SearchBrowseAboutContactDonate
Page Preview
Page 982
Loading...
Download File
Download File
Page Text
________________ અભિવાદન ગ્રંથ ] [ ૯૩૩ અપ્રમત્ત આરાધક તરીકે સુખ્યાત પૂ. ઉપાધ્યાય મહારાજ બાળક ચિનુના સંથારા પાસે ગયા. હેતભર્યા હૈયાથી એમણે ચિનુને પંપાળ્યો. ‘તૃષા લાગી હોય તો જો પેલા તપેલામાંથી ચૂનાનું પાણી વાપરી લે.' ચિનુની પરીક્ષા કરવા ઉપાધ્યાય મહારાજશ્રી બોલ્યા. ‘સાહેબ! અત્યારે રાત્રિ છે, મારે એકાસણું છે, રાત્રે પાણી ન પિવાય.' ઉપાધ્યાય મહારાજના અનેક વખતનાં વચનોનો બાળક ચિનુ પાસે આ એક જ જવાબ હતો! વ્રતર્દઢતા-સત્ત્વની પરીક્ષામાં ચિનુ સારી રીતે ઉત્તીર્ણ થયો. મહેસાણા જિલ્લાના માણેકપુર ગામના હીરાભાઈનો એ ચિનુ ૭ વર્ષ ૪૫ માસની ઉંમરમાં જ બાળમુનિ નરરત્નવિજયજી બન્યા, પૂ. પં. શ્રી રામવિજયજી ગણિવર્યના શિષ્ય થયા. સરળતા-નમ્રતા-વિનય-વૈયાવચ્ચ-અષ્ટ પ્રવચનમાતાના પાલનની ચુસ્તતા-ઔચિત્ય-પાપભીરુતા આદિ અનેક ગુણના સ્વામી એ મુનિવર અનુક્રમે આચાર્ય શ્રી વિજયનરરત્નસૂરીશ્વરજી મ. બન્યા. ૬૨ વર્ષના નિર્મળ ચારિત્રના પાલન દ્વારા તેઓ પોતાનું જીવન સફળ બનાવી ગયા. ૫ વર્ષનો ટેણિયો આવી ભયંકર તરસ છતાં અને ગુરુવર જ પાણી આપતા હોવા છતાં એકાસણું દૃઢતાથી પૂર્ણ કરે, આ વર્તમાન સત્યકથાથી તમે શો સંકલ્પ કર્યો? નિયમ શક્તિ મુજબના લેવા અને અડગપણે પાળવા એ જરૂરી છે. એનો અદ્ભુત લાભ છે. વળી સંતાનો ભાવ થવાથી ઉપવાસ વગેરે પર્યુષણમાં કરે તો આજે કેટલાંક મા-બાપ પછી એકાસણું વગેરે કરાવે છે. એમાં ઉભયને કેટલું પાપ બંધાય? પચ્ચક્ખાણ લીધાં પછી એનો ઉલ્લાસ વધારી, પ્રેમ આપી સારી રીતે તપ વગેરે પૂરા કરાવવા. છતાં કદાચ ન થાય તો એને અસમાધિ થતી હોય તો ગુરુદેવને પૂછી અપવાદિક ઉપાયો લઈ પ્રાયશ્ચિત્ત કરાવીએ તો તેને કે તમને પાપ ન બંધાય પણ લાભકર્તા થાય. પછી પ્રેમથી એને સમજાવાય કે બેટા ! હવે મન થાય ત્યારે એકાસણું વગેરે કરજે. પછી શક્તિ આવે ત્યારે ઉપવાસ કરે તો નિયમભંગનું પાપ ન લાગે. સાથે આજે ઘણા વૃદ્ધો પણ બારે માસ તિવિહાર જ કરે છે. તેઓએ મનને મક્કમ કરવા જેવું છે કે આવાં બાળકો જન્મથી કે નાની ઉંમરે ચોવિહાર કરતાં હોય તો મારાથી કેમ ન થાય? અને છતાં અસહ્ય ગરમીમાં કદાચ તિવિહાર કરો તો પણ શિયાળા-ચોમાસામાં કેમ ચોવિહાર ન કરવો? વિશેષમાં આવા સત્ય પ્રસંગો જાણી બિનજરૂરી રાત્રિભોજન આદિ પાપ કરતા હો તો તમારે તમારા આત્માને સમજાવવું કે આવાં સાવ નાનાં બાળકો ચોવિહાર કરતાં હોય તો મને તો જરા પણ મુશ્કેલી નહીં પડે. એમ મન મક્કમ કરી રાત્રિભોજન, કંદમૂળ વગેરે શક્ય પાપોથી બચવું જોઈએ. આજથી જ પ્રયત્ન કરો ને સફળતા મેળવી આત્મહિત સાધો એ જ અંતરની અભિલાષા. દીક્ષાપ્રસંગે વ્રત-નિયમો ઝીંઝુવાડા ગુજરાતનું સંસ્કારી ગામ છે. પ. પૂ. આ. ભ. શ્રી દાનસૂરિજી મ.સા., પ. પૂ. આ. ભ. શ્રી ઓસ્કારસૂરિજી મ.સા. વગેરે ઘણા ધર્મીરત્નોની શાસનને આ ગામે ભેટ ધરી છે. આ ધર્મનગરી ઝીંઝુવાડામાં કાંતિભાઈ રહેતા હતા. રોજ ૫૦-૫૫ બીડી પીવે, રાત્રિભોજન ચાલુ, બીડી રાત્રે પણ પીવે. ૧૦. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy