SearchBrowseAboutContactDonate
Page Preview
Page 972
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ 7 [ ૯૨૩ સૌભાગ્યચંદને તો આ બધાં વ્યસનો વર્ષોથી હતાં. તે બધાંનો ત્યાગ કરવો ખૂબ જ અઘરો લાગ્યો. પણ કેટલીકવાર કેટલાક જીવો અભિમાનને કારણે પણ અતિ કઠિન વાતો કરી બતાવે છે. શરત જીતવા સૌભાગ્યચંદે કુમિત્રોનો ત્યાગ કરવા માંડ્યો. દેરાસરે અને ઉપાશ્રયે ઘણો સમય વિતાવવા માંડ્યો. કુવ્યસનોથી બચવા સારા નિમિત્તોને શોધવા જ પડે. ધીરે ધીરે ગુરુ મહારાજનો સત્સંગ વધતો ગયો. જિનવાણી સાંભળતાં તેનો ધર્મપ્રેમ વધતો ગયો. સંસારની અસારતા સમજાવા માંડી. ૮-૧૦ માસમાં તો તે આખો બદલાઈ ગયો. તેને થયું કે આ દુર્લભ ભવને મેં વેડફી નાંખ્યો. ધર્મ તો ન કર્યો પણ જૈનને ન છાજે તેવાં બધાં પાપથી મારા આત્માને ખરડી નાખ્યો. વૈરાગ્ય વધતો ગયો. એક વરસ પૂરું થયું. માનચંદને અત્યંત આશ્ચર્ય થયું. શરત પ્રમાણે લાખ રૂપિયા આપવા આવ્યો ત્યારે સૌભાગ્યચંદ કહે કે “ મિત્ર! તું મહા ઉપકારી છે. મારા આ દુર્લભ માનવભવને તે સફળ બનાવી દીધો. તારો ઉપકાર ભવોભવ ભુલાય એવો નથી. પૈસો તો પાપ કરાવે. મારે લાખ ન જોઈએ. તારા ઉપકારના બદલામાં લાખો રૂપિયા આપું તો પણ ઋણ ન ચૂકવાય. મેં તો બે માસ પછી દીક્ષા લેવાનો નિર્ણય કર્યો છે!” પછી ખરેખર સૌભાગ્યે દીક્ષા લીધી. માનચંદે તેના દીક્ષા મહોત્સવમાં લાખ રૂપિયા ખર્ચા. દીક્ષા પછી તે મહાત્મા યુવાનો વગેરેને વ્યસનની ભયંકરતા સમજાવતા, પોતાનો જાત-અનુભવ કહેતા અને ઘણાને સન્માર્ગે લાવ્યા. દીક્ષા ખૂબ સુંદર પાળી. આ સાચો પ્રસંગ બધાંએ ખુબ વિચારવા જેવો છે. દીક્ષાની ભાવના છતાં ઘણા ખોટા ડરથી દીક્ષા લેતા નથી. જો આવા ભયંકર વ્યસનથી ઘેરાયેલો પણ દીક્ષા લઈને સુંદર પાળે છે તો તમે તો ખૂબ ધર્મી છો. ખોટા ડરથી શા માટે આત્મહિતથી પાછા પડો છો? વળી બધાએ સુખી થવા માટે દુષ્ટો અને ખરાબ વાતાવરણનો કાયમ ત્યાગ કરવો જોઈએ. ખરાબ નિમિત્તો સારા સારા આત્માઓને પણ ભયંકર પાપો કરાવે છે. વળી બધાંએ સત્સંગ અવશ્ય કરવો જોઈએ. તેનાથી આપણું હિત, અહિત વગેરે બધું જાણવા મળે, અને આપણા આત્માને અપરંપાર લાભો થાય. ( ધર્મપ્રેમી એ નરબંકાને અભિનંદન રાજનગર-અમદાવાદના એ લાખોપતિ જેસિંગભાઈના જેટલા ગુણગાન કરીએ તેટલા ઓછા છે. લગભગ ૭૫ વર્ષ પહેલાં અમદાવાદમાં લાખોપતિ ગણ્યાગાંઠ્યા હતા. આ જેસિંગભાઈ માત્ર લાખોપતિ ન હતા પણ તેમના ઘરની ખાનદાનીના ચારેબાજુ ગુણગાન ગવાતા! એમની હીરાચંદ રતનચંદ નામની ખૂબ પ્રસિદ્ધ પેઢી ચાલતી હતી. તે કાળમાં તેમનો રાજાશાહી વૈભવ હતો. છતાં સાધુ-સાધ્વીની ભક્તિ કરે, વ્યાખ્યાનો પણ સાંભળે, બાળકોને પણ ધર્મના સંસ્કાર આપે. તેમના મોટા સુપુત્ર સારાભાઈનાં લગ્ન હતાં. તે કાળે શેઠિયાઓ લગ્ન ખૂબ ધામધૂમથી કરે. પણ આ પાપભીરુ જેસિંગભાઈએ લગ્નદિવસે વિદ્યાશાળામાં દિવસનો પૌષધ કર્યો! લગ્ન તો રાત્રે છે માટે લાવ મારો દિવસના વખતનો સદુપયોગ કરી લઉં, એમ સમજી દિવસે પોતે પૌષધમાં બેસી ગયા. - પ. પૂ. આચાર્યશ્રી વિજયપ્રેમસૂરીશ્વરજી (ત્યારે મુનિ પ્રેમવિજયજી) મહારાજે તે દિવસે કેટલાય શ્રાવકોને દીક્ષા લેવા પ્રેરણા કરી. તેઓએ છટકવા કહ્યું કે “આ જેસિંગભાઈ લે તો અમારે લેવી.” પૌષધમાં રહેલા જેસિંગભાઈને બોલાવી પૂ. શ્રીએ પ્રતિબોધ કરી કહ્યું કે “તમે હિંમત કરો તો પાછળ આ શ્રાવકોને પણ આવો સર્વોત્કૃષ્ટ ધર્મ કરાવવાનું પુણ્ય પણ તમને મળશે.'' જો કે એ શ્રાવકોને તો Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy