________________
૯રર ?
[ જૈન પ્રતિભાદર્શન
LLLLLLL 9THUI
ઓળખી હિંમત ને ઉલ્લાસથી એવી સુંદર આરાધના કરો કે શીધ્ર શિવગતિ સાંપડે, એ જ સદા માટે શુભાભિલાષા.
આજન્મ ચઉવિહાર કરનારાં બાળકો ) નવસારીમાં જન્મેલ એ બાળક એટલું પુણ્યશાળી છે કે એનાં મમ્મી અને રાત્રે દૂધ પણ ન આપે. એ ધર્મી કુટુંબમાં કોઈ રાત્રિભોજન ન કરે. એમને થયું કે જન્મેલાં બાળકોને પણ આ પાપ ન કરાવવું. તેથી સ્તનપાન માત્ર દિવસે જ કરાવે......! મલાડમાં પણ આવું બાળક છે. આ બાળકોએ કેવું પુણ્ય કર્યું હશે કે નરકમાં લઈ જનાર મહાપાપી રાત્રિભોજનથી જન્મથી જ બચી ગયાં. આ કાળમાં કરોડપતિ ને અબજપતિ ઘણા છે; પણ આજન્મ ચઉવિહાર કરનાર પુણ્યસમ્રાટ કેટલા? બીજાં પણ આવાં કેટલાંક બાળકો છે, પણ બધાં મળીને વિશ્વમાં કેટલા નીકળે? કદાચ ૨૫-૩૦ હશે. આવા ઉગ્ર પુણ્યશાળીનું દર્શન કરવાનું મન થાય છે? જેમ ગીનીઝ બુકમાં જગતશ્રેષ્ઠો નોંધાય છે, એમ આ બાળકો તો ગીનીઝ બુકમાં નહીં પણ ધર્મરાજાના ચોપડે નોંધાઈ ગયાં હશે! તમે કદાચ જન્મતી વખતે તો અજ્ઞાત હતા. વળી પુણ્ય પણ શ્રેષ્ઠ કોટિનું નહીં, જેથી મા-બાપ મહાધર્મી ન મળ્યાં. પણ છતાં હે જૈનો! તમે પણ અનંત પુણ્યના સ્વામી છો. વળી તમે ખૂબ ભણેલા અને સમજુ છો. દઢ નિશ્ચય કરો કે હવે તો જાવજીવ રાત્રિભોજન ન કરવું. મુંબઈ વગેરેમાં એવા અનેક ધર્માત્માઓ છે કે જેઓ ટિફિન મંગાવી, ઘેરથી સાથે લાવી કે કોઈપણ વ્યવસ્થા કરી ચઉવિહાર કરે છે. એવા પણ ધર્મપ્રેમી છે કે શેઠને વિનંતી કરી ઓછા પગારે પણ રાત પહેલાં ઘેર પહોંચી ચઉવિહાર કામ કરે છે! તમે તો જરા પણ તકલીફ વિના મહાપાપથી બચી શકો છો. આજે તો વિશ્વમાં હજારો એવા સાહસિકો છે કે જેઓ બાળ, યુવાન કે પ્રૌઢ વયે રમત-ગમત, રેસ, પર્વતારોહરણ, ધ્રુવ-સંશોધન આદિ અનેકવિધ ક્ષેત્રોમાં જીવસટોસટનાં સાહસો કરી જગપ્રસિદ્ધ બને છે. તો તમે આવા નાના ધર્મકાર્યમાં કેમ પાછા પડો છો? ભાવ ઊંચે ઉઠાવો ને આત્મહિતને સાધો. અમારા અંતરના આશીર્વાદ છે. જેમ શ્રી વજસ્વામીએ જન્મથી દીક્ષાના મનોરથો ને પ્રયત્ન કર્યા તેમ આ બાળકો પણ અમુક અપેક્ષાએ કેવાં ઉત્તમ કે જન્મથી રાત્રિભોજનના મોટા પાપથી બચી ગયાં!
( સારા વાતાવરણથી દુરાચારી દિવ્ય પંથે ) આ સત્ય ઘટના લગભગ ૮૦-૧૦૦ વર્ષ પહેલાં બની છે. એ જેનનું નામ સૌભાગ્યચંદ હતું, પણ આચારોથી મહાદુર્ભાગી હતો. એકલો છતાં બધી કમાણી જુગાર, દારૂ, કુલટાસંગમાં વેડફી નાખતો. તે કાળમાં જૈનો પ્રાયઃ આવાં પાપ ન કરતા. એના ગામમાં માનચંદ જૈન લાખોપતિ હતો. એને ૨ પુત્ર હતા. પ્રભુભક્તિ, ગુરુભક્તિ વગેરે ધર્મ કરે. એક વાર સૌભાગ્યચંદને માનચંદે વાતવાતમાં કહ્યું કે “જો તું એક વર્ષ માટે તારા બધા દુરાચારો છોડે તો લાખ રૂપિયા ઇનામ આપું.'
સૌભાગ્યચંદે પણ સાહસિક બની શરત સ્વીકારી. માનચંદ કહે કે “તું આવાં બણગાં ન ફૂંક. તું તો દુરાચારોનો વ્યસની છે. કાયર છે. તારાથી નહીં થાય.” સૌભાગ્યચંદને આ આક્ષેપોએ પાણી ચડાવ્યું. તેણે કહ્યું કે “આજથી જ એક વર્ષ માટે બધું બંધ. તું લાખ રૂપિયા તૈયાર રાખજે.” બોલી તો નાંખ્યું પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org