SearchBrowseAboutContactDonate
Page Preview
Page 977
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૨૮ ] [ જૈન પ્રતિભાદર્શન 'નિષેધેલા આવા અનર્થદંડ વગેરે પાપના ધંધા ત્યજો અને આશ્રિતો, મિત્રો વગેરેને પણ પ્રેરણા કરો. ( તપસ્યા કરતાં કરતાં રે ડંકા જોર બજાયા હો ). મહારાષ્ટ્રના ધૂળિયા શહેરના સુશ્રાવક શિવલાલભાઈ કોટેચા. પ. પૂ. આચાર્યદેવ શ્રી રવિચંદ્રસૂરીશ્વરજી મ.ના ચાતુર્માસમાં વ્યાખ્યાન સાંભળતાં એમને આરાધના કરવાનો ઉલ્લાસ થયો. ૩૫ વર્ષની તેમની ઉંમર હતી. નિત્ય એકાસણાં કરવા માંડ્યા. કાપડની ફેરી આજુબાજુનાં ગામોમાં કરે. કયારેક ૩-૪ વાગે આવે, છતાં એકાસણું જ કરે. પછી તો એકાસણાં ઠામ ચઉવિહાર કરવા માંડ્યા. અંત સુધી છોડ્યા નહીં. માસક્ષમણથી સંકલ્પ કર્યો કે અઠ્ઠમ તપ સુધી કાયમ ચઉવિહાર જ કરવો. ઘણા વર્ષ પાંચ તિથિ ચઉવિહાર ઉપવાસ કર્યા. લોકસેવા કરતાં પણ તપ ચાલુ. મરાઠાવાડામાં દુષ્કાળમાં સરકાર પશુનો ખોળ લોકોને આપતી. શિવલાલભાઈને સેવા વખતે દાળરોટલી મળતી. છતાં ખોળ ખાઈ એકાસણાં કર્યાં! દીક્ષા લીધી. ૬ વર્ષે દેવલોક પામ્યા. છેક સુધી તપનો રાગ જબરો! છેલ્લાં ૨૫ વર્ષ મૂળથી ગોળ, ઘી અને ખાંડનો ત્યાગ કર્યો! વર્ધમાનતપની ૪૨ ઓળી કરી. તપસ્વીજીને લાખ લાખ ધન્યવાદ. તપથી અનંતા કર્મ ખપે છે. તમારે પણ યથાશક્તિ તપ સાથે કાયમ અભક્ષ્ય, રાત્રિભોજન વગેરેનો ત્યાગ કરવા કમર કસવી જોઈએ. અમલનેરના મણિભાઈ. ઉમ્મર ૭૦. ચા-બીડીના ભયંકર બંધાણી. છતાં પૂ. આ. શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ.નો ઉપદેશ પામી પૌષધપૂર્વક માસક્ષમણ કર્યું, પછીથી વર્ધમાન તપની ઓળીને પાયો નાખ્યો. પછીથી ઉપધાન કર્યાં. બીડી-ચા તો બિચારાં ક્યાંય પલાયન થઈ ગયાં. (ધર્મપ્રભાવે રોગ ગાયબ) ઇરલાના વિનોદભાઈને દેહમાં ગાંઠ થઈ. નિદાન કરાવી જરૂરી લાગતાં ઓપરેશન કરાવવું પડ્યું. ફરી ગાંઠ નીકળી. ડૉકટરે બીજીવાર ઓપરેશનની સલાહ આપી. ન છૂટકે કરાવ્યું. થોડા સમય બાદ ફરી પાછી ગાંઠ થઈ. ડોકટરની ઑપરેશનની સલાહ સાંભળી ધર્મપ્રેમી જૈન સુશ્રાવકે વિચાર્યું કે પુણ્યથી મળેલી લક્ષ્મી વેડફવા કરતાં પ્રભુશરણે જઉં! લાખોપતિ એ શ્રદ્ધાળુએ પ્રભુદેરે ઘણા રૂપિયા રોકડા મૂકી પ્રાર્થના કરી કે હવે તો તારા જ શરણે આવી ગયો છું. ડૉકટરોને મારે હવે રૂપિયા નથી દેવા. ઓપરેશન-ખર્ચ તારે ચરણે ધરી પ્રાર્થના કરું છું કે હવે તો આ ગાંઠ તું જ મટાડ. નહીં મટે તો પણ હવે તો ઓપરેશન કરાવવું નથી. ગાંઠ મટી ગઈ! ૪ વર્ષ થયાં. હવે એ ગાંઠ આ ધર્માત્માને ત્યાં આવવાની હિંમત પણ કરી શકતી નથી. આવા ભયંકર કાળમાં પણ ધર્મનો આવો ચમત્કાર જાણી ધર્મ ખૂબ કરો. પુષ્ય ન હોય તો ડોકટર અને દવા પરની શ્રદ્ધા નિષ્ફળ જશે. ઉપરથી નવાં પાપ બંધાવી લાખો કાળ ઘણું દુઃખ આપશે. જ્યારે મહાપ્રભાવી ધર્મ આપણને સર્વત્ર સુંદર સાચું સુખ આપશે. (ધર્મદેઢ સુશ્રાવિકા ) ધર્મપ્રેમી એ શ્રાવિકાએ બીજા ગર્ભાધાન પ્રસંગે નિર્ણય કર્યો કે મારા એક પુત્રને સાધુ બનાવીશ! | Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy