SearchBrowseAboutContactDonate
Page Preview
Page 974
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] ચિંતા કર્યાં વિના ભાવથી પૂજન ભણાવ્યું. ત્યાં ખરેખર પત્ની પણ સારી થઈ ગઈ! હિંમતભાઈ રોજ કાઉસ્સગ્ગ આદિ ઘણી આરાધના કરે છે. લગભગ છ વિગઇત્યાગ, પાંચથી વધુ દ્રવ્ય ન વાપરવા વગેરે વર્ષોથી ચાલુ છે. ઘણા કહે છે કે આ હિંમતભાઈ સાધુ જેવું જીવન જીવી રહ્યા છે. હે ભાગ્યશાળીઓ! કરોડો રૂપિયા હોવા છતાં તેઓ જો આવું ઉત્તમ જીવન જીવતા હોય તો તમે પણ મનને દૃઢ કરી યથાશક્તિ ધર્મ-આરાધના કરો. આવા ધર્મીને આપત્તિમાં દૈવી સહાય મળે છે એ આ કાળમાં પણ અનુભવાય છે! એકવાર એમના ઘરમાં રેડ પડી. પોતે ધર્મશ્રદ્ધાથી ચાવીઓ સોંપી દઈ નવકારમંત્ર ભાવથી ગણવા માંડ્યા! અધિકારીઓ કબાટમાં તપાસ કરે છે. ઘણા રૂપિયા હોવા છતાં તેઓને દેખાતા નથી! કાંઈ ન મળતાં ચાવી આપી પાછા ગયા! અનંત પુણ્ય મળેલા આવા ધર્મને ઓળખી, આરાધી, આત્મસુખ પામો એ જ શુભેચ્છા. શરણે આવનારનું ધર્મથી રક્ષણ જીવતલાલ પ્રતાપશીને ઘણા જાણે છે. પૂ. પંન્યાસપ્રવર શ્રી ચંદ્રશેખરવિજયજી મ.ના એ સંસારી કાકા હતા. તે દિવસોમાં હિન્દુ-મુસ્લિમોનું હુલ્લડ ચાલતું હતું. જીવાભાઈને અતિ જરૂરી કામે અમુક જગ્યાએ ગયા વિના છૂટકો ન હતો. રસ્તામાં મુસ્લિમ લત્તો હતો. જોખમ ઘણું હતું. જવું પડ્યું. ડ્રાઈવરને કહી દીધું કે તે લત્તામાં ગાડી મારી મૂકજે. ત્યાં પહોંચ્યા તો ઘણે દૂર સેંકડો લોકો ભેગા થયેલા દેખાયા. ડ્રાઈવરે ગાડી ફુલ સ્પીડે દોડાવી. જોરથી હૉર્ન માર્યા, ટોળું ખસ્યું નહીં. જીવાભાઈ સમજી ગયા કે હવે મોત સામે જ છે. આ તો મહાન શ્રાવક! મોતથી ડર્યા વિના સદ્ગતિ મળે એ માટે એકાગ્રતાથી નવકાર ગણવા માંડ્યા. પાસે જઈ ડ્રાઈવરે ન છૂટકે ગાડી રોકી. ટોળાએ ગાડીને ઘેરી લીધી. હતા બધા મુસલમાન. હિન્દુ હોય તો મારી નાખવા જ ભેગા થયેલા. તેમના આગેવાને અંદર કોણ છે એ જોવા ગાડીના બારણામાંથી તપાસ કરી. પણ ધર્મનો અચિંત્ય પ્રભાવ કેવો કે પેલાને જીવાભાઈ મુસલમાન દેખાયા. તેથી એણે બૂમ પાડી કે શેઠ કો જાને દો. અપનેવાલે હૈં.'' લોકો ખસી ગયા. ડ્રાઈવરે ગાડી ભગાવી. જીવાભાઈને ધર્મે બચાવ્યા! ધર્મીને ગેબી સહાય પ્રાયઃ મળે છે. [ ૯૨૫ પૂ. શ્રી હેમરત્નવિજયજી ગણિવરને આ જીવાભાઈએ બોલાવરાવ્યા. પોતે ખૂબ બીમાર હતા. પૂજ્યશ્રી ગયા ત્યારે જીવાભાઈ પૌષધમાં હતા. પૂ.શ્રીએ પૂછતાં કહ્યું કે સાહેબ! બીમારી હતી પણ આજે ચૌદશ છે. પૌષધ ન છોડાય તેથી કર્યો. આપ મને ધર્મ સંભળાવો જેથી બીમારીમાં સમાધિ વધે.’’ હે ધર્મપ્રેમીઓ! તમને તો માંદગી નથી ને? નક્કી કરો કે પર્વ દિવસે પૌષધ વગેરે આરાધના કરવી જ. બ્રહ્મચર્યનો અદ્ભુત ગુણ બેંગ્લોરના જતીનભાઈ. યુવાન વય. સફારી બૅગ કંપનીના એજન્ટ તથા તે જ કંપનીમાં મોટી પોસ્ટ. પણ લગ્નની ઇચ્છા બિલકુલ નહીં! માતુશ્રીની માંદગીને કારણે એક કન્યા સાથે લગ્ન કરવા પડ્યા. લગ્ન પહેલાં તે કન્યા સાથે પોતાની ભાવના વગેરે કહેલાં. પિકચરો જોતી એ કોડીલી કન્યાએ આવી મુશ્કેલ વાત પણ વધાવી લીધી! કેવું આશ્ચર્ય! લગ્ન કરવાં અને બ્રહ્મચર્ય પણ પાળવું! લગ્નથી માંડી દસ વર્ષ બંનેએ બ્રહ્મચર્ય પાળ્યું! ઘણા એમને આ કાળના વિજય શેઠ, વિજયા શેઠાણી તરીકે ઓળખાવે છે! જો ૧૦૪. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy