SearchBrowseAboutContactDonate
Page Preview
Page 979
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૩૦] [ જૈન પ્રતિભાદર્શન કાળવેળાએ ખુલ્લામાં જાય તો સાધુની જેમ કામળી ઓઢીને જાય. પૂજા માટે સ્નાન ખુલ્લામાં કરે. ૭. સંડાસ-બાથરૂમ સાધુની જેમ બહાર ખુલ્લામાં જાય. સાધુની જેમ ઘણાં બધાં પાપો ગૃહસ્થવેશમાં પણ છોડનાર આવા સાધકો આ કાળમાં ગણ્યા-ગાંઠ્યા હશે. લગભગ દશ વર્ષ પહેલાં દેવલોક પામેલ આ શ્રાવક બારડોલી પાઠશાળામાં શિક્ષક હતા. તમે બધાં પણ આ શ્રેષ્ઠ સાધકની દિલથી અનુમોદના કરી યથાશક્તિ ધર્મ-આરાધના કરો એ જ શુભેચ્છા. ( મહાવૈરાગી યુવતી ) યુવાન કન્યાને જોવા બોલાવેલા બધા છક થઈ ગયા. ફાટેલાં કપડાં, વીખરાયેલા વાળ. લઘરવઘર કપડાંમાં યુવતીને જોઈ મુરતિયાએ ના પાડી દીધી. એ દઢ વૈરાગી સાણંદની કુમુદબેન કેશવલાલ સંઘવીએ દીક્ષાર્થી છતાં કુટુંબીઓના આગ્રહથી મુરતિયા સમક્ષ જવું પડ્યું ત્યારે લગ્નપાપથી બચવા ને દીક્ષા મેળવવા આવું સાહસ કર્યું! રૂપ-ગુણ સંપન્ન કુમુદે ભાવના સફળ કરવા તપ આદિ અનેક આરાધના કરવા માંડી. રોજ પ્રાયઃ માત્ર રોટલી, પાણી કે દાળ જ જમતી! ને છ-છ માસ એક જ સાડી પહેરતી! એ કુમુદે ભાઈના લગ્નપ્રસંગે પણ માત્ર દાળભાત જ ખાધાં! કુટુંબીઓને દઢ વૈરાગ્યની ખાત્રી થઈ. દીક્ષા માટે ભાગેલી એને દીક્ષા અપાવશું એ ખાત્રી મળ્યા પછી જ એ પાછી આવી. અંતે પિતા વગેરેએ અઠ્ઠાઈ મહોત્સવપૂર્વક દીક્ષા અપાવી. આવા દઢ વૈરાગી (હાલમાં શ્રી પદ્મલતાશ્રીજી નામધારી)એ સાધ્વીએ ૫૦ વર્ષના નિર્મળ સંયમને પાળી ઘણી શાસન-પ્રભાવના કરી છે. ( સિદ્ધગિરિથી પોપટને જૈન ધર્મની પ્રાપ્તિ ) આ સત્ય પ્રસંગ લગભગ ૮૭ વર્ષ પહેલાં બની ગયો છે. સમેતશિખરજી માટે લડતા વકીલના સ્વમુખે આ વાત સાંભળીને ધર્મમાં સંપૂર્ણ શ્રદ્ધા પેદા કરવી જોઈએ. ૧૧ દિવસનો એ બાળક ખૂબ રડે છે! ઘણા ઉપાયે શાંત ન રહેતાં “ક્યું ન ભયે હમ મોર.....' એ સ્તવન ગાવા માંડ્યું. રડવાનું છોડી રો ધ્યાનથી સાંભળવા લાગ્યો! પછી જ્યારે રડે ત્યારે આ સ્તવન સંભળાવી શાંત રાખે. સિદ્ધાચલજીની તાજી યાત્રાની યાદરૂપે તેનું નામ સિદ્ધરાજ પાડ્યું. ૩ વર્ષના તેને સોનાકાકી વાલકેશ્વર દર્શને લઈ ગયાં ત્યારે બોલી ઊઠ્યો : “પેલા આદિનાથ તો મોટા છે.” પૂછતાં તેણે જણાવ્યું સિદ્ધાચલજીના આદેશ્વર દાદાની મેં ગયા (પોપટના) ભવમાં પૂજા કરી છે. ' એને કદી પાલીતાણા લઈ ગયાં ન હતાં. તે સિદ્ધગિરિના દર્શન કરાવવાની જીદ કરવા લાગ્યો. ૩ વર્ષના તેને પાલીતાણા લઈ ગયા. સોનગઢ અને શિહોર ગામેગિરિરાજ દેખાડી સિદ્ધરાજ કાકાને કહે છે—-“આ જ સિદ્ધાચલજી.” પાલીતાણા પહોંચી યાત્રા માટે તેને ડોળીમા બેસવા કહ્યું પણ તે કાકાની આંગળી પકડી ચડવા માંડ્યો! બાઈ ઉપાડીને લઈ જાય તે માટે સમજાવ્યો પણ ન માન્યો. વચ્ચે ક્યાંય પણ બેઠા વિના ઉપર પહોંચી ગયો! તેની ભાવના જાણી પહેલી પક્ષાલ પૂજા વગેરે કરાવ્યાં. ઘરનાં ચૈત્યવંદન કરતાં હતાં ત્યારે તે અર્થે કલાક દાદા સામે ધ્યાનમાં બેસી ગયો. યાત્રા પછી અત્યંત આનંદ દેખાયો. તે ગિરિરાજ ઉપર પાણી પણ પીતો નહીં! એક-બે વાગે નીચે ઊતરી જમતો. તેનું પ્રિય સ્થાન (સિદ્ધવડ) તેણે બધાંને બતાવ્યું. પૂછતાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy