SearchBrowseAboutContactDonate
Page Preview
Page 976
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૯૨૭ પણ પતિએ વાતને ધ્યાનમાં ન લીધી. પણ આ શીલસંપન્ન યુવતી પોતાની નારાજગી છુપાવી પોતાની પથારીમાં સૂવા ગઈ. ઊંઘ આવતી નથી. શીલનાશના જ્ઞાનીઓએ કહેલા અપરંપાર દુઃખો વિચારતી એ પતિ અને સસરાના સૂઈ ગયા પછી ઘરેથી નીકળી પિયર પહોંચી ગઈ. અચાનક આવેલ પુત્રીને જોઈ માતા-પિતાએ ઘણા પ્રશ્ન પૂછડ્યા. તેણે જવાબમાં કહ્યું કે, “હમણાં આપના ઘરે જ રહેવાની છું. નોકરી શોધી લઈશ. તેથી આપને ભારરૂપ નહિ બનું. સદાચારથી જીવીશ. અત્યારે વધુ ન પૂછતા.” પિયરમાં રહી. શિક્ષિકાની નોકરી મળી ગઈ. પતિએ અવારનવાર પત્રો લખી તેડાવી. ન ગઈ. રૂબરૂ તેડવા આવ્યા પણ ન માની. લગભગ ૧૮ વર્ષ બાદ પતિ જાતે લેવા આવ્યા. ઘણી દલીલો કરી. ન સ્વીકાર્યું. આખરે પતિએ કહ્યું કે, “પિતાજી તો દેવલોક થઈ ગયા છે. હવે નિર્ભયપણે આવ....” ત્યારે પતિના પરિચિત બે સંબંધીને વચમાં રાખીને સાસરે સિધાવી. તાજું લગ્ન, યુવાન વય, પતિસુખ છોડીને નોકરી કરીને પણ શીલભંગ ન જ કર્યો! શીલ સુગંધને અનુમોદતી એ આજે પણ માનવભવ આનંદથી સફળ કરી રહી છે. અનંતાનંત વંદના હો આવી વર્તમાન સતીઓને. આ વાંચી તમે બધાં પણ હિંમતપૂર્વક શીલની રક્ષા કરતાં સ્વહિત સાધો એ જ શુભાભિલાષા. ( સંયમ માટે સાહસ અમદાવાદના રસિકભાઈ લગભગ ૨૫ વર્ષથી ધર્મ આરાધના કરે. નિવૃત્તિ પણ લઈ લીધી. ધાર્મિક ભણાવે. વ્યાખ્યાનશ્રવણ વગેરે નિત્ય આરાધના કરે. દીક્ષાનું મન થાય પણ ઉંમર થવાથી ડરે. દીપકલાવાળા દીપકભાઈ અને ચાવાળા રતિભાઈની દીક્ષા નક્કી થઈ. બંનેએ રસિકભાઈને ઉત્સાહિત કર્યા. હિંમત કરીને એકદમ સંયમમાર્ગે સિધાવ્યા! લગભગ ૩ વર્ષથી સુંદર આરાધના, કલાકો સુધી સ્વાધ્યાય વગેરે કરે છે. પ્રવચન આપે છે. તે ભાગ્યશાળીઓ! આવા વૃદ્ધો હિંમત કરે છે, તો આત્મહિત કરવું હોય તો તમે પણ હિંમત કરી સંયમસાધના કરો. દીક્ષાથી ડરો છો? દુર્ગતિ અને સંસારનાં દુઃખોનો ડર નથી લાગતો? દીક્ષા ન લેવાય તો પણ સામાયિક, સ્વાધ્યાય, ભવ આલોચના, ચૌદ નિયમ, પ્રવચનશ્રવણ, પચ્ચકખાણ, કાયમનાં ૧૨ વ્રત વગેરે આરાધના તો કરો. અચિંત્ય લાભ લેવાનો આ અવસર એળે ન જવા દો. ( સાધર્મિકને સાચા ભાઈ રૂપે જોનારા ) સાધર્મિક સહાય કરી કાયમ પાપથી બચાવનાર સુશ્રાવકો આજના પડતા કાળમાં પણ છે. જિનશાસન આજે પણ ઝળહળતું છે. ધ્રાંગધ્રામાં ધીરુભાઈ શાહ પાસે એક શ્રાવક પોતાને માથે પડેલી મુસીબતને રડતાં કહે છે કે “શેઠ સાહેબ! ૮ દિવસ પહેલાં શેર ખરીદ્યા હતા. એના ભાવો ગગડી ગયા છે. ૫ હજારનું વલણ ચૂકવવાનું છે. ૧૫00 ચૂકવ્યા. હવે કાંઈ બચ્યું નથી. મુસીબતમાં ફસાઈ ગયો છું. પૂરું દેવું નહીં ચુકવાય ત્યાં સુધી ભયંકર માનસિક દુઃખ સહેવું પડશે.” ધીરુભાઈ : “પાંચ હજાર ચૂકવી દઉં છું; પણ ફરી આવું થશે ત્યારે શું કરશો?” “આપ જ બતાવો.” “શેર સટ્ટાનો નિયમ લઈ લો.” તરત જ તેણે શેઠ સમક્ષ જ નિયમ લીધો. આમ તે સાધર્મિકને ધીરુભાઈએ દુઃખથી કાયમ માટે બચાવી લીધા. શક્તિ પ્રમાણે સાધર્મિકની ભક્તિ કરો અને આવાં દુઃખોથી તથા તે પાપોના વિપાકોથી બચવા પ્રભુએ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy