SearchBrowseAboutContactDonate
Page Preview
Page 980
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૯૯૧ તેણે કહ્યું કે યાત્રાએ આવેલાં આ ઢસૂઢાજી અને તેમનાં માતુશ્રીને જોઈ મને એમને ત્યાં જનમવાનું મન થયું હતું. ૪ વર્ષના આ બાળકને તેના ઘરનાં મ.સા. પાસે લઈ ગયાં. તેના સાથે વાતો કરી. પૂ. મુનિ શ્રી કપૂરવિજયજી મ. આદિએ કહેલું કે આને જાતિસ્મરણ થયું લાગે છે. હજારો યાત્રાળુ એના દર્શને આવતાં. આ બાળક મોટો થઈ કલકત્તા વેપારી ચેમ્બરમાં મોટા હોદ્દા ઉપર આવેલ. ( તપસ્વીરત્ન ) મદ્રાસના તપસ્વીરત્ન શેષમલજી પંડ્યા. વર્ધમાન આયંબિલની ૧ થી ૯૪ ઓળીઓમાં એકાંતરે ઉપવાસ કરતા. બધી ઓળીનાં બધાં આયંબિલ પુરિમઢ, ઠામ ચોવિહાર સાથે અલ્પ દ્રવ્યથી ક્ય! ૬૮મી ઓળી આખી માત્ર ભાત અને પાણીથી કરી ! ૧00મી ઓળી એક જ ધાનથી કરી. આમને તપનો કેવો પ્રેમ કે ઓળીઓમાં પણ વિવિધ પ્રકારનાં તપ કરે! જેમ વૈજ્ઞાનિક નવી નવી શોધખોળ કરે તેમ આ તપસ્વીજી આયંબિલોમાં પણ શુદ્ધ આયંબિલ, એક ધાન વગેરે વિશિષ્ટ નવી નવી સાધના કરે. તપ ઉપરાંત દયા વગેરે ગુણો પણ એવા કે મદ્રાસમાં ગરીબો અને ભૂખ્યાને નિત્ય ભોજનની વ્યવસ્થા કરી શાસનની સુંદર પ્રભાવના કરી રહ્યા છે. ( પુત્રવધૂઓ કે પુત્રીઓ? અમે પૂ. માતાપિતાની સેવા સુંદર કરતા હતા. પણ માતા-પિતાજી મુંબઈની ધમાલ, હવામાનની પ્રતિકૂળતા વગેરે કારણે કાયમ માટે દેશમાં ગયાં છે. અમે બંને ભાઈ લગભગ ૨૦ વર્ષથી મુંબઈમાં રહીએ છીએ. ધંધા, પરિવાર, બાળકોને ભણવાનું વગેરે કારણે મુંબઈ છોડવું શક્ય નથી. તેમ કર્તવ્યભૂત મા-બાપની સેવાથી વંચિત પણ કેમ રહેવાય? હું તો મોટી મુશ્કેલીમાં મુકાયો છું. બોલ! શું કરશું! ” સૌરાષ્ટ્રના જૈને પત્નીને દિલનું દર્દ જણાવ્યું. સંસ્કારી પત્નીએ કહ્યું : “ચિંતા ન કરશો. ભાભી અને હું વિચારી રસ્તો કાઢીશું.” દેરાણી જેઠાણીએ વિચારી વારાફરતી છ-છ માસ દેશમાં સેવા કરવાનું નક્કી કર્યું! મુંબઈમાં રહેનાર બંને કુટુંબોને સાચવે એ પણ નિર્ણય કર્યો! જુદા રહેતા બન્ને ભાઈઓના પૂરા પરિવારને છ મહિના જમાડવા વગેરે બધી જવાબદારી ઉપાડનાર અને સાસુ-સસરાની સેવા માટે છ માસ પતિવિયોગનું દુઃખ સહર્ષ સ્વીકારનાર આ બે સિંહણોએ કેટલાં બધાં કર્મ ખપાવ્યાં હશે એ જ્ઞાની જાણે! હે સુખવાંછુઓ! માતા-પિતાને સુખ આપશો તો સુખ જરૂર તમારા પગ ચાટશે. શાસ્ત્રકારો કહે છે કે માતા-પિતાની સેવા કરનારને પ્રાયઃ સુગુરુ અને પરમ ગુરુની પ્રાપ્તિ થતાં બીજાં ઘણાં ફળ મળે છે. ( ધર્મમાર્ગના આરાધક અને પ્રોત્સાહક બનો) થોડાં વર્ષો પહેલાં બનેલી આ સત્ય ઘટના આપણને આનંદ, આશ્ચર્ય આદિ અનેક ભાવો પેદા કરે તેવી છે. અમદાવાદ શહેરમાં એ છોકરી ખૂબ ધર્મી કુટુંબમાં જન્મ પામવાનું જબ્બર પુણ્ય લાવેલી. આપણે એને ભવ્યા તરીકે સંબોધીએ. દાદા વગેરેએ દીક્ષા લીધેલી. ઘરના સંસ્કારોથી પૂર્વજન્મમાં સાધના કરેલ ભવ્યાને બાળપણથી ધર્મ ગમતો. ૧૧ વર્ષની ઉંમરે ઉપધાન કર્યા! પૂજા, ચોવિહાર, તપ વગેરે નિત્ય આરાધના સાથે નૃત્ય-ગીત વગેરે કળામાં હોંશિયાર હતી. દીક્ષાની ભાવના થઈ. તેની બા પણ દ K સાથે દીક્ષા લઈશું એવી એમની ભાવના છતાં કોઈ વિચિત્ર કર્મસંયોગે ૧૯ વર્ષે તેને લગ્ન કરવા પડ્યા. તે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy