SearchBrowseAboutContactDonate
Page Preview
Page 975
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨૬ ] [ જૈન પ્રતિભાદર્શન કે વિજય શેઠની સાથે આપણે તેમની સરખામણી ન કરીએ, છતાં આવા કાળમાં આવો શ્રેષ્ઠ ગુણ આશ્ચર્યભૂત લાગે. આજે જ્યારે મિત્રો, પડોશીઓ, સગા, સ્નેહીઓમાં વિજાતીઓના સંબંધો પાછળ ઠેર-ઠેર વિષયની લાલસા દેખાય છે, અને કુંવારા, પરણેલા, પ્રૌઢો એમ લગભગ ઘણા મનુષ્યો અબ્રહ્મચર્યના વિષયમાં ઘણા પાપો, દુરાચારો કરતાં સંભળાય છે, એવા આ કલિકાળમાં દંપતીનો આવો બ્રહ્મચર્યપ્રેમ કેવો અજોડ ગણાય! મૈથુન સંજ્ઞાને કારણે ઘણા જીવો કેવા કેવાં ભયંકર દુષ્કાર્યો કરે છે એ જ્ઞાનીઓ આપણને કહે છે. જેઓ બ્રહ્મચર્ય પાળે એ અડધા સાધુ જેવા ગણાય. જતીનભાઈના ભાવ વધતાં દીક્ષા પણ સજોડે લીધી! આજે જ્ઞાનનો અભ્યાસ, નિર્દોષ સંયમપાલન વગેરે સુંદર આરાધના કરે છે. ભારતીબેન પણ દીક્ષા લઈ અભ્યાસ, માસક્ષમણ વગેરે સુંદર આરાધના કરે છે. બંનેમાં બીજા પણ ઘણા ગુણો છે. એમને ખૂબ ખૂબ ધન્યવાદ આપીએ. આ અને આવા બીજા બ્રહ્મચર્યના પ્રસંગો જાણી તમે પણ મન મક્કમ કરી દઢ સંકલ્પ કરો અને યથાશક્તિ નીચેના ગુણ લાવવા ખૂબ ઉદ્યમ કરો. જાવજીવ બ્રહ્મચર્ય, પરસ્ત્રીગમન ત્યાગ, સ્વસ્ત્રી વિષે વધુ ન બને તો પણ પર્વ દિવસો, ૧૨ તિથિ કે ૫ તિથિ બ્રહ્મચર્યપાલન તથા જાવજીવ અનંગક્રીડા ત્યાગ વગેરે. વળી આવા પાપ-વિચારોના કારણભૂત વીડિયો, ટી. વી., સિનેમા, અશ્લીલ વાંચન અને વાતો વગેરે ત્યાગ. આવા આ ભવના સુસંસ્કારોથી આત્માને એવો યોગ્ય બનાવો કે જલદી આત્મહિત થાય એ જ શુભાભિલાષા. ( શીલરક્ષા ) કેટલાંક વર્ષો પહેલાંની વાત છે. ડૉકટર હતા મૂળ પાલનપુરના. યુવાન વય, રૂપાળા. વધુ ભણવા ઈગ્લેન્ડ ગયા. ડિગ્રી મેળવી. મોટી હોસ્પિટલમાં સારી નોકરી મળી. પોતાની ડ્યુટી મુજબ એક રાત્રે રાઉન્ડ લગાવી પોતાની રૂમમાં આવ્યા. ડોકટરને ખબર નહીં ને પાછળથી એક રૂપવતી નર્સે રૂમમાં આવી બારણાં અંદરથી બંધ કર્યા. યુવતીએ મીઠી વાતો કરવા માંડી. પછી કામના હાવભાવ શરૂ કર્યા. પછી તો ઉપરના વસ્ત્રો ઉતારવા લાગી. સમજાવવા જતાં બૂમાબૂમ કરી બેઆબરૂ કરે એમ વિચારી ડૉકટરે બારી ખોલી નવકાર ગણતાં નીચે ભૂસકો માર્યો. ડૉકટર બચી ગયા. આજે પણ એ ડૉકટર શીલરક્ષાનો પ્રસંગ યાદ કરી આનંદિત બની જાય છે. કશીલ સેવનારને તો જિંદગીભર પાપડંખ ખુબ દુઃખી કરે છે. આજે એ ડોકટર અમદાવાદમાં જ રહે છે. ખૂબ ધન્યવાદ! ( શીલરક્ષા માટે પતિનો ત્યાગ ) જિનશાસનના ગૌરવ સમી શીલપ્રેમી એ યુવતી આજે પણ ગુજરાતની ભૂમિને પાવન કરી રહી છે. આ સુશ્રાવિકા અમારા સમુદાયના એક મહાત્માનાં સગાં થાય છે. લગ્નના થોડા સમય પછી આ બેન પતિને સંસ્કારી ભાષામાં કહે છે કે, “દુકાને તમારા ગયા પછી આજે પિતાજી રસોડામાં આવી હસતા હતા. અશિષ્ટ ચાળા કરતા હતા......સમજાવીને આ બંધ કરાવો.” પતિએ જવાબમાં કહ્યું કે ““તું ડરીશ નહિ. પરણીને તાજી આવેલ તને એકલવાયું ન લાગે તે માટે પિતાજી આમ કરે છે...” પછી પણ ૩-૪ દિવસ અશિષ્ટ વર્તન ચાલુ રહ્યું. પતિને ફરી ફરિયાદ કરી, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy