય તો તમે બધાં બાળપણથી ધર્મ કરનારા ડરીને કેમ શક્તિ જેટલો પણ ધર્મ કરતા નથી? હિંમત કરો. સફળતા જરૂર મળશે જ. શુભ ભવતુ. ( શિબિરથી સંયમયાત્રા ) એ કૉલેજિયન યુવાન વર્તમાન વાતાવરણના કુસંગે ધર્મથી વિમુખ હતો. વેકેશનમાં શિબિર જાણી આબુમાં હરવા-ફરવાનો આનંદ મેળવવા આવ્યો. પ. પૂ. આચાર્ય શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ.નું મુખ જોઈ વિચારે છે કે આ સાધુની મશ્કરી કરવાની મજા આવશે. છતાં અનંતાનંત ધન્યવાદ છે આ જિનવાણીને! શિબિરમાં આ પ્રભુવચનો સાંભળતાં સાંભળતાં સંસાર, શાસન વગેરે તત્ત્વોનું અંશે અંશે સમ્યજ્ઞાન થયું. ધર્મમાં આગળ વધતો ગયો. અંતે ભરયુવાન વયે ચારિત્ર પણ લીધું! એમનું નામ ગણિવર શ્રી ભુવનસુંદરવિજયજી. આજે તેઓ સુંદર શાસનપ્રભાવના કરી રહ્યા છે. અનેક યુવાનો આ શિબિર, જિનશાસન, પ્રભુવાણીથી સાધુ, શ્રાવક કે સજ્જન બની ગયા. એમાંના કેટલાક હાલમાં પૂ. આચાર્યશ્રી રત્નસુંદરસૂરિ મહારાજ, પૂ. આચાર્યશ્રી જયસુંદરસૂરિ મહારાજ બની સુંદર સાધના અને પ્રભાવના કરી રહ્યા છે. પ્રધાનો, ડોકટરો, ભણેલાઓ વગેરે ઘણાખરા લોકો જ્યાં સ્વાર્થ અને સ્વસુખમાં જ ડૂબેલા છે, એવા અધમાધમ હડહડતા આ કલિકાળમાં પણ શ્રી મહાવીરના જિનશાસનને અનંતાનંત ધન્યવાદ કે આવા હજારો આત્માઓને સાચા માર્ગે લાવી તેમનું અપૂર્વ આત્મહિત કરે છે! ભાગ્યશાળીઓ! તમે પણ પુણ્યોદયે આવું ઉત્તમોત્તમ જિનશાસન પામ્યા છો. તો આ શાસનને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy