SearchBrowseAboutContactDonate
Page Preview
Page 981
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૩૨ ] [ જૈન પ્રતિભાદર્શન ભવ્યા ખરેખર ધર્મરાગી કે લગ્ન પછી પણ યુવાન વય છતાં અમનચમન કરવાને બદલે ચોવિહાર વગેરે ઘણી આરાધના ચાલુ રાખી. પતિ અભ્યાસ કરતો હતો. એમની ખાનગી વાતો છોડી દઈએ. પણ ભવિતવ્યતાએ ૨૩ વર્ષની ભરયુવાન વયે ભવ્યા પરલોકમાં સાધના કરવા ઊપડી ગઈ. ડોકટરના રિપોર્ટ પ્રમાણે તે બ્રહ્મચારી જ રહી હતી. એને કોઈએ ઝેર આપ્યું હશે. જે બન્યું હોય તે, પણ જ્ઞાનીઓનાં વચનો પ્રમાણે ભવ્યાએ સાચા ભાવથી કરેલો ધર્મ જરૂર તેના આત્માને છેવટે મોક્ષમાર્ગની ઉચ્ચ સાધના કરાવી શિવસુખ મેળવી આપશે. આ પ્રસંગ વાંચી જૈનોએ ખૂબ વિચારવા જેવું છે. સૌપ્રથમ તો ધર્મ ગમતો હોવા છતાં મોહ વગેરે કારણે, તમે સગા-સ્નેહીઓને ધર્મ-આરાધનાનો વિલંબ કે નિષેધ કરો તો એમાં તમારું તો અહિત જરૂર થાય છે, વળી એના ભાવ પડી જાય તો આરાધનાથી એ આત્મા પણ વંચિત રહે છે. વળી, આજના સ્વચ્છંદ સમાજમાં ઘણા બધાં અનિચ્છનીય આચાર, દોષો તમારી પત્ની, પુત્રો વગેરે સેવે છે તે તમે ચલાવી લો છો. અને હજારોમાં એકાદ સાધક જીવ નાનો ધર્મ કરે તેમાં તમે પથરા નાંખો તે જૈન એવા તમને શોભે? એથી બંધાયેલ પાપ ભયંકર દુ:ખો તો કદાચ આપશે પણ અનેકાનેક ભવે ધર્મ પણ નહીં મળે તે તમને પસંદ છે? તેથી દઢ નિશ્ચય કરો કે ધર્મ કરતાં કોઈને પણ રોકવો નહીં, ઉપરથી ધર્મની પ્રેરણા કરવી. બીજું, આ સુશ્રાવિકા તો ખૂબ આરાધક ધર્મી છે. મને કહ્યું “આપને ઠીક લાગે તો નામ વગેરે બધું છાપજો. બીજાઓને તો મારી જેમ ભૂલ કરી પસ્તાવો કરવો નહીં પડે...' છતાં કોઈ કષાયવશ નિંદાનું પાપ ન કરે માટે નામ છાપ્યું નથી. દાનપ્રેમી બીજા એક ભાઈના પ્રસંગ અહીં લેવા હતા; પણ કેટલાંક કારણે તેમણે ના પાડી તેથી છોડી દીધા. જ્યારે આ ધર્મી શ્રાવિકા નામ સાથે છાપવાનું કહે છે! કોલેજ ભણતરમાં આજના વાયરા વિષે એક આધુનિક ચિંતકે કટાક્ષ કરતા કહ્યું છે : બી. એ. કિયા, નોકર હુએ, પેન્શન મિલી, ફિર મર ગયે! સંસારનો અંજામ ભયંકર દુઃખો. ધર્મના ફળમાં સર્વત્ર સુખ. તેથી તમે ને તમારા સ્વજનો ધર્મ કરો ને શાશ્વત સુખ પામો એ શુભેચ્છા. ( ના! રાત્રે પાણી ન પિવાય ) કેમ ચિનુ? અત્યારે અડધી રાત્રે ઊઠી ગયો છે? શું ઊંઘ નથી આવતી! સૂઈ જા!” “સાહેબ! પાણીની ખૂબ તરસ લાગી છે, રહેવાતું નથી. ગળું સુકાઈ ગયું છે. ઉંઘ આવતી નથી. ક્યારનો સંથારામાં તરફડિયાં મારી રહ્યો છું.” પાંચ વરસની નાનકડી ઉંમરના ચિનુનો ઉપાધ્યાય મહારાજશ્રી પ્રેમવિજયજી ગણિવરને જવાબ મળ્યો. જ્ઞાનપાંચમના કારણે ચિનુએ એ દિવસે એકાસણું કરેલું. પૂ. ઉપાધ્યાય મહારાજ આદિનું ચાતુર્માસ વઢવાણ શહેરમાં થયેલું. ચિનુ પૂજયોની સાથે ઉપાશ્રયમાં જ રહી અભ્યાસ આદિ કરી રહ્યો હતો. નિત્ય નવકારશી, રાત્રિભોજન ત્યાગ, જિનમંદિરે ભગવંતના દર્શન બાદ જ નવકારશી પારવાની વગેરે સંસ્કારો એને ધર્મી મા-બાપ તરફથી જ મળેલા હતા. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy