SearchBrowseAboutContactDonate
Page Preview
Page 983
Loading...
Download File
Download File
Page Text
________________ ૯૩૪ ] [ જૈન પ્રતિભાદર્શન તેમના ભત્રીજા (પ. પૂ. આ. શ્રી યશોવિજય મ.)ની દીક્ષા થઈ ત્યારે એમને સ્વયં મનોરથ થયો કે મારો ભત્રીજો દીક્ષા લે અને હું આવાં પાપ કરું? ન ચાલે. દીક્ષા વખતે જ આજન્મ બીડી ત્યાગ, રાત્રિભોજનત્યાગની પ્રતિજ્ઞા લીધી! માનવને વ્યસન પડ્યા પછી બીડી વગેરે વધતાં જાય, તેનો ત્યાગ કરવો હોય તેને પણ બહુ આકરું પડે. અરે! થોડી સંખ્યા ઘટાડવાની મ.સા. પ્રેરણા કરે તોપણ તેને સાત-પાંચ થઈ જાય. જ્યારે આ સત્ત્વશાળીએ આવો નિયમ લઈ અણીશુદ્ધ પાળ્યો! પૂર્વે દીક્ષા સાંભળી ગામ-પરગામનાં ઘણા દીક્ષા લેતાં. શાસ્ત્રોમાં ઘણા પ્રસંગો સાંભળવા મળે છે. આજે પણ કેટલાય સગા-સ્નેહી દીક્ષા પ્રસંગે વિશેષ નિયમો લે છે. હે ભવ્યાત્માઓ! તમે જૈન છો. તમે પણ સગા-સ્વજન વગેરેની દીક્ષા પ્રસંગે મળેલ દુર્લભ મનને જ્ઞાનથી ભાવિત કરી સત્ત્વ ફોરવી ઉલ્લાસથી શય વ્રત-નિયમો સ્વીકારી આત્મહિત સાધો. માસક્ષમણ-પ્રભાવે અલ્સરનો નાશ ઝીંઝુવાડામાં આ જ કાંતિભાઈને અલ્સરની બીમારી થઈ. ડૉકટરે દવાઓ સાથે ખાસ સૂચના કરી કે તમારે તમારી પાસે ચોવીસે કલાક દૂધ અને બિસ્કીટ રાખવાં અને બળતરા થાય કે તરત તે વાપરવાં. કાંતિભાઈએ કહ્યું : ‘ડૉકટર! રાત્રિભોજન તો હું નહીં જ કરું.' ડૉકટરે સ્પષ્ટ કહ્યું, ‘રાત્રે પણ તમારે લેવું જ પડશે, નહીં તો આ તકલીફ ખૂબ વધી જશે.' સત્ત્વશાળી કાંતિભાઈએ શુભ પરિણામો વધતાં માસક્ષમણનો નિર્ધાર કર્યો! સગા-સ્નેહી ઘણાએ ખૂબ સમજાવ્યા. ન માન્યા. છેવટે કહ્યું કે પચ્ચક્ખાણ ૧૧ ઉપવાસનું લેજો. તો કહે મારે તો એકસાથે ૩૦નું લેવું છે પણ ગુરુદેવ આપે નહીં. તેથી ૧૬ નું લઈશ. પછી ૧૪નું લઈ માસક્ષમણ સારી રીતે પૂર્ણ કર્યું. પારણું પણ સારું થયું. પછી તે મરચાંની વાનગી વગેરે બધું જમતા. ડૉકટરને બતાવવા ગયા, તપાસી કહે, ‘તમને સારું થઈ ગયું છે. દવા વગેરે કરી તો કેવું મટી ગયું!' કાંતિભાઈ કહે : ‘દવા, દૂધ વગેરે કાંઈ લીધું નથી. માસખમણ કર્યું.' ડૉકટરને પણ આશ્ચર્ય થયું. આ વાંચી તમારે માત્ર તાલીઓ પાડવી છે કે તેમની જેમ તમારા આત્માને આગળ વધારવો છે? એટલું સત્ત્વ ન હોય તો નાના રોગોમાં ડૉકટર કહે તે અભક્ષ્ય દવાનું સેવન, રાત્રિભોજન વગેરે પાપો તો ન જ કરવા. વિશેષમાં રોગના કારણ વિના તો રાત્રિભોજન, કંદમૂળ વગેરે મોટાં પાપો તો કદી ન કરવા. છેવટે તમારામાં એટલું મનોબળ ન હોય તો પણ સગા વગેરે જે કોઈ નાનીમોટી આરાધના કરતા હોય તેમને કંદમૂળ વગેરે ત્યાગની ભાવના થાય તો તેમની ભાવના વધારવી. કોઈની શુભ ભાવનાનો નાશ કરવાનું કે ખોટી-ઊંધી સલાહ આપવાનું પાપ તો કદી ન કરવું એટલો નિયમ તો લેશો ને? આયંબિલથી મૃત્યુ પર વિજય રાજસ્થાનવાસી એક બહેનને પેટમાં સોજો થયો. સોજો વધતાં પેટ ખૂબ વધી ગયું. ડૉકટરે તપાસી કહ્યું : ‘આનો કોઈ ઈલાજ નથી. બચશે નહીં.' કોઈએ આયંબિલનો મહિમા વર્ણવ્યો. શ્રદ્ધા નહીં છતાં મોતથી બચવા માણસ બધું કરવા તૈયાર થાય એ ન્યાયે એમણે આયંબિલ શરૂ કર્યાં. પહેલે દિવસે જરાક જ મગનું પાણી લેવાયું. બીજું કશું નહીં. છતાં આયંબિલ ચાલુ જ રાખ્યાં. થોડા મહિનામાં પેટનો બધો જ સોજો ઊતરી ગયો! ચમત્કારી આયંબિલની પ્રભાવના. આજે આવા અનેક ચમત્કારો જોવા-સાંભળવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.005140
Book TitleJain Pratibha Darshan
Original Sutra AuthorN/A
AuthorNandlal B Devluk
PublisherArihant Prakashan
Publication Year1997
Total Pages1192
LanguageGujarati
ClassificationBook_Gujarati
File Size48 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy