SearchBrowseAboutContactDonate
Page Preview
Page 978
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ 7 [ ૯૨૯ પછી તો એ માતાએ ૨-૨ પુત્રોને શાસનને સમર્પી દીધા! મુંબઈના એ બહેનના બીજા અનેક પ્રસંગો આપણને ખૂબ પ્રેરણા કરે તેવા છે. એ ધર્માત્મા પરણીને સાસરે ગયાં પછી કંદમૂળ ખાતા કાકાજી વગેરેને કહેલું કે તમારું એઠું પવાલું માટલામાં ન નાંખવું. આટલી મારી વિનંતી નહીં સ્વીકારાય તો આ ઘરનો ત્યાગ કરીશ. સંયુક્ત કુટુંબમાં એકે મજાકમાં એકવાર એઠું પવાલું ઘડામાં નાંખ્યું. દેઢધર્મી એ શ્રાવિકા તરત જ ઘરની બહાર નીકળી ગઈ! પુણ્યોદયે સરળ પતિએ જુદું ઘર લીધું. પુત્રોને કહેલું કે આ ઘરમાં ટી. વી. આવશે તો ગૃહત્યાગ કરી દઈશ. એક દીકરાએ ઘરમાં ટી. વી. લાવતાં તે જ મિનિટે ઘરની નીચે ઊતરી ગયાં! મમ્મીની ધર્મદઢતા જોઈ સુપુત્રે ટી. વી.ને ઘરમાંથી રવાના કરી દીધું. આ કલિકાળમાં પણ જિનશાસન કેવું જયવંતું છે કે આવી અનેક શ્રાવિકા સુંદર આરાધના કરે છે અને કુટુંબ પાસે કરાવે છે! ( નવકાર-પ્રતાપે મોતથી બચાવ ) લગભગ ૨૧ વર્ષ પહેલાં અમે પાંચ સાધુ કાવી જવા ધુવારણના આરાથી હોડીમાં બેઠા. લગભગ અધવચ્ચે નાવિકે બૂમ પાડી : “અરે! આપણે બધા હવે ડૂબી મરવાના....' પૂછતાં તેણે બધાને કહ્યું હું વર્ષોથી નાવ ચલાવું છું. અહીં ભૂલથી આપણે આવી ગયા. અહીં ધોધની જેમ પાણીનો ધસમસતો પ્રવાહ વહે છે. આ પ્રવાહ હોડીને સડસડાટ સીધી સામે જ ખેંચી જશે. આજુબાજુમાં સરકવું હવે અશક્ય છે. દૂર આગળ મોટા થાંભલા દેખાય છે ત્યાં પહોંચી હોડી અથડાશે, તૂટશે. પાણી ભરાશે, ડૂબશે. બધા મરશું. તરનારા અમે પણ ધસમસતા પાણીપ્રવાહમાં તરી નહીં શકીએ. અમે પણ ડૂબશું. બચવાનો હવે કોઈ રસ્તો નથી...” સાંભળી બધા રડારડ ને ચીસાચીસ કરવા માંડ્યા. નાવમાં ૩૦-૩૫ મુસાફરો પણ હતા. જ્ઞાનીઓનાં વચનોને યાદ કરી સમાધિમૃત્યુની આરાધના માટે મેં બધાને ખમાવી અંતિમ આરાધના માટે સાગારી અણશણ સ્વીકારી નવકાર ગણવા માંડ્યા. થાંભલા પાસે પહોંચતાં બધાંને મોત નજીક દેખાય છે. મરવાનું ભયંકર દુઃખ છે; પણ નવકાર પ્રતાપે હોડકું થાંભલાની બાજુમાંથી નીકળ્યું! હોડી સહીસલામત કિનારે પહોંચી ગઈ. અનંતા જીવોને મોક્ષ આપનાર નવકારના આવા સેંકડો ચમત્કારો તમે પણ જાણ્યા હશે. બુદ્ધિશાળી તમે પણ આ જાણી આંખો બંધ કરી આના ઉપર ઊંડું ચિંતન કરી અનંત પુણ્ય મળેલા આ મહાપ્રભાવી જૈન ધર્મ પર દઢ શ્રદ્ધા પ્રગટાવી ધર્મને યથાશક્તિ સેવી સદા સર્વત્ર સુખ પામો એ જ શુભેચ્છા. ( લાખો ધન્યવાદ એ સાધુ જેવા સુશ્રાવકને એ પુણ્યશાળીનું નામ પણ કેવું પવિત્ર! નામ એમનું વીરચંદ ગોવિંદજી. એમની વિશિષ્ટ આરાધનાઓ કહું ? જાણવી છે ? ખૂબ ધ્યાનથી વાંચો : ૧. દરરોજ સવાર-સાંજ પ્રતિક્રમણ અને આઠ (રિપીટ પાઠ) સામાયિક. ૨. રોજ લગભગ એકાસણું. - ૩ ત્રણ લીલોતરી સિવાય બધી જ લીલોતરીનો ત્યાગ. ૪. વરસાદ પડતો હોય તો પ્રાયઃ વરસાદમાં બહાર ન જાય. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy