________________
૯૨૪ ]
[ જૈન પ્રતિભાદર્શન
મનમાં એમ હતું કે આ જેસિંગભાઈ આવી સાહ્યબીમાં દીક્ષા લેશે જ નહીં. અને તેથી આપણે લેવાની વાત પણ ઊડી જશે. જેસિંગભાઈને પણ આવો કોઈ પરિણામ ન હતો. પણ એ ધર્મના પ્રેમી હતા. બીજા ઘણાનું કલ્યાણ પણ થશે એમ વિચારી તાત્કાલિક નિર્ણય કરી પૂ. શ્રીને કહે કે, “સાહેબજી ! જોડાવો બધાને હાથ. આપો દીક્ષાનો અભિગ્રહ! નિયમ એવો આપો કે આ વર્ષમાં અષાઢ સુદિ ચૌદશ સુધીમાં દીક્ષા ન લેવાય તો પછીથી લેવાય ત્યાં સુધી ચવિહારા ઉપવાસ કરવા.'' અણધાર્યું બની ગયું. તેથી કેટલાક ખસી ગયા. છતાં ત્રણ શ્રાવકે સાથે અભિગ્રહ લીધો! એ કેવા શ્રાદ્વરત્ન કે આવો કઠિન નિયમ એકાએક લઈ લીધો! પછી તો ૩૮ વર્ષની યુવાન વયે ખરેખર દીક્ષા લીધી! એમની દીક્ષા થઈ ત્યારે ભારતભરમાં જિનશાસનનો જયજયકાર થઈ ગયો. પૂ. આ. શ્રી વલ્લભસૂરિજી મ. વગેરે ઘણા બોલી ઊઠ્યા કે આ કાળના શાલિભદ્રે દીક્ષા લીધી! હે ભવ્યો! તમે પણ યથાશક્તિ સાધુપણું કે શ્રાવકપણું આરાધી આત્મશ્રેય કરો એ જ શુભાભિલાષા.
પુત્રહિતેચ્છુ સુશ્રાવક
એ સુશ્રાવિકાએ પોતાના યુવાન પુત્રનું આત્મહિત થાય એ માટે સમજાવ્યો કે મહારાજ સાહેબ પાસે થોડો સમય રહે. ભાવના એવી કે દીક્ષા લે તો તેનું કલ્યાણ થાય. શ્રાવિકા ગુજરાતનાં હતાં. વર્ષો સુધી સાધુ સાથે રહેવા છતાં એ યુવાનને ભાવ ન થયો. પછી માએ પરણાવવો પડ્યો. માની મહેનત નકામી ગઈ? ના. એને દીક્ષા ગમી તો ગઈ પણ દીક્ષાનો ઉલ્લાસ ન થયો. છતાં એમણે પોતાના પુત્રને નાનપણથી દીક્ષાની પ્રેરણા કરી. અને અંતે અપાવી! આ મહાત્મા આજે પણ સાધુપણું પાળી રહ્યા છે. આવા કાળમાં પણ કેવા ઉત્તમ જૈનો કે પોતાના પ્રાણપ્યારા પુત્રો શાસનને સમર્પી દે છે!
પ. પૂ. આચાર્યશ્રી પ્રેમસૂરીશ્વરજી મ. આદિના પ્રયત્નોથી આજે તો આવાં કેટલાંય શ્રેષ્ઠ શ્રાવક-શ્રાવિકાઓ છે કે જેઓ પોતાનાં સંતાનોને તૈયાર કરી દીક્ષા અપાવે છે! કેટલાંય અભિગ્રહ કરે છે કે અમારે દીક્ષાની ના ન પાડવી. જો સંતાન મક્કમ હોય તો કેટલાંય પછીથી સ્વયં રાજીખુશીથી દીક્ષા અપાવે છે. હે સ્વહિતચિંતકો! તમે પણ સંતાનો તથા આશ્રિતોને સંસ્કાર સીંચી સ્વપરહિત સાધનારા બનાવો તો અનંતાનંત પુણ્ય બંધાશે. બાકી તો આ કાળ એવો ભયંકર છે કે સંસ્કાર નહીં સીંચ્યા હોય તો વર્તમાનકાળના વિષમ વાતાવરણના પ્રભાવે ધર્મ તો નહીં કરે, પણ કદાચ તમને પણ ત્રાસ ને દુઃખ આપશે. તેથી એવું પણ બને કે અસમાધિને કારણે તમારે પણ ઘણા ભવો દુર્ગતિ વગેરેનાં દુ:ખો ભોગવવા પડે. તેથી દીક્ષા લેવી હોય તો અંતરાય કરવાનું ભયંકર પાપ તો ન જ કરવું.
આ કાળના આદર્શ સુશ્રાવક
એ સુશ્રાવકનું નામ હિંમતભાઈ બેડાવાળા. મુંબઈ વાલકેશ્વરમાં રહે છે. ખૂબ ઊંચા આરાધક તરીકે એમને ઘણા બધા જાણે છે. તેમની ધર્મદઢતાના કેટલાક પ્રસંગ જોઈએ. ૪-૫ વર્ષ પહેલાં મહારાષ્ટ્રમાં અહમદનગર ગામે એ સિદ્ધચક્રપૂજન ભણાવવા ગયેલા. મુંબઈથી કૉલ આવ્યો કે ‘‘હમણાં જ પાછા આવો. તમારાં ધર્મપત્ની સિરિયસ છે.’' છતાં આ ધર્મશ્રદ્ધાળુ કહે કે ‘‘સિદ્ધચક્રપૂજન છોડીને ન જવાય. ભાવિ જે હશે તે થશે. વળી આ પ્રભુભક્તિથી જ તેને સારું થઈ જવું જોઈએ.'' એમણે તો જરા પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org